Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / May 18.
Homeન્યૂઝKevadia: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રાયોગિક ધોરણે 10 ઇ-રીક્ષાનું લોકાર્પણ કરાયું

Kevadia: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રાયોગિક ધોરણે 10 ઇ-રીક્ષાનું લોકાર્પણ કરાયું

kevadia
Share Now

એકવીસમી સદીમાં લોકોના મોબાઈલ અને કોમ્પ્યુટરની સાથે સાથે લોકોનું જીવન પણ અપડેટ થઇ રહ્યું છે. આ સાથે સાથે લોકોની માનસિકતા પણ અપડેટ થઇ રહી છે. હવે સ્ત્રીઓનું કામ માત્ર ઘર પુરતું જ નથી રહ્યું, આજની મહિલા પ્લેન પણ ઉડાવતી થઇ ગઇ છે. આજે મહિલાઓ રોજગારી મેળવવા માટે કંઈકને કંઈક રસ્તાઓ શોધતી રહે છે. ત્યારે હવે કેવડીયા (Kevadia)કોલોનીની મહિલાઓ માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. કારણ કે કેવડીયા (Kevadia)કોલોનીમાં હવે દોડશે ઈ રિક્ષાઓ… અને આ ઈ રિક્ષાઓને ચલાવશે ત્યાંની સ્થાનિક મહીલાઓ…

કેવડિયા (Kevadia)કોલોનોને શું જાહેર કરાયું

કેવડિયા વિસ્તારને ઇલેક્ટ્રિક વિહિકલ ઝોન જાહેર કરાયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને પ્રદુષણ મુક્ત બનાવવા હવે ઈ રીક્ષાઓ દોડતી થઈ ગઈ છે. જેમાં ખાસ વાત તો એ છે કે આ ઇ રીક્ષા મહિલા ચલાવશે. પર્યાવરણની જાળવણી સાથે  સ્થાનિક આદિવાસી મહિલાઓને સ્વ-રોજગાર આપવાની આ એક મોટી મુહીમ છે. આ એક પ્રધાનમંત્રીનું સ્વપ્ન સાકાર થવા તરફ મહત્વનું કદમ છે, ત્યારે કેવડિયા ખાતે 10 ઇ-રીક્ષાનું લોકાર્પણ થયું છે. પ્રવાસન સ્થળનો વિકાસ પર્યાવરણીય જાળવણી તથા સંવર્ધન સાથે થાય તે માનનીય પ્રધાનમંત્રીની દુરંદેશીભરી નિતી રહી છે.

આ પણ વાંચો: કોરોનાની સંભવિત ત્રીજી લહેર વચ્ચે અમદાવાદમાં 10 રેપીડ ટેસ્ટ કેન્દ્રો કરાયા બંધ

કોણ ચલાવશે આ ઇ-રીક્ષા

ઈ રિક્ષાના લોકાર્પણ દરમિયાન તાલીમ આપવામાં આવેલી મહિલાઓ દ્વારા પ્રથમ વખત આ ઈ રિક્ષાઓ ચલાવવામાં આવી હતી. જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલે સવારી કરી હતી. આ સિવાય તેમની સાથે મજુરા વિધાનસભાનાં ધારાસભ્ય હર્ષ સંઘવી પણ જોડાયા હતા.

જુઓ આ વીડિયો: મહિલાઓનું ગુલાબી સ્મિત

 

આ રિક્ષા ચલાવતી વખતે મહિલાઓના ચહેરા પર એક અનેરું સ્મિત જોવા મળ્યું હતુ. એક ગુલાબી સ્મિત, પોતાના પગ પર ઉભું થવાનું સ્મિત, પોતાના શહેરને વિકસિત અને પ્રદુષણમુક્ત બનવવા માટે ભાગીદાર બનવાનું સ્મિત, પોતાના પરિવારને ફાઈન્ન્સીયલ રીતે મદદગાર બનવાનું સ્મિત. ત્યારે હજુ પણ વધારે મહિલાઓને આ ટ્રેનીંગ આપવામાં આવશે.

આ ગુલાબી રંગની રિક્ષા મહિલાઓના જીવનમાં પણ એક ગુલાબી લહેર લઇ આવશે. આ સાથે જ કેવડીયાકોલોનીની હરિયાળીને પણ બરકરાર રાખશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment