Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeન્યૂઝગુજરાતમાં સરકારી નોકરી મેળવનાર પ્રથમ ટ્રાન્સજેન્ડર બની ‘દિવ્યા કુંવર’

ગુજરાતમાં સરકારી નોકરી મેળવનાર પ્રથમ ટ્રાન્સજેન્ડર બની ‘દિવ્યા કુંવર’

Transgender In Gujarat
Share Now

આણંદ: દેશમાં પુરુષ અને સ્ત્રીઓનું સામ્રાજ્ય દરેક ક્ષેત્રમાં જોવા મળે છે, જ્યારે ત્રીજી જાતિના લોકોની સમાજમાં અવગણના થતી હોવાના અનેક બનાવો સામે આવતા રહે છે. એવામાં આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના એક કિન્નરે (Transgender In Gujarat) આત્મનિર્ભર બનીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

“ના નર-ના નારી” એવા ત્રીજી જાતિના ટ્રાન્સજેન્ડર દિનેશભાઈ બારોટ ઉર્ફે દિવ્યા કુંવરે પોતાના અથાક પ્રયત્નો થકી ગ્રામ સેવકની પરીક્ષા પાસ કરીને આગવી ઓળખ ઉભી કરી છે. આણંદ જિલ્લામાં સૌ પ્રથમ વખત એક કિન્નર દ્વારા પેટલાદ તાલુકામાં ગ્રામ સેવક તરીકેની નોકરી મેળવીને સમગ્ર કિન્નર સમાજમાં એક ઉત્તમ દાખલો બેસાડ્યો છે. ગુજરાતમાં કોઈ કિન્નર (Transgender In Gujarat) સરકારી નોકરી કરતો હોય, તેવો આ પ્રથમ કિસ્સો છે.

આ પણ જુઓ:  કિન્નર ગ્રામ સેવક

એગ્રોનોમી ખેતીમાં સ્નાતક સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ દિનેશભાઈમાં શારીરિક બદલાવ આવવા લાગ્યો હતો. શારીરિક બદલાવ સાથે શરીરના કદમાં સતત બદલાવ થતાં દિનેશભાઈની જિંદગી બદલાઈ ગઈ. સુરત જિલ્લાના વરાછા સ્થિત નારણભાઈ દેસાઈ ગાંધી વિદ્યાપીઠમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. આખરે તેમાં સફળતા પ્રાપ્ત કરીને પછી ગ્રામ સેવક તરીકેની નોકરી મેળવી.

આ પણ વાંચો:  શું મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપનું ફરીથી થઈ શકે છે ગઠબંધન?

જણાવી દઈએ કે, પેટલાદ શહેર ખાતે કિન્નર સમાજના ધર્મગુરુ ભગવતી કુંવર પાસેથી દિનેશભાઈએ દિક્ષા લઈને તેમના માર્ગ દર્શનમાં કિન્નર તરીકે નવું નામ દિવ્યા કુંવર ધારણ કર્યું હતું. જે બાદ ઓળખના નામ-પુરાવામાં તમામ સુધારા વધારા કરાવ્યા હતા. આજે ગ્રામ સેવકની સરકારી નોકરીમાં પોતાની કિન્નર તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરીને સમાજમાં એક આગવો દાખલો બેસાડ્યો છે.

Transgender In Gujarat

સુપ્રીમ કોર્ટે પણ માન્યતા આપી

ઉલ્લેખનીય છે કે, આપણાં સમાજનું એક અંગ કિન્નર સમુદાય પણ છે. જેને સર્વોચ્ચ અદાલતે તૃતિય લિંગ તરીકે માન્યતા પણ આપી છે. આ ત્રીજા લિંગ, જેને આપણે હિજડા, કિન્નર અને પાવૈયા જેવા વગેરે નામોથી પણ ઓળખીએ છીએ. કિન્નરનું અસ્તીત્વ અનાદી કાળથી ચાલતુ આવ્યું છે. કિન્નર સમાજ અને સરકાર દ્વારા પણ અથાક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે, તેમને પણ સમાજમાં અન્ય વર્ગની જેમ જ સમ્માન મળે. તેમને પણ તમામ અધિકારો મળે, જે સમાજના અન્ય વર્ગના લોકોને મળી રહ્યાં છે.

દિનેશમાંથી દિવ્ય કુંવરે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ત્રીજી જાતિ તરીકે સફળતા મેળવી ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું છે. જેણે સમાજની સંકુચિત માનસિક્તાની દિવાલને તોડવાનું કામ કર્યું છે. જો સરકાર આવી રીતે જ ટ્રાન્સજેન્ડરો પર વધારે ધ્યાન આપે, તો કિન્નરોમાં છૂપાયેલી શક્તિઓ બહાર આવી શકે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment