Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeન્યૂઝદ્વારકા: કલ્યાણપુર તાલુકામાં વિચિત્ર ઘટના સામે આવી, વીજ કરંટ લાગતા બેના મોત

દ્વારકા: કલ્યાણપુર તાલુકામાં વિચિત્ર ઘટના સામે આવી, વીજ કરંટ લાગતા બેના મોત

Devbhoomi Dwarka
Share Now

દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka)જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં એક વિચિત્ર અકસ્માત (Accident)ની ઘટના સામે આવી છે. જેમાં વીજ-કરન્ટ લાગતાં 2 વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચાસલાણા ગામે વીજપોલ પર રિપેરિંગ કરતા યુવાનને વીજ કરંટ (Electric current)લાગતાં તેને બચાવવા ગયેલા યુવકનું પણ વીજ કરંટ લાગતાં મોત થયું હતું. 

Devbhoomi Dwarka ની ઘટનામાં એકને બચાવવાની લ્હાયમાં બીજાનું પણ મોત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચાસલાણા (Chaslana)ગામે 30 વર્ષીય યુવાન ઇલેક્ટ્રિક પોલ (Electric pole)પર કામ કરી રહ્યો હતો. તે દરમિયાન તે અકસ્માતે એંગલ પર ચોંટી ગયો હતો, આ દ્રશ્ય જોઇ નીચે ઉતારવા જતા અન્ય 47 વર્ષીય યુવાનને પણ કરંટ લાગતાં બંનેનાં મોત થયાં હતાં.

આ પણ વાંચો: મહેસાણા: સતલાસણા પાસે સ્કોર્પિયો કાર કૂવામાં ખાબકી, મહિલા અને એક બાળકનું મોત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ચાસલાણા ગામે ખેતર (Farmer)માં સબ-સ્ટેશન પર રિપેરિંગ કામગીરી કરવા જતી એક વ્યક્તિને વીજ-કરન્ટ લાગ્યો હતો. ત્યારબાદ બીજો વ્યક્તિ તેને બચાવવા જતાં તેને પણ વીજ-કરન્ટ લાગતાં 2 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ સમગ્ર બનાવ અંગેની કલ્યાણપુર પોલીસ (Police)ને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા.

ખેડૂતોની વીજ માંગ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment