Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 27.
Homeન્યૂઝધારાસભ્યોની ગ્રાન્ટને લઈને ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય

ધારાસભ્યોની ગ્રાન્ટને લઈને ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય

2 crore grant
Share Now

ગુજરાત રાજ્યનું નવું મંત્રીમંડળ બન્યા પછી એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. (state government) રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના ધારાસભ્યોની ગ્રાન્ટમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. શહેરી વિસ્તારમાં આવતાં 35 ધારાસભ્યોની ગ્રાન્ટમાં 2 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. વર્ષ 2021-22માં ધારાસભ્યની મળતી ગ્રાન્ટમાં રોડ અને રસ્તાના કામ થાય માટે (2 crore grant) 2 કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ગ્રાન્ટનો ઉપયોગ રોડ અને રસ્તાના સમારકામ માટે વાપરવાનો રહેશે. 35 શહેરી ધારાસભ્યોને માર્ગ અને મકાન વિભાગમાંથી 70 કરોડની ગ્રાન્ટ (2 crore grant) ફાળવવામાં આવી છે.

શહેરી MLA દીઠ 2 કરોડની વધુ ગ્રાન્ટ

ગુજરાતના શહેરી મત વિસ્તાર ધરાવતા 35 જેટલા ધારાસભ્યો માટે રાજ્ય સરકારે તિજોરીના દ્વારા ખૂલ્યા છે. આ દ્વાર ખુલતાની સાથે જ લાગે છે કે, લોકોને રસ્તા સારા મળશે. માર્ગ મરામત અને વિકાસના કાર્યો હાથ ધરી શકે તે હેતુથી MLA દીઠ 2 કરોડથી વધુ ગ્રાન્ટ ફાળવવા ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગે નિર્ણય લીધો છે. આ ગ્રાન્ટ ફાળવાથી શહેરના રસ્તા ચોમાસામાં ધોવાયા બાદ ફરી ચકાચક થશે. મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવેલી દરખાસ્તનો હકારાત્મક પ્રતિસાદ આપતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓના જીવના જોખમે શિક્ષણ જુઓ વીડિયો

માર્ગ મરામત મહા અભિયાનનો પ્રતિસાદ

ચોમાસાના અંતમાં ગુજરાત સરકારે શરૂ કરેલા માર્ગ મરામત મહા અભિયાનને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. ગુજરાત ભરમાં 1થી 10 ઓક્ટોબર સુધી માર્ગ મરામત મહાઅભિયાન અંતગર્ત ખરાબ રસ્તાને થિગડા મારવા અનેક ફરિયાદો આવી હતી. સરકારી આંકડા મુજબ ભારે વરસાદના કારણે અનેક રોડ રસ્તાઓમાં મોટા ખાડા પડ્યાં હતા, જેમાં 30 હજાર ફરિયાદો મળી હતી.

આ પણ વાંચો:ડ્રગ્સનું વેચાણ કરનારાની ખેર નથી, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નાર્કો રિવૉર્ડ પોલિસી કરી જાહેર

માર્ગ-મકાન મંત્રાલયના મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, 90 ટકા જેટલું કામ થઈ ગયું છે. સરકારી આંકડા મુજબ લભગભ 23000 જેટલા રોડ રસ્તાનું પેચવર્કનું કામ પૂરું કરવામાં આવ્યું છે તો અન્ય બાકી કામો પુરઝડપે થઈ રહ્યા હોવાનો માર્ગ મકાન વિભાગ દાવો કરી રહ્યું છે. મહત્વનું છે અભિયાનના શરૂઆતના દિવસોમાં પ્રત્યેક દિવસે 7000 હજારથી વધુ ફરિયાદ વિભાગને આવતી હતી. જેમાં હવે મોટો ઘટાડો થઈ 1400ની આસપાસ ફરિયાદો મળી રહી છે. સરકારે ધારાસભ્યોને રસ્તાઓ બનાવવા માટે 2 કરોડ રૂપિયા વધારે ફાળવ્યા છે. આ બે કરોડથી જનતા માટે સારા રોડ બનાવશે.   

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment