Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / July 2.
Homeન્યૂઝआज पहली तारीख है : આજથી બદલાશે આ 7 નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

आज पहली तारीख है : આજથી બદલાશે આ 7 નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

Monthly Rule Changes
Share Now

અમદાવાદ : દર મહિનાની પહેલી તારીખથી દેશમાં અમુક નિયમો (Monthly Rule Changes) બદલાઈ જાય છે જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડે છે. આજથી એટલે કે ઓક્ટોબર મહિનાની પહેલી તારીખ(1st October Rule Change)થી સાત નિયમોમાં ફેરફાર (Monthly Rule Changes) થવાના છે. જેની અસર તમારા રોજિંદા જીવન પર પડશે. નવા નિયમ લાગુ થવાથી નાણાકીય, બેન્કિંગ અને શેર માર્કેટ સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર થશે. તેમાં ઓટો ડેબિટ, બેન્કોની ચેકબુક (Cheque Book), લીકર સાથે જોડાયેલ નિયમો જેવી બાબતો શામેલ છે. આવો તમને જણાવીએ આ નિયમો બાબતે…

1st October Rule Change

1: ઓટો ડેબિટ – ગ્રાહકો પાસેથી લેવી પડશે મંજૂરી

1 ઓક્ટોબરથી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI પેમેન્ટ સિસ્ટમમાં મોટો ફેરફાર કરી શકે છે. RBI ઓટો ડેબિટ પેમેન્ટ સિસ્ટમ (Auto debit payment system)ના નિયમોને પહેલાથી વધુ સુરક્ષિત કરી શકે છે. નિયમોની અસર બેન્ક અને મોબાઈલ વોલેટ જેવા કે Paytm, ફોનપે, ફ્રીચાર્જ જેવા ડિજિટલ પ્લેટફોર્મ્સ (Digital Payment Platforms) પર પડશે. હવે તેને દરેક વખતે હપ્તા કે બિલ પેમેન્ટ માટે પહેલા યૂઝર્સ અથવા ગ્રાહક પાસેથી મંજૂરી મેળવવાની રહેશે. RBIએ કહ્યું કે, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, યૂનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) અથવા અન્ય પ્રીપેડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ્સ (PPI)નો ઉપયોગ કરનાર રિકરિંગ ટ્રાન્ઝેક્શન માટે વધારાના ફેક્ટર ઓથોન્ટિકેશન (AFA)ની જરૂર રહેશે અને આ નિયમ 1 ઓક્ટોબરથી લાગુ થઈ શકે છે.

આ પણ વાંચો : International Coffee Day: શું કોફી લવર્સને ખબર છે? કે કોફીમાંથી પણ પેઈન્ટિંગ બને છે

અત્યાર સુધી ડેટ પર બેન્ક અને મોબાઈલ વોલેટ ઓટોમેટિક ખાતામાંથી પૈસા કાપી લેતા હતા અને પૈસા કપાયાનો SMS ગ્રાહકો પાસે આવી જતો હતો. હવે એવું નહિં થાય. હવે પહેલા ઓટો ડેબિટ અથવા કપાતા હપ્તા કે બિલ પેમેન્ટ (Bill Payment)નો મેસેજ પહેલા આવશે. દર વખતે બેન્ક અને મોબાઈલ વોલેટ (Mobile Vallet)ને તેની મંજૂરી લેવાની રહેશે. તેણે પોતાની સિસ્ટમમાં ફેરફાર કરવાનો રહેશે અને દર વખતે પરમિશન મેળવ્યા પછી જ પૈસા કપાશે. તે ઓટોમેટિક પૈસા નહિં કાપી શકે.

1st October Rule Change

2:ચેકબુક થઈ જશે બંધ – આ ત્રણ બેન્કોના ગ્રાહકો પર પડશે અસર

જો તમે પણ ઓરિએન્ટલ બેન્ક (Oriental Bank – OBC), અલાહાબાદ બેન્ક (Allahabad Bank) અને યૂનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા (United Bank Of India – UBI)ના કસ્ટમર્સની 1 ઓક્ટોબરથી આ બેન્કોની જુની ચેકબુક બેકાર થઈ જશે. આવું એટલા માટે કેમ કે ઓરિએન્ટલ અને યૂનાઈટેડ બેન્કનું મર્જર પંજાબ નેશનલ બેન્ક (Punjab National Bank – PNB)માં 1 એપ્રિલ 2020ને થઈ ગયું છે. હવે બેન્કની જુની ચેકબુક અથવા પાસબુક 1 ઓક્ટોબરથી માન્ય નહિં રહે.

પંજાબ નેશનલ બેન્ક (PNB)એ ટ્વીટ કરીને જણાવ્યું કે, 1 ઓક્ટોબરથી OBC અને UBI બેન્કની જુની ચેકબુક પેમેન્ટ અથવા બેન્કમાંથી પૈસા ઉપાડવા માટે નહિં ચાલે. તેમણે જલ્દી જ પોતાની નવી ચેક બુક મંગાવવી પડશે. જેની પાસે પણ જુની ચેકબુક છે તેણે બદલવાની રહેશે. હવે નવી ચેકબુક PNBના નવા IFSC Code અને IMCR નંબર સાથે આવશે. નવી ચેકબુક તમે બેન્ક બ્રાન્ચ જઈને લાવી શકો છો. ગ્રાહક ઓનલાઈન પણ અરજી કરી શકે છે. તમે ઈન્ટરનેટ અથવા મોબાઈલ બેન્કિંગ દ્વારા પણ ઓનલાઈન ચેકબુક માટે અપ્લાય કરી શકો છો.

આ પણ વાંચો : અંબાણીનો એક્કો: સતત 10મા વર્ષે ભારતના સૌથી વધુ ધનિક, અદાણીની સંપત્તિ સૌથી ઝડપી વધી

 PM Kisan Samman Nidhi

3: PM Kisanમાં કરાવવું પડશે રજીસ્ટ્રેશન

જો તમે પીએમ કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi)ના ડબલ પૈસા ઉઠાવવા માંગતા હોય તો આ કામ તમારે ફટાફટ કરવું પડશે. ત્યાર બાદ હવે હપ્તો આવશે તો બધાને 2,000 રૂપિયા મળશે, 4000 રૂપિયા આપવામાં આવશે. આગામી 3 દિવસમાં રજીસ્ટ્રેશન (Registration) કરાવી લેજો જેથી તમને 4000 રૂપિયા મળી શકે. હકીકતમાં, પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ જો તમે રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો 30 સપ્ટેમ્બર સુધી કરાવી લેજો. જેથી તમને 4000 રૂપિયા મળે. ખેડૂતોને સતત બે હપ્તા મળવાના છે. જો તમારી એપ્લીકેશન (Online Application) સ્વીકારવામાં આવે તો ઓક્ટોબર કે નવેમ્બરમાં તમને 2000 રૂપિયા મળી જશે. ત્યાર બાદ ડિસેમ્બરમાં પણ 2000 રૂપિયાનો હપ્તો તમારા બેન્ક એકાઉન્ટ (Bank Account)માં આવી જશે.

4: LPG ગેસ સિલિન્ડર – ભાવમાં વધારો

દર મહિનાની પહેલી તારીખે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ LPG ગેસ સિલિન્ડરના નવા ભાવ નક્કી કરે છે. દર વખતે રાંધણ ગેસ સિલિન્ડર અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધે છે.

pension rule change from 1st October

5: પેન્શન – જમા કરાવવું પડશે જીવન પ્રમાણ પત્ર

1 ઓક્ટોબરથી 80 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના પેન્શન ધારકોને ડિજિટલ પ્રમાણપત્ર જમા કરાવવાની સુવિધા મળશે. તેના માટે 30 નવેમ્બર 2021 સુધીનો સમય આપવામાં આવ્યો છે. સર્ટિફિકેટ પોસ્ટ ઓફિસના જીવન પ્રમાણ પત્ર (Life Certificate) કેન્દ્રોમાં જમા કરાવવાનું રહેશે. લાઈફ સર્ટિફિકેટ તેના જીવિત હોવાનો પુરાવો હોય છે.

આ પણ વાંચો :ચીને ૪૨ દેશને દેવાના ડુંગર તળે દબાવ્યા

6: પગાર – 10 ટકા કરવું પડશે રોકાણ

એસેટ મેનેજમેન્ટ કંપનીઓમાં કામ કરતા જૂનિયર કર્મચારીઓને મ્યુચ્યુઅલ ફંડ (Mutual Fund)ના એકમમાં પોતાની ગ્રોસ સેલેરીના 10 ટકા હિસ્સો રોકાણ (Investment) કરવા પડશે. સેબીનો આ નિયમ (Monthly Rule Changes) 1 ઓક્ટોબરથી લાગુ પડશે.

Liquor Shop

7: બંધ થઈ જશે શરાબની દુકાન

દેશની રાજધાની દિલ્હીમાં આગલા મહિનાથી પ્રાઈવેટ દારૂની દુકાનો (Alcohol Outlets) બંધ થઈ જશે. એક ઓક્ટોબરથી 16 નવેમ્બર વચ્ચે એટલે કે 45 દિવસમાં ફક્ત સરકારી દુકાનો પર જ દારૂ વેચવામાં આવશે. તેનાથી દિલ્હીમાં શરાબનું સંકટ (Liquor Crisis) પેદા થવાની શક્યતા છે. હકીતકતમાં, નવી લીકર પોલિસી (New Liquor Policy) લાગુ થવાને કારણે એક ઓક્ટોબરથી ફક્ત સરકાર દ્વારા સંચાલિત શરાબની દુકાનો ખુલ્લી રહેશે અને પ્રાઈવેટ શરાબની દુકાનો 16 નવેમ્બર સુધી બંધ રહેવાની છે.

આ પણ વાંચો  : થિયેટર્સ ખૂલતાની સાથે જ આ બ્લોકબસ્ટર ફિલ્મોની લાગશે લાઈન

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment