Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝબોટાદ: ૩૮ ગામડાઓમાં ૧૦૦ ટકા રસીકરણ, કન્ટ્રોલ રૂમ મારફતે મોનીટરીંગ

બોટાદ: ૩૮ ગામડાઓમાં ૧૦૦ ટકા રસીકરણ, કન્ટ્રોલ રૂમ મારફતે મોનીટરીંગ

Share Now

કોરોનાની બીજી લહેર કેટલો કહેર મચાવ્યો હતો એ આપણને બધાં ખબર છે. આ કાળો કહેર કેટલાય લોકોને ભરખી ગયો. ત્યારે તેને અટકાવવા માટે સરકારથી લઈને સામાન્ય જનતા સુધી બધા જ મથી રહ્યા હતા. સરકાર દ્વારા લોકડાઉન (lock down) પણ લગાવવામાં આવ્યું હતું. જેથી આ ચેપને (infection) અટકાવી શકાય. ભૂતકાળમાં પણ આવા ઘણા બધા રોગો હતા, જેના કારણે લોકોના મૃત્યુ બહુ જલ્દી થઇ થતા. પણ ત્યારબાદ રસીની શોધ થઇ, જેના દ્વારા કોઈપણ રોગની દવા તેને બાળપણથી જ આપી દેવામાં આવે છે, જેથી તેની સામે લડવાની એન્ટીબોડી (Antibody) પેહલેથી જ શરીરમાંબની જાય. ત્યારે આ કોરોના સામે લડવા માટેનો પણ એક જ ઉપાય છે અને એ છે રસીકરણ (vaccination). 

બોટાદના ૩૮ ગામડાઓમાં ૧૦૦ ટકા રસીકરણ (vaccination) 

vaccination camp in Botad

ત્યારે સરકાર દ્વારા લોકોને રસી આપવા માટે ઘણી બધી મહેનત કરવામાં આવી રહી છે. શહેરથી લઈને ગામો સુધી રસીકરણ (vaccination) માટે કેમ્પ લગાવવામાં આવ્યા છે. જેથી છેવાડાના માનવી સુધી રસી પહોચે, અને કોઈ કોરોનાથી પીડાય નહિ. પણ તેમ છતાય લોકો હજુ પણ લોકો રસી લેવાથી ડરી રહ્યા છે. રસી વિશે ફેલાતી ખોટી અફવાઓના કારણે લોકો રસી નથી લઇ રહ્યા. પણ બોટાદ જિલ્લાએ બીજા જીલ્લા અને ગામો માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Botad district collector tushar sumera

બોટાદ: જીલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ જીલ્લાના ૩૮ ગામડાઓમાં ૧૦૦ ટકા રસીકરણ થયું છે. તો અત્યાર સુધી જીલ્લામાં ૫૫ ટકા રસીકરણ (vaccination) થયું છે. રસીકરણ જીલ્લા કલેકટર (District collector) કચેરીમાં કન્ટ્રોલ રૂમ મારફતે મોનીટરીંગ (Monitoring)  થઇ રહ્યું છે. અને જીલ્લાના તમામ ક્લાસ વન અધિકારીઓને ગામડાઓમાં લોકો રસી લે, તેને લઈ તેમને નોડલ અધિકારીઓ તરીકે નિમણુક કરાઈ છે.

આ પણ વાંચો: સુરત: કાપડ ઉત્પાદન ઉદ્યોગ ઠપ્પ, ૩૦૦થી વધુ વેપારીઓની હાલત દયનીય 

કન્ટ્રોલ રૂમ મારફતે મોનીટરીંગ

Vaccination is being monitored through control room

કોરોના સંક્રમણ સામે સુરક્ષિત રહેવા તેમજ સંક્રમણ અટકાવવા માટે કોરોના પ્રતિરોધક રસી એ જ એકમાત્ર સંજીવની ઇલાજ છે. કોરોના સંક્રમણની સંભવિત ત્રીજી લહેરની પરિસ્થિતિને પહોંચી વળવા અસરકારક રસીકરણ (vaccination) કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ કામગીરી અંતર્ગત કલેક્ટર તુષાર સુમેરાના (Tushar sumer) સીધા નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રસીકરણ કામગીરી માટે જિલ્લાના અધિકારીઓને નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવેલ છે.

સો ટકા રસીકરણયુક્ત જિલ્લાની સંકલ્પનાને સાકાર કરવા બોટાદ  જીલ્લાના તમામ ગામડાઓમાં ક્લાસ વન અધિકારીઓ લોકોને સમજાવી અલગ અલગ બેઠકો કરી અને લોકો રસી લે તેને લઇ જાગૃત કરવામાં આવે છે. તેમજ રસીકરણની તમામ માહિતી માટે કલેકટર કચેરીમાં કન્ટ્રોલ રૂમ (Control room) ખોલવામાં આવેલ છે. જેમાં રોજે રોજ કેટલા લોકો દ્વારા રસી લેવામાં આવી તેને માહિતી એકત્રિત કરે છે. તેમજ જે ગામડાઓમાં ઓછુ રસીકરણ થતું હોઈ ત્યાં નોડલ અધિકારીઓ જઈ બેઠકો કરે છે.

જીલ્લા કલેકટર દ્વારા માહિતી આપતા જણાવેલ કે જીલ્લામાં આજદિન સુધીમાં ૫૫ ટકા રસીકરણ થય ચુક્યું છે અને બોટાદ (Botad) જીલ્લાના ૩૮ ગામડાઓમાં ૧૦૦ ટકા રસીકરણ થય ચુક્યું છે અને મતદાર યાદીના આધારે એક એક લોકોને વેક્સીન લેવા માટે લઈ જવામાં આવે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment