Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝઆમ્રપાલી અંડર બ્રીજમાં જાદુ : વગર વરસાદે પાણી આવ્યું

આમ્રપાલી અંડર બ્રીજમાં જાદુ : વગર વરસાદે પાણી આવ્યું

Under bridge
Share Now

સરકારના ભોપાળા છતાં થયા ?

  • આમ્રપાલી અન્ડરબ્રીજમાં વરસાદ વિના પની ટપક્યું
  • દીવાલ તથા છતમાંથી પાણીની ધારા વહેતી થઇ
  • ૬ મહિના પહેલા મુખ્યમંત્રીએ બ્રીજનું લોકાર્પણ કર્યું હતું
  • મહિલા અન્ડરબ્રિજને 20 વર્ષ થયા હોવા છતાં આવી પરિસ્થિતિ સામે આવી નથી : અશોક ડાંગર
  • પાણી ટપકવાની બાબત વિષે OTTIndia એ મેયરને આપી જાગૃતિ
  • આ બ્રિજ રેલવે તંત્ર દ્વારા બનાવામાં આવ્યો છે : મેયર
  • તાત્કાલિક પગલાં લઇ સમસ્યા દૂર કરવામાં આવશે : મેયર

રાજકોટમાં ૬ મહિના પહેલા ૨૧ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવેલા આમરપાલી અંડરબ્રિજની દીવાલો તથા છત પરથી પાણી ટપકી રહ્યું છે. છેલ્લા બે દિવસથી વરસાદ ના પડ્યો હોવા છતાં દીવાલમાંથી પાણીની મોટી ધાર થઇ રહી છે. દીવાલમાં મોટું કાણું પડી ગયું હોવાથી મોટા પ્રમાણમાં પાણી પડી રહ્યું છે. ઉપરાંત વરસાદ વરસ્યો ને બે દિવસ વીતી ચુક્યા હોવા છતાં પાણીના પાટોળા ભરેલા જોવા મળ્યા.

Leakage water

૨૬ જાન્યુઆરી એટલે કે ૬ મહિના પહેલા જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આમરપાલી અન્ડરબ્રીજનું લોકાર્પણ કર્યું છે અને પહેલો વરસાદ થતા જ આ પ્રકારની બાબત સામે આવી છે. જેથી પૂર્વ મેયર અને રાજકોટ કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર સાથે વાત કરતા તેઓએ એવું જણાવ્યું હતું કે, કોંગ્રેસ શાસન દરમિયાન કાલાવડ રોડ પર બનાવામાં આવેલા મહિલા અન્ડરબ્રિજને અંદાજે 20 વર્ષ વીતી ચુક્યા હોવા છતાં આ પ્રકારની ક્ષતિ સામે આવી નથી અને જો ૨૪ કલાક દરમિયાન ૨૪ ઇંચ વરસાદ પડે તો પણ કોઈ ગાબડાં પાડવાની કે પાણી ટપકવાની બાબત સામે આવે તેમ નથી, ત્યારે માત્ર ૬ મહિનામાં જ આ પ્રકરની બાબત સામે આવતા ભ્રસ્ટાચારની બુ આવે છે તેવું જણાવ્યું હતું.

રાજકોટ માટે સૌથી અગત્યનો પ્રોજેક્ટ આમરપાલી અંડરબ્રિજ હતો. ત્યારે પહેલા જ વરસાદ દરમિયાન પાણી ટપકવાની વિગત સામે આવતા રાજકોટ મેયર ડો. પ્રદીપ ડવ સાથે વાત કરતા તેઓએ એવું જણાવ્યું હતું કે આ બ્રિજ રેલવે તંત્ર હસ્તક બનાવવામાં આવ્યો છે અને અમુક સમય માટે આ બ્રિજની જાળવણી કરવાનું કોર્પોરેશન હસ્તક હતું. ત્યારે OTTIndia એ આ બાબતની મેયરને જાણ કરતા તાત્કાલિક પગલાં લઇ પાણી ટપકતું બંધ કરવામાં આવશે અને જાળવણીમાં પૂરતું ધ્યાન આપવામાં આવશે તેવું જણાવ્યું હતું.

પહેલા વરસાદમાં જ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે આ બ્રિજ તાત્કાલિ બનાવામાં આવ્યો હતો જેથી કોઈ ખામી રહી ગઈ કે પછી સરકારના ભોપાળા છતાં થયા – જેવા અનેક સવાલોએ લોકોમાં જોર પકડ્યું છે.

આ પણ જુઓ : પાંચ વર્ષ, આપણી સરકારના કાર્યક્રમ પર ‘આપ’ના આક્ષેપો પર ભાજપના જવાબો

શહેરમાં વધુ 4 નવા બ્રિજ બનાવવા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી

રાજકોટમાં ટ્રાફિક સમસ્યાને ધ્યાને રાખી મનપા દ્વારા વધુ 4 બ્રિજ બનાવવા માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. શહેરના હાર્દસમાં કે.કે.વી ચોક, નાના મવા ચોક , જડ્ડુસ હોટેલ ચોક અને રામદેવપીર ચોક ખાતે બ્રિજ બનાવવા નિર્ણય કરવામાં આવ્યો .છે આ માટે કુલ 716.63 કરોડનો અંદાજીત ખર્ચ આંકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કાલાવડ રોડ સ્થિત કેકેવી ચોક ખાતે પાંચ માળ ઉંચો અને 1152 રનિંગ મિટર લાંબો ઓવરબ્રિજ 97.84 કરોડના ખર્ચે તૈયાર કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.

Leakage water

આમ્રપાલી અંડર બ્રીજથી લોકોને આવન જાવનમાં સહેલાય

બંને બાજુ 4.5 મીટર સર્વિસ રોડ, 6.60 મીટરનો બંને બાજુ બોક્સની અંદર કેરેજ-વે, 6.75 મીટરનો બોક્સની બહાર બોક્સને જોડતો કેરેજ-વે તેમજ વૈશાલીનગર-1 (શાક માર્કેટ તરફ) થી ચુડાસમા મેઈન રોડ(એરપોર્ટ રોડ) તરફ બ્રિજની ઉપરથી જવા માટેની સુવિધા, કિસાનપરા (આરએમસી સોસાયટી) તરફથી શ્રેયસ સોસાયટી (રેસકોર્સ) તરફ બ્રિજની ઉપરથી જવા માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

નાનામવા બ્રિજ માટે રિ–ટેન્ડર થશે

મહાનગરપાલિકાએ નાનામવા ચોકડી 150 ફૂટ રિંગ રોડ ઓવરબ્રિજ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા કરી હતી. જેમાં માત્ર એક જ એજન્સીએ ટેન્ડર ભર્યું હોવાથી મનપાના અધિકારીઓએ રિ–ટેન્ડર કરવા માટેની દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનર સમક્ષ મોકલી છે. નાનામવા ચોકડી ખાતે 132 રનિંગ મીટર ચાર માર્ગીય ઓવરબ્રિજ બનાવવા માટે મનપાએ 30 કરોડ રૂપિયાનું એસ્ટિમેટ તૈયાર કર્યું હતું. 3 મેના રોજ ટેન્ડરની બીડ ખોલતા મંગલમ નામની એક જ એજન્સીએ બ્રિજના કામમાં રસ લીધો હોવાથી મનપા હવે રિ–ટેન્ડર પ્રક્રિયા કરશે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment