Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / November 27.
Homeન્યૂઝબેરોકટોક ચાલી રહી છે બાળમજૂરી? જેતપુરમાં આવેલા કારખાનામાંથી 19 બાળમજૂરોને મુક્ત કરાયા

બેરોકટોક ચાલી રહી છે બાળમજૂરી? જેતપુરમાં આવેલા કારખાનામાંથી 19 બાળમજૂરોને મુક્ત કરાયા

Jetpur
Share Now

જેતપુર (Jetpur)ના કેટલાક કારખાનેદારો પરપ્રાંતીય બાળમજૂરો (child laborers)પાસે મજૂરી કરાવતા હોવા અંગેની માહિતી મળતા બચપન બચાઓ એનજીઓ (NGO)તેમજ એન્ટી હ્યુમન ટ્રાફીકીગ દ્વારા છાપો મારી 19 જેટલાં બાળમજૂરોને મુક્ત કરવામાં આવ્યા છે.

Jetpur ના કારખાનાઓમાંથી 19 બાળમજૂરોને મુક્ત કરાયા

ઔધોગિક નગરી જેતપુરના કારખાના (Factory)ઓમાં બાળ મજૂરો પકડવાવવા હવે રોજીદુ થઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે છેલ્લાં વર્ષમાં 99 જેટલા બાળ મજૂરોને મુક્ત કરાવ્યાં છે, ત્યારે ફરી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ તેમજ બચપન બચાઓ બાતમીના આધારે જેતપુર શહેરના અલગ અલગ વિસ્તારમાં બચપણ બચાઓ એનજીઓ તેમજ એન્ટી હ્યુમન ટ્રાફીકિંગ દ્વારા ઔધોગિક વિસ્તારો જેવા સારંગકાંઠા અને નાવગઢ સહિતના ફિનિશિંગના કારખાનાઓમાં રેડ પાડવામાં આવી હતી. જેમાં 19 જેટલા બાળ મજૂરોને મુક્ત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Junagadh: સક્કરબાગ ઝૂમાં એક સિંહણને ત્યાં પારણું બંધાયું, પાંચ સિંહબાળને આપ્યો જન્મ

મહત્વનું છે કે, શહેરના રામેશ્વર ફિનિશિંગમાંથી 3 બાળકો, મુશકાન ફિનિશિંગમાંથી 16 બાળકો મળી આવ્યા હતા. આ કારખાનાઓમાં રેડ દરમિયાન મળી આવેલા બાળ મજૂરો તેમજ કારખાના માલિકોને શહેર પોલીસ સ્ટેશન (Police Station)લઇ આવવામાં આવ્યા હતા. ત્યારબાદ બાળ મજૂરી કરાવતા તમામ કારખાના માલિકો વિરૂદ્ધ શહેર પોલીસમાં ફરિયાદ (Complaint)નોંધી કાયેદસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ તમામ 19 બાળ મજૂરોને બાળ સંરક્ષણ ગૃહ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.

પાપ છુપાવવા માસુમ પર અત્યાચાર જુઓ વીડિયો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment