Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝ1250 લોકોએ 24 કલાકમાં તૈયાર કર્યો ભરૂચમાંથી પસાર થતો 2 કિ.મી.નો વડોદરા-મુંબઇ એક્સપ્રેસ હાઈવે, 4 વિશ્વ રેકોર્ડ નોંધાયા

1250 લોકોએ 24 કલાકમાં તૈયાર કર્યો ભરૂચમાંથી પસાર થતો 2 કિ.મી.નો વડોદરા-મુંબઇ એક્સપ્રેસ હાઈવે, 4 વિશ્વ રેકોર્ડ નોંધાયા

Road
Share Now

બે કિ.મી.નો રસ્તાએ રેકોર્ડ સર્જ્યા:1250 લોકોએ 24 કલાકમાં તૈયાર કર્યો ભરૂચમાંથી પસાર થતો 2 કિ.મી.નો વડોદરા-મુંબઇ એક્સપ્રેસ હાઈવે, 4 વિશ્વ રેકોર્ડ નોંધાયા

 • 1 લાખથી વધુ સિમેન્ટની થેલી વાપરી 24 કલાકમાં તૈયાર થયો RCC રોડ
 • 1.50 લાખ લિટર હાઈ સ્પીડ ડીઝલનો ઉપયોગ થયો

Delhi

વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વેનું હાલ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાતના ભરૂચમાં માર્ગના નિર્માણની કામગીરીને લઈ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ચાર રેકોર્ડ નોંધાયા છે. ભરૂચના મનુબર-સાંપા-પાદરા રોડના ભાગ પર 24 કલાકમાં 2 કિમી લાંબા રસ્તાનું નિર્માણ કરાતા રેકોર્ડ નોંધાયા છે.

24 કલાકમાં અલગ અલગ ચાર રેકોર્ડ નોંધાયા

 • પ્રથમ રેકોર્ડ સૌથી વધુ 14641.43 ક્યુબિક મીટર સિમેન્ટ કોન્ક્રીટના ઉત્પાદનનો નોંધાયો
 • બીજો રેકોર્ડ 14527.50 ક્યુબિક મીટર સિમેન્ટ કોન્ક્રિટના ઉપયોગનો નોંધાયો
 • ત્રીજો રેકોર્ડ એક ફૂટ જાડા અને 18.75 મીટર પહોળા એક્સપ્રેસ વેના નિર્માણનો નોંધાયો
 • ચોથો રેકોર્ડ સૌથી વધુ રિજિડ પેવમેન્ટ ક્વોલિટીને સૌથી વધુ વિસ્તારમાં ફેલાવવા માટે સ્થપાયો

ગોલ્ડન બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડના ઓબ્ઝર્વર ડો. મનીષ વિશ્નોઇએ જણાવ્યું હતું કે, સતત 24 કલાક સુધી પેવમેન્ટ ક્વોલિટી કોન્ક્રિંટિંગ મશીન વડે પ્લાનિંગ અને સંવાદિતા સાધીને જ આ કામગીરી શક્ય બની છે. જેના માટે તેની વર્લ્ડ રેકોર્ડસમાં નોંધ લેવાઇ છે. જે હિસ્સામાં આ એક્સપ્રેસ વે બન્યો છે તે મૂળ જમીનથી 15 ફૂટ જેટલી ઊંચાઇએ છે.4 વર્લ્ડ રેકોર્ડની નોંધ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડસમાં કરાઇ છે.

Road

તમામ વર્લ્ડ રેકોર્ડ હાઇવે નિર્માણ, મેન્ટેનન્સની અગ્રણી વડોદરાની કંપની પટેલ ઇન્ફ્રાસ્ટ્રકચર દ્વારા 24 કલાકના સમયગાળામાં કરેલી કામગીરી માટે નોંધાયા છે. આ કામગીરી દેશનો માઇલ સ્ટોન જે સમગ્ર દુનિયા માટે બેન્ચમાર્ક બનશે તેમ પટેલ ઇન્ફ્રાસ્ટ્રકચર લિ.નાં MD અરવિંદ પટેલ એ જણાવ્યુ હતું.ભારતના માર્ગ બાંધકામ ક્ષેત્રે આ ગંજાવર કામ મોટી સિદ્ધિ છે. 15 થી 20 વર્ષમાં તોડી ન શકાય તેવો આ રેકોર્ડ દુનિયામાં માઇલ સ્ટોન છે. લોકો માટે બેન્ચ માર્ક સેટ કરાયો છે. પ્લાન્ટમાં કલાકનો 840 ક્યુબિક મીટર સિમેન્ટ કોન્ક્રિટ તૈયાર થાય છે.

1712 કરોડના ખર્ચે 63 કિમી લાંબા હિસ્સાનું નિર્માણ થશે

દિલ્લી-વડોદરા-મુંબઈ એક્સપપ્રેસ વેના 63 કિમીના ભાગના નિર્માણ માટે પટેલ ઈન્ફ્રાસ્ટ્રકચરને કોન્ટ્રાક્ટ આપવામા આવ્યો છે. જે કરજણના સાપા ગામથી ભરૂચ તાલુકાના નબીપુર કીમ સેકશન સુધી 63 કિમીના માર્ગનું નિર્માણ કરી રહી છે. આ એજન્સીએ બે વર્ષમાં કામગીરી પૂર્ણ કરવાની છે. ત્યારબાદ આગામી 15 વર્ષ સુધી રસ્તાની સારસંભાળ અને સંચાલન કરવાનું રહેશે.

આ પણ વાંચો : ‘કેબીસી 13’માં ‘સંસદ બેઠક’ પર ખોટો સવાલ પુછાયો – અમિતાભ બચ્ચન શો હોસ્ટ કરે છે

લોખંડી મજબૂતી આપવા 62000 ડોવેલ બારનો ઉપયોગ

હાઇવેની મજબૂતી ટકે તે માટે રસ્તો બનાવતા દરમિયાન 2.1 કિલોના 32 એમએમના ડોવેલ બાર (લોંખંડના દંડા) દર 4.5 મીટરે નંખાયા છે. 62 હજાર જેટલા ડોવેલબાર અને ટાઈ બાર આડા અને ઊભા બંને અંતરમાં નંખાયા છે. રસ્તાને લોખંડી મજબૂતી આપવાના ભાગરૂપે તેને નંખાયા હોવાનું કંપનીએ જણાવ્યું હતું.

રસ્તાના રેકોર્ડ માટે 1250 લોકોએ 24 કલાક કામગીરી કરી

 • 115 ટીપર્સ ટ્રક માલસમાન માટે વપરાઇ
 • 300 લોકો મિકેનિકલ વિભાગના કાર્યરત રહ્યાં
 • 250 લોકોએ પ્રોડક્શન યુનિટમાં કામ કર્યું
 • 1,50,000 લિટર એચએસડી (હાઇસ્પીડ ડીઝલ) નો વપરાશ થયો
 • 5,00,000 કિલોગ્રામ બરફનો ઉપયોગ થયો
 • 1,30,000 કિલો ડોએલ બાર-ટી બાર વપરાયા
 • 5000 ટન સિમેન્ટ આ કામગીરીમાં વપરાયો
 • 1500 ટન ફ્લાય એશને મિક્સ કરવામાં આવી
 • 80000 કિલોગ્રામ મિકસરનો ઉપયોગ થયો

Nitin gadkari

શું છે રસ્તાની ખાસિયત?

ગુજરાતમાંથી જે એકસપ્રેસ વે પસાર થવાનો છે અને તેનું નિ્ર્માણ કાર્ય હાલ ચાલી રહ્યું છે. સામાન્ય રસ્તાથી જરા અલગ રીતે જ આ રસ્તાનું નિર્માણ કરાઈ રહ્યું છે. જમીનથી 15 ફૂટ ઊંચાઈ પર નિ્ર્માણ થઈ રહેલા આ રસ્તાનું અલગ અલગ પાંચ તબક્કામાં નિર્માણ કરાઈ રહ્યું છે.

 1. સૌ પહેલા જમીનને સમથળ બનાવવામા આવે છે.
 2. 500 MM સબગ્રેડ મિકસરનું પડ પથરાય છે.
 3. 150 MMનો ગ્રેન્યૂએલ સબ બેઝ બનાવાય છે.
 4. 150 MMનો ડ્રાય લિંક કોંન્ક્રીટને પથરાય છે.
 5. સૌથી છેલ્લે 300 MMનું પેવમેન્ટ ક્વોલિટી કોન્ક્રીટનું સૌથી ઉપરનું પડ (300 MM = 1 ફૂટ)
 6. જમીનથી 15 ફૂટ ઉપર બની રહ્યો છે એક્સપ્રેસ વે

રસ્તાના નિર્માણ માટે 20 કરોડના એક એવા 3 મશીનનો ઉપયોગ

દુનિયાભરમાં એક સાથે 16 મીટર પહોળો એક્સપ્રેસ વે તૈયાર કરવા માટેના કોંક્રિટ લેયર મશીન વપરાય છે. પણ 18.75 મીટર પહોળા રસ્તાનું કામ હોવાથી પટેલ ઇન્ફ્રાસ્ટ્રકચરે 20 કરોડના મશીન જર્મનીથી વિશેષ ઓર્ડર આપીને ખરીદાયું છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment