Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / June 25.
Homeન્યૂઝભારતમાં Omicron Variant ની એન્ટ્રી, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 2 કેસની પુષ્ટિ કરી

ભારતમાં Omicron Variant ની એન્ટ્રી, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 2 કેસની પુષ્ટિ કરી

Omicron
Share Now

ભારતમાં કોરાનાના નવા વેરિએન્ટની એન્ટ્રી થઇ ગઇ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બે કેસની પુષ્ટિ કરી છે. આ બંને કેસ કર્ણાટકમાંથી સામે આવ્યા છે. જણાવી દઇએ કે, દક્ષિણ આફ્રિકાથી ભારત આવતા પ્રવાસીઓની તપાસ કરવામાં આવતી હતી. તેવામાં ગત્ત દિવસોમાં જ કર્ણાટકમાં બે લોકો પોઝિટિવ મળી આવ્યા હતા, ઓમિક્રોન વેરિએન્ટના જીનોમ સિક્વન્સિંગ બાદ પુષ્ટિ થઇ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે આ માહિતી આપી છે.

Omicron નો કહેર, 29 દેશમાં કેસ નોંધાયા

જણાવી દઇએ કે, કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન (Omicron)નો કહેર દિવસેને દિવસે સતત વધી રહ્યો છે. દક્ષિણ આફ્રિકામાં આ વેરિએન્ટની ઓળખ થયા બાદ આ વેરિએન્ટ દેશના ઘણા વિસ્તારોમાં પહોચ્યો છે. હવે 29 દેશોમાં કોરોનાનો નવો વેરિએન્ટ એમિક્રોનના 373 કેસ નોંધાયા છે.  સરકારે આ અંગે કહ્યું હતું કે, નવો વેરિયન્ટ ડેલ્ટાથી 5 ગણો ઝડપથી ફેલાય છે.

કેન્દ્ર સરકારે ઓમિક્રોનના પગલે કેટલાક દેશોની યાદી બહાર પાડી

ઓમિક્રોન વેરિએન્ટના પગલે કેન્દ્ર સરકારે કેટલાક દેશોની યાદી બહાર પાડી છે. આ યાદીમાં યુરોપિયન દેશો, બ્રિટન, આફ્રિકા, બ્રાઝિલ, બોત્સ્વાના, ચીન, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપોર, હોંગકોંગ અને ઈઝરાયેલ જેવા દેશોનો સમાવેશ થાય છે. આ દેશોમાંથી આવતા લોકોએ 2-4 અને 7માસ દિવસે RTPCR ટેસ્ટ કરાવવો પડશે. નેગેટિવ આવ્યા બાદ મુસાફરોએ 7 દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે.

Omicron ના કહેરના પગલે એરપોર્ટ પર કરવામાં આવે છે મુસાફરોનો ટેસ્ટ

દિલ્હી, મુંબઇ સહિત ઘણા એરપોર્ટ પર કોરોના ટેસ્ટની સુવીધા વધારી દેવામાં આવી છે, આ સાથે અધિકારીઓને એલર્ટ રહેવા નિર્દેશ આપ્યા છે. રાજધાની દિલ્હી સ્થિત લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલના એમ.ડી ડૉ. સુરેશ કુમારે જાણકારી આપી કે, એરપોર્ટથી કુલ 6 દર્દીઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જેમાંથી 4 દર્દીની તપાસ આરટીપીસીઆર દ્વારા કરવામાં આવી છે, જ્યારે બે શંકાસ્પદ છે.

નવી જાણકારી કઇ રીતે મળશે

ડૉ. સુરેશ કુમારે જણાવ્યું કે, અમે બીજી વખત તેમનો આરટીપીસીઆર ટેસ્ટ કર્યો છે, જેમાં જીનોમ સિક્વન્સિંગ દ્વારા જાણકારી મેળવવામાં આવશે કે, નવા વેરિએન્ટની અસર તો નથી ને. આ પહેલા મુંબઇ એરપોર્ટ પર ગત્ત કેટલાક દિવસોમાં હાઇ રિસ્કવાળા દેશમાંથી લોકો આવ્યા છે, તેની જાણકારી એકઠી કરી અને તેના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, જેમાંથી 5 લોકો કોરોના પોઝિટિવ સામે આવ્યાની જાણકારી મળી છે.

આ પણ વાંચો: Maharashtra: ભિવંડીમાં 67 વૃદ્ધ કોરોના પોઝિટિવ

પીઆઇબી પાસેથી મળતી માહિતી અનુસાર 1 ડિસેમ્બરના રોજ સાંજે 4 કલાકે હાઇ રિસ્ક દેશથી 11 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ અલગ-અલગ એરપોર્ટ પર પહોંચી હતી. જેમાં સવાર કુલ 3476 મુસાફરોમાંથી 6 મુસાફર કોરોના પોઝિટિવ આવ્યા હતા. જેને ક્વોરેન્ટિન કરવામાં આવ્યા છે.

અમેરિકામાં Omicron નો પ્રથમ કેસ નોંધાયો

આ સિવાય અમેરિકામાં એમિક્રોનનો પ્રથમ કેસ સામે આવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિના મુખ્ય તબીબી સલાહકાર ડૉ. એન્થોની ફૌચીએ જાણકારી આપી છે કે, કેલિફોર્નિયાથી પરત ફરેલા એક વ્યક્તિમાં લક્ષણ જોવા મળ્યા છે. આ તમામ વચ્ચે મહત્વની વાત એ છે કે, સંક્રમિત વ્યક્તિએ કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા છે. આ પહેલા સાઉદી અરબમાં આફ્રીકાથી પરત ફરેલા એક વ્યક્તિમાં નવો વેરિએન્ટ જોવા મળ્યો હતો.

નવા વેરિએન્ટ પર સરકાર એલર્ટ જુઓ વીડિયો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment