ગઇકાલે બુધવારે વહેલી સવારથી જ ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ના નવા મંત્રીમંડળની શપથવિધિ (Swearing in)ને લઇને અનેક અટકળો ચાલી રહી હતી. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ (CR Patil)ના નિવાસ સ્થાને ધારાસભ્યો (MLA)નું આવાગમન પણ શરૂ થઇ ગયુ હતુ. તદ્દ ઉપરાંત ગાંધીનગર (Gandhinagar)ખાતે તમામ ધારાસભ્યોને બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ બેઠકોનો દોર શરૂ થયો હતો, જેમાં મંત્રીઓનાં નામની ચર્ચાઓ ચાલી રહી હતી. આ તમામ વચ્ચે ક્યાંક આંતરિક વિખવાદ થતાં નવા મંત્રીમંડળની રચનાને લઇને કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શપથવિધિનો કાર્યક્રમ આજે ગૂરૂવારે રાખવામાં આવ્યો હતો. ત્યારે આજે ગાંધીનગર રાજભવન ખાતે ગુજરાતની નવી સરકારમાં અનેક મંત્રી શપથ લીધા (sworn in)છે. જણાવી દઇકે શપથ ગ્રહણના ગણતરીની કલાકો પહેલાં જ મંત્રીઓ બનનાર ધારાસભ્યોને ખુશખબરી આપવામાં આવી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળના સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં. આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલે રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના 10 અને રાજ્ય કક્ષાનાસ્વતંત્ર હવાલો ધરાવતા 5 અને રાજ્ય કક્ષા ના 9 પદનામિત મંત્રીશ્રીઓને પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં.
તસ્વીર સાભાર- @BJP4Gujarat
આ મંત્રીઓએ શપથ (sworn in) લીધા
કેબિનેટ મંત્રી – 10 + 1
ભૂપેન્દ્ર પટેલ, ઘાટલોડિયા (મુખ્યમંત્રી)
રાજેન્દ્ર ત્રિવેદી, રાવપુરા
જીતુ વાઘાણી, ભાવનગર પશ્ચિમ
ઋષિકેશ પટેલ, વીસનગર
પૂર્ણેશ મોદી, સુરત પશ્ચિમ
રાઘવજી પટેલ, જામગનર ગ્રામ્ય
કનુભાઇ દેસાઈ, પારડી
કિરીટસિંહ રાણા, લીંબડી
નરેશ પટેલ, ગણદેવી
પ્રદીપ પરમાર, અસારવા
અર્જુનસિંહ ચૌહાણ, મહેમદાવાદ
નવનિયુક્ત કેબિનેટ મંત્રીશ્રીઓને શુભકામનાઓ સહ ખૂબ ખૂબ અભિનંદન pic.twitter.com/2wIryCEM0i
— BJP Gujarat (@BJP4Gujarat) September 16, 2021
રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) — 05
હર્ષ સંઘવી, મજૂરા
જગદીશ પંચાલ, નિકોલ
બ્રિજેશ મેરજા, મોરબી
જીતુ ચૌધરી, કપરાડા
મનીષા વકીલ, વડોદરા
રાજ્યકક્ષાના મંત્રી – 09
મુકેશ પટેલ, ઓલપાડ
નિમિષાબેન સુથાર, મોરવા હડફ
અરવિંદ રૈયાણી, રાજકોટ
કુબેરસિંહ ડિંડોર, સંતરામપુર
કીર્તિસિંહ વાઘેલા, કાંકરેજ
ગજેન્દ્રસિંહ પરમાર, પ્રાંતિજ
આર. સી. મકવાણા, મહુવા
વીનુ મોરડિયા, કતારગામ
દેવા માલમ, કેશોદ
નવનિયુક્ત રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓને શુભકામનાઓ સહ ખૂબ ખૂબ અભિનંદન pic.twitter.com/jPfKW0zgxN
— BJP Gujarat (@BJP4Gujarat) September 16, 2021
મંત્રીમંડળની શપથવિધિ (SWEARING IN) માં ફેરફાર કરવામાં આવ્યો હતો
મહત્વનું છે કે ગઇકાલે બુધવારે શપથવિધિ થવા અંગેની અટકળો ચાલી રહી હતી. તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યા બાદ રાજભવન (Raj Bhavan)ખાતે શપથવિધિનાં પોસ્ટર (Poster)લગાવી દેવામાં આવ્યાં હતાં. પરંતુ આંતરિખ વિખવાદ થતાં બાદમાં આ પોસ્ટર્સને ત્યાંથી હટાવી દેવામાં આવ્યા હતાં.
આ પણ વાંચો: નીતિન પટેલ નારાજ? મંત્રીમંડળમાં પત્તુ કપાતા ભુગર્ભમાં
શપથગ્રહણ પહેલા ધારાસભ્યો (MLA)ને મંત્રીપદ સોંપાશે તેમને ફોન કરવામાં આવ્યા હતા. આ પહેલાં ગુજરાતના રાજકારણમાં ગઇકાલે બુધવારનો દિવસ અવઢવ ભર્યો રહ્યોં હતો. નવા મંત્રીમંડળ (Cabinet)ના શપથગ્રહણ માટે મંચ તૈયાર કરાયા બાદ અચાનક પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યાં હતાં. છેલ્લી ઘડીએ શપથગ્રહણ (Swearing)ટળી ગયું હતું.
આ શપથગ્રહણ સમારોહમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, ભાજપાના રાષ્ટ્રીય અગ્રણી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય અગ્રણી બી. એલ. સંતોષ, ગુજરાત વિધાનસભાના પ્રોટેમ્પ સ્પીકર ડૉ. નીમાબેન આચાર્ય, પૂર્વ મંત્રીઓ દંડક પંકજ દેસાઈ તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિક મુખ્ય સચિવો, અગ્ર સચિવો, પોલીસ મહાનિદેશક તેમજ ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રીઓની શપથવિધિ જુઓ વીડિયો દ્વારા:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4