Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 30.
Homeન્યૂઝLRD ની ભરતીમાં 10,459 જગ્યા સામે મળી 12 લાખ અરજી, છેલ્લા દિવસે ભરાયા અધધ… ફોર્મ

LRD ની ભરતીમાં 10,459 જગ્યા સામે મળી 12 લાખ અરજી, છેલ્લા દિવસે ભરાયા અધધ… ફોર્મ

LRD
Share Now

રાજ્યના પોલીસ (Police)વિભાગ દ્વારા લોકરક્ષક કેડર (LRD)ની હથિયારી અને બિન હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10 હજાર 459 જગ્યાઓ માટે ભરતી કરવા માટે ઉમેદવારો પાસે ઓનલાઇન અરજી મંગાવવામાં આવી હતી. લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન (Online)અરજી કરવાની સમયમર્યાદા ગઇકાલે મંગળવારે 9 નવેમ્બરે પૂર્ણ થઈ ગઈ છે. જેમાં અત્યાર સુધી 12 લાખ ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરી છે. જેમાંથી 9.46 અરજીઓ કન્ફર્મ થઇ છે. આ કન્ફર્મેશનમાં 6.92 લાખ પુરૂષ અને 2.54 લાખ મહિલા ઉમેદવારોની અરજી છે. ફી ભરવા માટેની છેલ્લી તારીખ 12 નવેમ્બર છે.

હસમુખ પટેલે LRD ભરતી અંગેની આપી માહિતી

આઈપીએસ અધિકારી હસમુખ પટેલે ટ્વિટ કરીને જણાવ્યુ કે, છેલ્લા દિવસે કુલ 86, 188 અરજી મળી છે. તેમણે ટ્વીટમાં કહ્યું કે, ડેટા પ્રોસેસિંગનું કામ શરૂ થઈ ગયું છે, જેથી ઝડપથી શારીરિક કસોટી શરૂ કરી શકાય. લોકરક્ષક દળના ચેરમેન હસમુખ પટેલ દ્વારા અરજી મામલે ટ્વિટ કર્યા બાદ છેલ્લા બે દિવસથી હજારો યુવાનો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવામાં આવતા વેબસાઇટનું સર્વર ડાઉન થયું હતું. વેબસાઇટ પર સર્વર ડાઉન થવાને પગલે ઘણા ઉમેદવારો અરજીઓ કરી શક્યા નહીં. જેને લઇને અરજી કરવા તારીખ લંબાવવાની માગ પણ ઉઠી છે.

આ પણ વાંચો: LRDની 10 હજાર જગ્યાઓ માટે 11 લાખથી વધુ ફોર્મ ભરાયા, આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ

લોકરક્ષક માટે અરજી કરવાની છેલ્લી તારીખ ગઇકાલે મંગળવારે 9 નવેમ્બર હતી અને ફી ભરવાની છેલ્લી તારીખ 12 નવેમ્બર છે. પરંતુ અંતિમ દિવસોમાં ઓનલાઇન અરજી કરવા માટે ઉમેદવારોનો ઘસારો થતાં સર્વર ડાઉન થઈ ગયું હતું. જેના પગલે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો અરજી કરી શક્યા નથી. જેથી ઘણા લોકો અરજી કરવાની તારીખ લંબાવવાની માગ કરી રહ્યા છે.

LRD ભરતીમાં અત્યાર સુધીમાં કેટલી અરજી આવી

લોકરક્ષક દળની ભરતીમાં અત્યાર સુધી 12 લાખ જેટલી અરજીઓ આવી છે. જેમાં ગઇકાલે મંગળવારે છેલ્લા દિવસે 86 હજાર જેટલા લોકોએ અરજી કરી હતી. જણાવી દઇએ કે, આ વખતે મોટી સંખ્યામાં મહિલા ઉમેદવારો અરજી કરી રહી છે.

ધોરાજી પોલીસે બાઇક ચોરને પકડ્યો જુઓ વીડિયો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment