Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeભક્તિગુજરાતમાં પણ તમે કરી શકો છો અમરનાથ મહાદેવના દર્શન, જાણો આ મંદિર વિશે…

ગુજરાતમાં પણ તમે કરી શકો છો અમરનાથ મહાદેવના દર્શન, જાણો આ મંદિર વિશે…

Share Now

ભોળાનાથને આપણે શિવ શંભુ કહીએ છીએ. શંભુ એટલે એ શક્તિ જેનાથી આ સંપુર્ણ સંસાર ઉત્પન્ન થયુ છે. આપણુ અસ્તિત્વ શિવથી જ જન્મયું છે અને શિવમાં જ સમાશે. એટલે શિવ જ આપણા સ્વામી છે. તેમની જ ચરણોમાં આપણી આસ્થાઓનું પરમધામ છે.

10 years old Amarnath Mahadev temple in Rajkot

ત્યારે આપણે જય બાબા ભોલેનાથ અને જય અમરનાથના નાદ હિમાચલ સ્થિત સાક્ષાત અમરનાથ મહાદેવના સ્થાન પર સાંભળ્યા હશે. પરંતુ રાજકોટમાં પણ 10 વર્ષ કરતા વધુ પ્રાચીન એક અમરનાથ મહાદેવનું (Amarnath Mahadev) મંદિર આવેલું છે. આ મંદિર લોકોની આસ્થા અને શ્રધ્ધાને કારણે ભક્તોએ જ સ્થાપિત કર્યું છે. અને તે મંદિરનું નામકરણ કરવામાં આવ્યું અમરનાથ મહાદેવ (Amarnath Mahadev).

10 years old Amarnath Mahadev temple in Rajkot

આ મંદિરમાં પ્રભુ શંકરનું શિવલિંગ એ સફેદ આરસનું બનાવેલું શિવલિંગ છે. આ સાથે પ્રભુના ધામમાં ગણેશ ભગવાન, અંબા માતા, ચામુંડા માતા, સરસ્વતી માતા, શ્રીનાથ જી અને હનુમાન દાદા પણ બિરાજમાન છે. આ મંદિરમાં પ્રવેશતા જ એક અનેરા આનંદની અનુભુતી થાય છે. પ્રભુના દર્શન કરવા અહીં સૌ કોઈ આવે છે. દર સોમવારે ભક્તો જળ શિવલિંગ પર ચઢાવે છે. જેમાં નાના ભુલકાઓ પણ સામેલ છે.

10 years old Amarnath Mahadev temple in Rajkot

અહીં આ મંદિરમાં મહાદેવના શરણે કોઈ પણ દુઃખ – દર્દ કે કષ્ટ સાથે ભક્ત આવે ત્યારે તેને પ્રભુ સુખ – શાંતિની પ્રાપ્તિ કરાવે છે. અહીં દાદા અમરનાથના અન્ય ભક્તોને મળેલા પરચા પણ જોવા મળે છે.

જુઓ આ વિડીયો: Ice Lord Ganesha and Ice Baba Amarnath

આ પણ વાંચો: આ મંદિરની માનતા રાખવાથી ગાયબ થઇ જશે તમારા ઘરના ઉંદર!

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment