Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / May 18.
Homeન્યૂઝ૧૦૮ની અનોખી સિદ્ધિ

૧૦૮ની અનોખી સિદ્ધિ

108 service
Share Now

છેલ્લા ૬ માસમાં ઇમર્જન્સીમાં એમ્બ્યુલન્સમાં જ ૧૫૦ થી વધું બાળનું અવતરણ

પ્રતિકૂળતા વચ્ચે પ્રસૂતાની સફળ ડીલેવરી સાથે બાળકોને મળ્યું નવજીવન.

એમ્બ્યુલન્સમાં ડીલેવરી માટે સર્જીકલ બ્લેડ, ટુવાલ, ડિસ્પોઝેબલ ગ્લોવ્ઝ, એપ્રન, માસ્ક, કેપ, સ્પંજ સહિતના સાધન સામગ્રીની ખાસ કીટ ઉપલબ્ધ હોય છે.

108 service for child

એમ્બ્યુલન્સની સાયરન વચ્ચે નવજાત બાળકનું મીઠું રુદન જ્યારે માતાને સંભળાય છે ત્યારે તેનું હૃદય પુલકિત બની જાય છે. પોતાની કૂખે જન્મેલા નવજાત બાળકને જોઈ પ્રત્યેક માતાને પરમસુખની અનુભૂતિ થતી હોય છે. રાજકોટ જિલ્લાની આવી ૧૫૦ થી વધુ માતાઓને ૧૦૮ ની ટીમ દ્વારા છેલ્લા ૬ માસમાં ઈમરજન્સીમાં એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતી કરાવીને માતા – બાળકને મોતના મુખમાંથી બચાવી ૧૦૮ ની કામગીરીને દીપાવી છે. આમતો પ્રસૂતા મહિલાઓને ખીલખીલાટ વાન દ્વારા તેમની પ્રસુતિ અને પછીની સારસંભાળ માટે સેવા આપવામાં આવતી હોઈ છે. પરંતુ કેટલાક ઈમરજન્સીના કિસ્સાઓમાં પ્રસૂતા મહિલાઓને લેબર પેઈન ઉપાડતા ૧૦૮ ને ફોન પર જાણ કરવામાં આવે છે. જયારે અન્ય કેટલાક ખાસ કિસ્સાઓમાં હેલ્થ સેન્ટર ખાતેથી મહિલાઓને ઇમર્જન્સીમાં હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવે છે. આવા સમયે ૧૦૮ વાન હોસ્પિટલ પર પહોંચે તે પહેલા જ પ્રસુતાને ડીલેવરી થઈ જતી હોવાનું ઇમરજન્સી એક્ઝિકયુટીવ શ્રી વિરલ ભટ્ટે જણવ્યું છે.

આ પણ જુઓ : તંત્રની વધતી બેદરકારી

જિલ્લાની ૩૧ જેટલી ૧૦૮ વાનમાં જાન્યુઆરી – ૨૦૨૧ થી જૂન માસ સુધીમાં ૧૫૦ થી વધુ મહિલાઓને પ્રસુતિ કરાવી હોવાનું શ્રી વિરલભાઈએ જણાવ્યું છે. આ માટે સ્ટાફને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે. આ ઉપરાંત ૧૦૮ એમ્બ્યુલન્સમાં ડીલેવરી માટે ખાસ સ્ટરીલાઈઝ કરેલી કીટ ઉપલબ્ધ હોઈ છે. જેમાં નાળ કાપવા માટે સર્જીકલ બ્લેડ, ટુવાલ તેમજ, ડિસ્પોઝેબલ ગ્લોવ્ઝ, એપ્રન, માસ્ક, કેપ, મ્યુકસ એક્સટ્રેક્ટર, સ્પંજ સહિતના સાધન સામગ્રી હોઈ છે..
૧૦૮માં પ્રસૂતા મહિલાની ડિલિવરીમાં ક્યારેક કોમ્પ્લિકેટેડ કેસ પણ આવી જતા હોવાનું શ્રી વિરલભાઈ જણાવે છે. સામાન્ય રીતે બાળકના જન્મ સમયે માથું પહેલા બહાર આવે છે પરંતુ કેટલાક કિસ્સામાં બાળક ફરી ગયું હોઈ કે ગળામાં નાળ વીંટળાઈ જાય તે સમયે ટીમ દ્વારા ખાસ ધ્યાન રાખવું પડે છે. અધૂરા માસે પ્રસુતિ જેવા કિસ્સાઓમાં આવા સમયે ઓનલાઇન ડોક્ટર્સની પણ જરૂર પડ્યે મદદ લેવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં જોડિયા બાળકોની પણ ડીલેવરી થતી હોઈ છે. ઈ.એમ.ટી. રાજુભાઈ જણાવે છે કે, બાળકને ઓક્સિજનની જરૂર પડે ત્યારે તેઓને ઓક્સિજન માસ્ક લગાડી કે બ્લો બાય મેથડ દ્વારા હાથેથી ઓક્સિજન આપવો પડે છે. જો કે કોઈપણ સંજોગોમાં ૧૦૮ ના ઈ.એમ.ટી. ના સભ્યો માતા તેમજ બાળકોને સુરક્ષિતા પુરી પાડી એકપણ બાળનું મૃત્યુ થવા દિધુ નથી તેમ શ્રી વિરલ ભાઈએ સગૌરવ જણાવ્યું છે.

108 service for child

108 નાગરિક એપ્લિકેશન સાથે સંકળાયેલા પગલાં

  • 108 ગુજરાત એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો.
  • નોંધણી પ્રક્રિયાને અનુસરો.
  • ખાતરી કરો કે તમારું ઉપકરણ જીપીએસ છે અને 108 સિટિઝન એપ્લિકેશનને કોલિંગ કરતી વખતે ઇન્ટરનેટ કનેક્શન સક્ષમ છે.
  • 108 લgoગો પર ક્લિક કરવા પર, એપ્લિકેશન વપરાશકર્તાની વર્તમાન સ્થિતિ મેળવશે અને તે 108 ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર પર ક .લ કરશે.
  • 108 નાગરિક એપ્લિકેશનથી છબી અપલોડ કરો. ઇમર્જન્સી રિસ્પોન્સ ઓફિસર વપરાશકર્તાની અપલોડ કરેલી છબીઓ જોવા માટે સમર્થ હશે.
  • વપરાશકર્તા બ્લડ બેંકની નજીકની વિગતો અને હોસ્પિટલ વિગતો શોધી શકે છે.
  • કોલિંગ 108 પર, વપરાશકર્તાની હાલની સ્થિતિ 108 ઇમર્જન્સી રિસ્પોન્સસેન્ટરે સ્થાનાંતરિત કરવામાં આવશે જ્યાં ERO, Google નકશામાં વપરાશકર્તાની વર્તમાન સ્થિતિ જોઈ શકશે અને જરૂરિયાત મુજબ તેઓ
  • નજીકની 108 એમ્બ્યુલન્સ મોકલે છે.
  • વપરાશકર્તા એમ્બ્યુલન્સને ટ્રેક કરી શકે છે.
  • વિશેષતાઓ અને સુવિધાઓ પર આધારિત, બ્લડ બેંક અને હોસ્પિટલને પણ વપરાશકર્તા શોધી શકે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment