ઉત્તરાખંડ (Uttarakhand)ની રાજધાની દેહરાદૂન (Dehradun)માં મોટો માર્ગ અકસ્માત (Accident)થયો છે. દેહરાદૂનના ચક્રતા તાલુકામાં બુલહાદ-બૈલા રોડ પર બસ ખીણમાં ખાબકી છે. આ અકસ્માતમાં 13 લોકોના મોત નિપજ્યા છે. તેમજ કેટલાક અન્ય લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતની ઘટનાને લઇને સ્થાનિકો પોલીસ (Police)ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યુ છે.
Uttarakhand: 13 people died, two rescued after a vehicle rolled down a gorge at Bulhad-Baila road in Chakrata, Dehradun district today. pic.twitter.com/jhJYNSQpKI
— ANI (@ANI) October 31, 2021
Uttarakhand ના દહેરાદુનમાં અકસ્માત થતા 1 1ના મોત
દેહરાદુનમાં એક માર્ગ અકસ્માતમાં સર્જાયો છે. જિલ્લાના ચક્રતા તાલુકામાં બુલહાદ-બૈલા રોડ પર બસ ખીણમાં ખાબકી છે. અકસ્માતને પગસે 13 લોકોના મૃતદેહ ખીણમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જો કે ઇજાગ્રસ્તોમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માત એટલો ગંભીર છે કે, તેમાં હજુ પણ મૃત્યુઆંકમાં વધારો થઇ શકે છે.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીર: બસ ખીણમાં પડવાથી 8ના મોત, PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
અકસ્માતમાં લોકો ગંભીર રીતે ઘાયલ
આ અકસ્માતમાં કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. અકસ્માત બાદ નાયબ કલેક્ટર, પોલીસ અને એસડીઆરએફ (SDRF)ની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ખીણમાંથી લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.
બસમાં 25 લોકો સવાર હતા
સ્થાનિક પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, બસ ઓવરલોડ હોવાને પગલે આ અકસ્માત સર્જાયો હોઇ શકે છે. મીની બસમાં 25 લોકો સવાર હતા. મળતી માહિતી મુજબ, જે રૂટ પરથી બસ જઇ રહી હતી, તે રૂટ પર વધુ વાહનો ન જતા હોવાને કારણે એક જ બસમાં 25 જેટલા લોકો સવાર થઈ રહ્યા હતા.
Uttarakhand પહેલા જમ્મુમાં પણ બસ ખીણમાં ખાબકી હતી
ઉલ્લેખનિય છે કે, કેટલાક દિવસ પહેલા જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)માં પણ મોટી દુર્ઘટના ઘટી હતી. થાથરીથી ડોડા જઈ રહેલી એક મિની બસ ખીણમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાંમાં 8 લોકોનાં મૃત્યુ થયાં હતા જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા હતા.
ટ્રેન સાથે સેલ્ફી પડી મોંઘી જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4