રાજ્ય પર ફરી એકવાર વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યુ છે કે શું? છેલ્લા 2 દિવસથી રાજ્યમાં કમોસમી વરસાદ થઇ રહ્યો છે તો ગઇકાલે બુધવારથી અનેક શહેરમાં ભારે પવન પણ ફુંકાયો હતો. ત્યારે આ તમામ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના દરિયા કાંઠાને હવે જવાદ વાવાઝોડું (cyclone)ધમરોળી રહ્યું છે તેવુ લાગી રહ્યું છે. કારણ કે ગીર સોમનાથ (Gir Somnath)ના નવા બંદર ખાતે 15 જેટલી બોટ ડૂબી હોવાના સમાચાર સામે આવ્યા છે. ભારે પવનના કારણે બોટ ડૂબી જતા 10 જેટલા માછીમારો લાપતા થવાની આશંકા છે. ગીર સોમનાથ જિલ્લામાં રાત્રે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાતા બોટ ડૂબ્યાની આશંકા છે. હાલ તો કોસ્ટગાર્ડનું એક હેલિકોપ્ટર અને નેવીના પ્લેન દ્વારા લાપતા માછીમારોની શોધખોળ કરાઇ રહી છે.
Video : @IndiaCoastGuard boats and helicopter appointed to rescue a sinking boat in Una (Gujarat)@DefencePRO_Guj@CMOGuj @Bhupendrapbjp#OTTIndia #rescue #Coastguard #IndianCoastGuard pic.twitter.com/gN4TFZac4a
— OTT India (@OTTIndia1) December 2, 2021
Gir Somnath ની ઘટનામાં ભારે પવન ફુંકાતા બોટ ડૂબી હોવાની શક્યતા
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની ચેતવણી છતાં માછીમારો સમુદ્રમાં માછીમારી કરવા ગયા હતા ! માછીમારી સમયે ભારે પવન ફુંકાતા બોટ ડૂબી હોવાની શક્યતા સેવાઇ રહી છે. જેના પગલે માછીમારો ફસાયા હોય શકે છે.
આ પણ વાંચો: ગુજરાત અને મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી, જાણો તેનુ કારણ
જવાદ વાવાઝોડાને પગલે રાજ્ય પર પણ અસર
હવામાન વિભાગે પાસેથી મળતી માહિતી મુજબ, થાઈલેન્ડ અને તેના આસપાસના વિસ્તારોમાં સવારે દબાણનું વાતાવરણ બનશે. આ દબાણ ક્ષેત્ર આગામી 12 કલાકમાં અંદમાન સાગર સુધી પહોંચવાની શક્યતા છે. તેના બાદ તે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ વધતા 2 ડિસેમ્બરના રોજ દક્ષિણ-પૂર્વ તથા નજીકના ખાડીના મધ્ય ભાગમાં પહોંચી શકે છે. ત્યારબાદ 4 ડિસેમ્બર, શનિવારની સવારે ઉત્તરી આંધ્રપ્રદેશ-ઓરિસ્સાના દરિયાકાંઠે ટકરાવાની શક્યતા છે. આ દબાણને પગલે ઓરિસ્સા (Orissa)ના દરિયા કાંઠે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ વાવાઝોડાની અસરને પગલે 1 ડિસેમ્બરના રોજ ગુજરાત, ઉત્તરીય મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તરી કોંકણમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. તો 2 ડિસેમ્બરના રોજ ગુજરાત, અને ઉત્તરી મધ્ય મહારાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ ભારે વરસાદ થવાની શક્યતા છે.
Gir Somnath ની ઘટના બાદ માવઠાંની રાજ્યને પણ અસર પહોંચશે
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા 1 અને 2 ડિસેમ્બરના રોજ માવઠાંની આગાહી કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણ (Atmosphere)માં પલટો આવવાના છે. જેથી 2 ડિસેમ્બર બાદ ગુજરાતમાં તાપમાન વધુ ગગડી શકે છે. આ દિવસોમાં ખેડૂતોને પાક સુરક્ષિત જગ્યા પર મુકવા હવામાન વિભાગે સૂચન આપી છે. તો આવતીકાલે શુક્રવાર સુધી દરિયો ન ખેડવા માછીમારોને સુચના અપાઈ છે. 2 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદી વાતાવરણ રહેશે. તો સાઉથ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ગામોમાં પણ ભારે વરસાદ રહશે તેવુ હવામાન વિભાગે જણાવ્યું છે. ત્યારબાદ આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધે તો તેમા શંકાને કોઇ સ્થાન નથી.
માછીમારી કરતી બોટો ઝડપાઈ જુઓ વીડિયો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4