સંસદના વર્તમાન શિયાળુ સત્રમાંથી વિપક્ષના 12 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (સીપીઆઈ-એમ)ના ઈલામારામ કરીમ, કોંગ્રેસના ફૂલ દેવી નેતામ, છાયા વર્મા, રિપુન બોરા, રાજમણિ પટેલ, સૈયદ નાસિર હુસૈન, અખિલેશ પ્રતાપ સિંહ, તૃણમૂલ કોંગ્રેસના ડોલા સેન અને શાંતા છેત્રી, શિવસેનાના પ્રિયંકા ચતુર્વેદી અને અનિલ દેસાઈ અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના વિનય વિશ્વમનો સમાવેશ થાય છે.
ચોમાસુ સત્ર દરમિયાન થયેલા હોબાળાને કારણે કરાયા સસ્પેન્ડ
ગત ચોમાસુ સત્ર દરમિયાન થયેલા હોબાળાને કારણે આ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ ઉપાધ્યક્ષ હરિવંશની પરવાનગી સાથે આ બાબતને લઈને એક ઠરાવ રજૂ કર્યો હતો, જેને વિરોધ પક્ષોના હોબાળા વચ્ચે ગૃહ દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો. રાજ્યસભામાંથી સસ્પેન્ડ થવા પર શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું છે કે અમારો પક્ષ જાણ્યા વિના જ કાર્યવાહી કરવામાં આવી છે.
The 12 Rajya Sabha MPs have been suspended for indiscipline in the last session of the House.
The House has been adjourned till tomorrow, 30th November
— ANI (@ANI) November 29, 2021
આ પણ વાંચો:રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર, કહ્યું- ચર્ચાથી ડરે છે મોદી સરકાર
સસ્પેન્શન પર સાંસદે શું કહ્યું?
પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે તમે સીસીટીવી ફૂટેજ જોશો તો ખબર પડશે કે પુરુષ માર્શલ મહિલા સાંસદોને માર મારી રહ્યા છે. આ બધું એક તરફ અને તમારો નિર્ણય બીજી તરફ? આ કેવો અસંસદીય વ્યવહાર છે? કોંગ્રેસ સાંસદ છાયા વર્માએ કહ્યું કે આ સસ્પેન્શન અયોગ્ય અને અન્યાયી છે. અન્ય પક્ષોના ઘણા સભ્યોએ પણ હંગામો કર્યો પરંતુ સ્પીકરે મને સસ્પેન્ડ કરી. પીએમ મોદી જે ઈચ્છે છે તે કરી રહ્યા છે કારણ કે તેમની પાસે વિશાળ બહુમતી છે.
કોંગ્રેસના સાંસદ રિપુન બોરાએ કહ્યું કે આ સંપૂર્ણપણે અલોકતાંત્રિક છે. લોકશાહી અને બંધારણની હત્યા છે. અમને બોલવાની તક આપવામાં આવી નથી. આ એકતરફી, પક્ષપાતી, બદલો લેવાનો નિર્ણય છે. વિપક્ષી દળોની સલાહ લેવામાં આવી ન હતી.
વેંકૈયા નાયડુએ એક સમિતિની રચના કરી હતી
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન રાજ્યસભામાં હંગામા દરમિયાન ધાક-મુક્કી કરવાના અને કથિત રીતે ગૃહની મર્યાદાનું ઉલ્લંઘન કરવાના આરોપો બાદ આ મામલાની તપાસ માટે રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ એક સમિતિની રચના કરી હતી. સમિતિની ભલામણોના આધારે આજે આ સાંસદો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થયું છે અને તે 23 ડિસેમ્બર સુધી ચાલુ રહેવાનું છે.
સસ્પેન્ડના નિર્ણયનું ભાજપે કર્યું સ્વાગત
રાજ્યસભામાંથી 12 સાંસદોને સસ્પેન્ડ કરવા પર ભાજપના સાંસદ સુશીલ મોદીએ કહ્યું કે છેલ્લા સત્રના છેલ્લા દિવસે વિપક્ષે જે રીતે હંગામો મચાવ્યો તેવી અરાજકતા મેં મારા સંસદીય જીવનમાં આવી જોઈ નથી. આ એક આવકારદાયક પગલું છે અને જે લોકો નિયમો અને નિયમોનું પાલન નથી કરતા તેમને સંદેશો જવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે, સંસદનું શિયાળુ સત્ર આજે સોમવારથી શરૂ થઈ ગયું છે. પ્રથમ જ દિવસે મોટો હંગામો થયો છે. લોકસભા (Parliament)માં કાર્યવાહી શરૂ થતાની સાથે જ વિપક્ષે હોબાળો મચાવતા પહેલા કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરાઈ હતી. ફરી કાર્યવાહી શરૂ થયા બાદ ફરીથી વિપક્ષે હોબાળો મચાવતા લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરાઇ હતી. પરંતુ આ તમામ વચ્ચે લોકસભામાંથી કૃષિ કાયદા પરત લેવાનું બિલ લોકસભામાં પાસ થઇ ગયુ હતુ. તો લોકસભામાંથી બિલ પાસ થયા બાદ રાજ્યસભામાંથી પણ બિલ પાસ થઇ ગયુ છે. શિયાળુ સત્ર શરૂ થાય તે પહેલા પીએમ મોદી (PM Modi)એ સંબોધન કર્યું હતું.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4