Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝકલમ 370 રદ્દ કર્યા બાદ કાશ્મીરમાં કેટલા લોકોએ જમીન ખરીદી? સરકારે આપી માહિતી

કલમ 370 રદ્દ કર્યા બાદ કાશ્મીરમાં કેટલા લોકોએ જમીન ખરીદી? સરકારે આપી માહિતી

Share Now

કેન્દ્ર સરકારે (Central government) 5 ઓગસ્ટ, 2019 ના રોજ જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)માંથી કલમ 370 ને રદ્દ કરી હતી. જેની લોકો લાંબા સમય સુધી રાહ જોઇ રહ્યા હતા. કેન્દ્રની મોદી સરકારે આ દિવસે કલમ 370 સાથે 35A ને પણ રદ કરી હતી. જેના પગલે કેન્દ્રના આ નિણયનો મોટા ભાગના લોકોએ આવકાર્યો હતો. કારણ એ છે કે કાશ્મીર (Kashmir)માંથી 370 અને 35A રદ્દ થયા બાદ જનતા હવે ત્યાં જમીનની ખરીદી કરી શકશે, પરંતુ તમને નવાઇ લાગશે કે આ પાસુ એકદમ ઉલટુ પડ્યુ છે. જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)માંથી કલમ 370 અને 35A કલમ દુર થયાને આજે બે વર્ષ પુર્ણ થયા છે. તે દરમિયાન કહેવા પુરતા લોકોએ કાશ્મીર (Kashmir)માં જમીન (Land) ખરીદી છે.

મહત્વનું છે કે 5 ઓગષ્ટ એ દેશ માટે એ અહમ દિવસ કહેવાય. તે દિવસને ઇતિહાસના પન્ના સાથે જોડાશે. કેન્દ્ર સરકારે 5 ઓગષ્ટ 2019 ના રોજ જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)માંથી કલમ 370 અને 35A રદ્દ કરી હતી, તે સમયે સોશિયલ મીડિયામાં કેટલીક પોસ્ટ વાયરલ થઇ હતી કે લોકલ નાગરિક પણ કાશ્મીરમાં આસાનીથી જમીન ખરીદી (Land) કરી શકશે. આ તમામ વચ્ચે કેન્દ્ર સરકારે (Central government) આ અંગેની માહિતી આપતા જણાવ્યું કે માત્ર 2 લોકોએ જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)માં જમીન (Land) ખરીદી છે. કેન્દ્ર સરકારે ખુદ આ માહિતી આપી છે.  

લોકસભામાં જવાબ આપ્યો

મળતી માહિતી મુજબ ગઇકાલે મંગળવારે 10 ઓગસ્ટના રોજ કેન્દ્ર સરકારને સંસદ (Parliament)માં પૂછવામાં આવ્યું હતુ કે કલમ 370 હટાવ્યા બાદ બહારના કેટલા લોકોએ જમ્મુ અને કાશ્મીરમાં જમીન ખરીદી છે. આ અંગે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે (Nityanand rai) લેખિત જવાબ આપ્યો હતો. મંત્રિ (Minister)એ લેખિત જવાબ આપતા સદનમાં કહ્યું હતુ કે, જમ્મુ અને કાશ્મીરના વહીવટ મુજબ, ઓગસ્ટ 2019 થી અત્યાર સુધી, બહારના બે લોકોએ કેન્દ્રશાસિત પ્રદેશ (Union Territory) જમ્મુ અને કાશ્મીરમાં જમીન ખરીદી છે, હવે લોકો અથવા સરકાર જમ્મુ અને કાશ્મીરમાં જમીન (Land) ખરીદવા માટે કોઈ પણ પ્રકારની મુશ્કેલ પ્રક્રિયાનો સામનો કરી રહી નથી.

જો કે, હજુ સુધી એ અંગે જાણી શકાયું નથી કે જમીનની ખરીદી માટે કેટલી અરજીઓ જમ્મુ -કાશ્મીરના વહીવટીતંત્ર પાસે આવી છે અને કેટલી અરજીઓ હાલમાં પેન્ડિંગ રહી છે.

અગાઉ જમીન ખરીદી શકાતી નહતી

જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) પુનર્ગઠન અધિનિયમ હેઠળ કલમ 370 રદ્દ કરવાની સાથે, બહારના લોકોને ત્યાં બિન-ખેતીલાયક જમીન ખરીદવાની મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે અગાઉ માત્ર જમ્મુ -કાશ્મીરના લોકો જ આ જમીન ખરીદી શકતા હતા. એટલું જ નહીં, જમ્મુ -કાશ્મીરમાં સ્થાનિક રહેવાસી બનવાના નિયમોમાં પણ હવે ફેરફાર કરવામાં આવ્યો છે. હવે અન્ય રાજ્યોના લોકોને પણ સ્થાનિક રહેવાસી બનવાનો અધિકાર છે, જેઓ જમ્મુ અને કાશ્મીરની છોકરી સાથે લગ્ન (Marriage) કરે છે. જ્યારે કલમ 370 રદ્દ થયા પહેલા આવું નહોતું. તે સમયે, જો કોઈ મહિલાએ જમ્મુ અને કાશ્મીરની બહારની વ્યક્તિ સાથે લગ્ન કર્યા હોય, તો તેના પતિ અને બાળકોને કાયમી રહેવાસી ગણવામાં આવતા ન હતા. તે મહિલા પણ રાજ્યની નાગરિકતા ગુમાવતી હતી. 370 રદ્દ થયા બાદ હવે એવું કઇ પણ રહ્યુ નથી.

ઇન્ટરનેટ સેવાઓને અસર

કલમ 370 રદ્દ અને જમ્મુ અને કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશો (Union Territory)માં વિભાજીત કરવાનો નિર્ણય સરકાર (Government)માટે ટફ હતો. તેને કારણે, રાજ્યમાં કાયદો અને સામાજિક વ્યવસ્થાને પણ અસર પહોંચશે તેવુ લાગી રહ્યુ હતુ. આવી સ્થિતિમાં સરકારે કેટલાક વધુ આકરા નિર્ણયો લીધા, જેના માટે સરકારેને દેશ સામે વિનરોધનો પણ સામનો કરવો પડ્યો હતો. તેમણે જમ્મુ અને કાશ્મીરના ઘણા રાજકીય નેતાઓને નજરકેદ કર્યા હતા અને ઇન્ટરનેટ (Internet) સેવાઓને પણ સ્થગિત કરી દીધી હતી. જે ઘણા મહિનાઓ સુધી સ્થગિત રહી હતી. ત્યારબાદ ધીરે ધીરે, સેવાઓ પુર્વવત કરવામાં આવી અને રાજકીય અટકાયતોને પણ નાબૂદ કરવામાં આવી હતી.

ઉલ્લેખનિય છે કે હાલમાં જ વડાપ્રધાન મોદી (PM Modi) જમ્મુ અને કાશ્મીરના રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મળ્યા હતા. ત્યારથી રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ વધી છે. અટકળો લગાવવામાં આવી રહી છે કે કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી (Assembly Election) યોજશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી.

આ પણ વાંચો: શોપિયાંમાં CRPF ટીમ પર આતંકી હુમલો 

Android: http://bit.ly/3ajxBk4

IOShttp://apple.co/2ZeQjTt

No comments

leave a comment