ઈસ્લામાબાદ: પાકિસ્તાનના ઉત્તરી રાજ્ય ખૈબર પખ્તુનખ્વામાં એક બસમાં બોમ્બ બ્લાસ્ટ (Pakistan Bomb Blast) થયો છે, જેમાં 10 લોકોના મોત થઈ ગયા છે. મૃતકોમાં ચીનના પણ 6 નાગરિકો સામેલ છે. આ તમામ એન્જિનિયર હતા, જે ચાઈના-પાકિસ્તાન ઈકોનૉમિક કૉરિડોર સાથે સંકળાયેલા એક પ્રોજેક્ટ માટે કામ કરી રહ્યાં હતા. આ સિવાય એક પાકિસ્તાની સૈનિકનું પણ મોત થયું છે.
મીડિયા રિપોર્ટ મુજબ, બુધવારે એક બસને ટાર્ગેટ કરીને આતંકવાદીઓએ વિસ્ફોટ (Pakistan Bomb Blast) કર્યો હતો. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, વિસ્ફોટકો રોડ પર છૂપાવીને રાખ્યા હતા કે પછી બસમાં જ બોમ્બ ગોઠવવામાં આવ્યો હતો. બ્લાસ્ટ બાદ બસ એક ઊંડા ખાડામાં ખાબકી હતી. જેના કારણે વધારે નુક્સાન થયું છે.
આ ઘટનામાં શરૂઆતમાં 8 લોકોના જ મોતની જાણકારી મળી હતી, પરંતુ પાછળથી એક ચીની એન્જિનિયર અને પાકિસ્તાની સૈનિકનો મૃતદેહ મળી આવ્યો હતો. આમ મૃતકોના આંકડો વધીને 10 પર પહોંચી ચૂક્યો છે. હાલ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે અને ઈજાગ્રસ્તોને એર એમ્બ્યુલન્સથી હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યાં છે. આ બોમ્બ બ્લાસ્ટમાં (Pakistan Bomb Blast) મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે.
હજારા વિસ્તારના વહીવટી અધિકારીના જણાવ્યા મુજબ, જે બસને બોમ્બથી ઉડાડી દેવામાં આવી, તેમાં લગભગ 30 ચીની એન્જિનિયરો સવાર હતા. આ તમામ લોકો કોહિસ્તાન વિસ્તારમાં આવેલ દાસૂ ડેમ પર જઈ રહ્યાં હતા. આ દાસૂ ડેમ ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરનો હિસ્સો છે.
આ પણ વાંચો: પંજાબી સૂફી સિંગર મનમીત સિંહનો મૃતદેહ મળ્યો, વાદળ ફાટ્યા બાદ થયા હતા ગુમ
ચીનના અનેક એન્જિનિયરો પાકિસ્તાનમાં
ચીનના 65 અબજ ડોલરના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ અંતર્ગત ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ચીને પોતાના પશ્ચિમ ભાગને પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ સાથે જોડવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આમ થવાથી ચીનની મધ્ય અને પશ્ચિમ એશિયાના દેશો સુધી સીધી પહોંચ બનશે. ચાઈના-પાકિસ્તાન ઈકોનૉમિક કોરિડોરના તમામ પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે ચીને પોતાના અનેક એન્જિનિયરોને પાકિસ્તાન મોકલ્યા છે. આ લોકો પ્રોજેક્ટના નિર્માણમાં એન્જિનિયરિંગનો કામ કરી રહ્યાં છે, જ્યારે પાકિસ્તાનના મજૂરો બાંધકામ કરી રહ્યાં છે.
અગાઉ આતંકવાદી હુમલામાં પાકિસ્તાનના 12 જવાનો મર્યાં
અગાઉ પણ પાકિસ્તાનના ખૈબર પખ્તુખ્વામાં પાકિસ્તાની સેના પર આતંકવાદી હુમલો થયો હતો. જેમાં પાકિસ્તાની સેનાના કેપ્ટન અબ્દુલ બાસિત સહિત 12 જવાનોના મોત થયા હતા, જ્યારે 15 જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે કેટલાક જવાનોને બંધક પણ બનાવવામાં આવ્યા હતા.
આ હુમલા પાછળ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ને જવાબદાર માનવામાં આવી રહી હતી. પાકિસ્તાની સેના તરફથી ખુર્રમ વિસ્તારમાં TTPના આતંકવાદીઓ વિરુદ્ધ ઑપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન TTPના આતંકવાદીઓ હુમલો કરી દીધો. આ મિશનને કેપ્ટન અબ્દુલ બાસિત ખાન લીડ કરી રહ્યાં હતા.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt