Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 30.
Homeન્યૂઝરાજસ્થાનમાં કેબિનેટનું વિસ્તરણ, 11 કેબિનેટ અને 4 રાજ્યમંત્રીએ લીધા શપથ

રાજસ્થાનમાં કેબિનેટનું વિસ્તરણ, 11 કેબિનેટ અને 4 રાજ્યમંત્રીએ લીધા શપથ

Rajasthan
Share Now

રાજસ્થાન (Rajasthan)માં કોંગ્રેસ નેતા અશોક ગેહલોત (Ashok Gehlot)ના નેતૃત્વમાં કેબિનેટનું વિસ્તરણ થયું હતુ. રાજ્યપાલે પહેલા હેમારામ ચૌધરીને શપથ લેવડાવ્યા હતા. હેમારામે તેમના મતવિસ્તારની અવગણનાનો આરોપ લગાવતા સરકારથી નારાજ થઈને ધારાસભ્ય પદ પરથી મે મહિનામાં રાજીનામું આપ્યું હતું. બીજા નંબરે મહેન્દ્રજીત સિંહ માલવિયા અને ત્રીજા નંબરે રામલાલ જાટે શપથ લીધા હતા.

Rajasthan માં આ ધારાસભ્ય બન્યા કેબિનેટ મંત્રી

રાજ્યપાલ કલરાજ મિશ્રાએ રાજભવનમાં નવા મંત્રીઓને શપથ અપાવ્યા હતા. કુલ 15 મંત્રીઓએ શપથ લીધા હતા જેમાં 11 કેબિનેટ મંત્રી સામેલ છે. કેબિનેટ મંત્રીઓ તરીકે હેમારામ ચૌધરી, મહેન્દ્રજીત સિંહ માલવીય, રામલાલ જાટ, મહેશ જોશી, વિશ્વેન્દ્ર સિંહ, રમેશ મીણા, મમતા ભૂપેશ બેરવા, ભજનલાલ જાટવ, ટીકારામ જૂલી, ગોવિંદરામ મેઘવાલ, અને શકુન્તલા રાવતે શપથ લીધા હતા.

આ પણ વાંચો: રાજસ્થાન મંત્રીમંડળનો આજે વિસ્તાર, 11 કેબિનેટ અને 4 રાજ્યમંત્રી લેશે શપથ

ઝાહિદા બેગમ, વૃજેન્દ્ર સિંહ ઓલા, રાજેન્દ્ર ગુઢા અને મુરારીલાલ મીણાને રાજ્યમંત્રી પદના શપથ અપાવ્યા હતા. આ સમારોહમાં સીએમ અશોક ગેહલોત અને તેમના મંત્રી પરિષદના હાલના મંત્રી રાજભવન પહોંચ્યા હતા. આ ઉપરાંત એ 15 ધારાસભ્યો પણ બેઠકમાં પહોંચ્યાં જ્યાં પુર્નગઠન હેઠળ મંત્રીમંડળમાં જગ્યા મળી.

Rajasthan કેબિનેટમાં મહિલા મંત્રીઓની સંખ્યા પહોંચી 3 પર

રાજસ્થાનમાં કેબિનેટના વિસ્તાર બાદ તેમાં સામેલ મહિલા મંત્રીઓની સંખ્યા વધીને એકથી 3 થઈ. રાજ્યમંત્રી મમતા ભૂપેશને પ્રમોટ કરીને કેબિનેટ મંત્રી પદ ફાળવવામાં આવ્યું છે. જ્યારે બે નવા ચહેરા શકુંતલા રાવત (બાનસુર) ને કેબિનેટ અને ઝાહિદા ખાન (કામા)ને રાજ્યમંત્રી તરીકે મંત્રી પરિષદમાં સામેલ કરાયા છે.

ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીની ડીસા ખાતે રેલી જુઓ વીડિયો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment