Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 20.
Homeન્યૂઝAHEMADABAD: BJP ના 1500 કાર્યકરો ઇશુદાન ગઢવીની હાજરીમાં AAPમાં જોડાયા

AHEMADABAD: BJP ના 1500 કાર્યકરો ઇશુદાન ગઢવીની હાજરીમાં AAPમાં જોડાયા

AHEMADABAD
Share Now

રાજ્યમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઇને પાર્ટીઓ સક્રિય બની ગઇ છે. ભાજપ અને કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી પણ હવે ગુજરાતમાં સક્રિય થઈ છે. આપ ગત્ત કેટલાક મહિનાઓથી સતત નવા કાર્યક્રમો યોજીને લોકો સુધી પહોંચી તથા નવા કાર્યકર્તાઓ જોડવાનું અભિયાન શરૂ કર્યું છે. આ તમામ કાર્યક્રમોમાં મોટી માત્રામાં કાર્યકરો આપમાં જોડાયા હતા. ત્યારે ગત્ત દિવસોમાં અમદાવાદ (AHEMADABAD)ના કુબેરનગર વિસ્તારમાં આવેલા પીકનીક પાર્ટી પ્લોટ ખાતે ભાજપના 1500 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

અમદાવાદ (AHEMADABAD)માં આપ નેતા ઈસુદાન ગઢવીએ નવા કાર્યકર્તાઓને આવકાર્યા

મહત્વનું છે કે આમ આદમી પાર્ટી હાલમાં રાજ્યના અનેક શહેરોમાં જઇ જઇને કાર્યક્રમો યોજી અને પાર્ટીમાં નવા કાર્યકર્તાઓને જોડી રહી છે. ત્યારે અમદાવાદના કુબેરનગર ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી પણ જોડાયા હતા. ઉપસ્થિત કાર્યકરોને સંબોધન કરતા આપ નેતા ઇશુદાન ગઢવીએ જણાવ્યું હતુ કે, “હું ભેમાભાઈને તેમના આ અથાગ પ્રયાસો માટે શુભેચ્છાઓ આપું છું અને જલાભાઇ દેસાઈનું પાર્ટીમાં જોડાવા બદલ સ્વાગત કરું છું. કુબેરનગરથી 1500 જેટલા સત્તાધારી પક્ષના કાર્યકર્તાઓ અમારા સાથે જોડાયા, તેનાથી સ્પષ્ટ છે કે એ વિસ્તારમાં કોઈ પ્રગતિ કે વિકાસના કામ આજ સુધી થયા જ નથી અને એટલે હવે અમને તક મળી છે. આવી જ રીતે આમ આદમી પાર્ટી ગુજરાત રાજ્યના વિકાસ માટે સતત કાર્યરથ રહેશે. આ પ્રસંગે નવા કાર્યકર્તાઓને અભિનંદન આપવા અમદાવાદ શહેરના પ્રમુખ જે. જે. મેવાડા પણ ઉપસ્થિત રહ્યાં હતા.

આ પણ વાંચો: વડગામના અપક્ષ MLA જિજ્ઞેશ મેવાણી આજે કોંગ્રેસમાં જોડાશે

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ચૂંટણી જંગ જીતવા માટે સુરત અને રાજકોટથી કોર્પોરેટર – કાર્યકરોને ગાંધીનગરમાં ઉતાર્યા છે. આ તમામ વચ્ચે આપ પાર્ટીના સ્ટાર પ્રચારક અને દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયા પણ ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીને લઇને પ્રવાસે આવી શકે છે. આ તમામ જાહેરાત આજે પાર્ટી પ્રેસ સંબોધન કરીને આપશે.

આપ તમામ મતદારો સાથે સીધો સંપર્ક કરી રહ્યું છે

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા હાંસિલ કરવા માટે માટે ભાજપ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ મતદારોને મનાવવાના રીઝવવા માટેના મરણિયા પ્રયાસો કરવાના શરૂ કરી દીધા છે. પાર્ટીઓ ડોર ટુ ડોર પ્રચારની સાથે રાત્રી બેઠકો પણ કરી રહી. જણાવી દઇએ કે ગાંધીનગરના રાજકારણમાં આમ આદમી પાર્ટીએ પ્રવેશ તો કરી લીધો છે, રોડ રસ્તાઓ પર પણ પ્રચાર પ્રસાર કરી અને લોકોના દિલ જીતવાના પ્રયાસ કરી રહ્યાં છે, પરંતુ હજુ સુધી આમ આદમી પાર્ટી પાસે જોઈએ તેવા કાર્યકરોની સંખ્યા થઈ શકી નથી. જોકે, તેમ છતાં આમ આદમી પાર્ટી તમામ મતદારો સાથે સીધો સંપર્ક કરી રહી છે.

કોંગ્રેસનું ખાડા બૂરો અભિયાન જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment