સોમવારે જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં સુરક્ષા દળોએ એક એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ એન્કાઉન્ટરમાં એક નાગરિકે પણ જીવ ગુમાવ્યો હતો. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ હજુ સુધી થઈ નથી. સોમવારે શ્રીનગરના હૈદરપોરા વિસ્તારમાં જ્યારે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તે દરમ્યાન આ એન્કાઉન્ટર શરૂ થયું હતું. આતંકીઓએ ગોળીબાર કર્યા બાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું.
અધિકારીઓએ આપી જાણકારી
અધિકારીઓએ જણાવ્યું કે એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે, જ્યારે એક નાગરિકે પણ જીવ ગુમાવ્યો છે. માર્યા ગયેલા નાગરિકની ઓળખ 44 વર્ષીય વેપારી મોહમ્મદ અલ્તાફ ભટ તરીકે થઈ છે, જેઓ જૂના બરજુલા વિસ્તારના રહેવાસી હતા અને ઘટના સ્થળની નજીક હાર્ડવેરની દુકાન ચલાવતા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓ અને તેમના સંગઠનની ઓળખ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા
નવેમ્બરમાં અત્યાર સુધીમાં પાંચ આતંકવાદીઓ માર્યા ગયા
આ મહિને અત્યાર સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં ત્રણ એન્કાઉન્ટરમાં પાંચ આતંકવાદીઓ માર્યા ગયા છે. ગુરુવારે કુલગામ અને શ્રીનગરમાં સુરક્ષા દળોએ અલગ-અલગ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. તેમાં બેમિનામાં માર્યા ગયેલા મુજાહિદ્દીન ગજવાતુલ હિંદનો એક આતંકવાદી પણ સામેલ હતો, જેને સુરક્ષા દળો પર ફિદાયીન હુમલાની જવાબદારી સોંપવામાં આવી હતી. ગયા મહિને ઓક્ટોબરમાં સુરક્ષા દળોએ વિવિધ આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં 20 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ દરમિયાન સેનાના 12 જવાનો શહીદ થયા હતા.
ઉલ્લેખનીય છે કે, સોમવારે જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં સુરક્ષા દળોએ એક એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ એન્કાઉન્ટરમાં એક નાગરિકે પણ જીવ ગુમાવ્યો હતો. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ હજુ સુધી થઈ નથી. સોમવારે શ્રીનગરના હૈદરપોરા વિસ્તારમાં જ્યારે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તે દરમ્યાન આ એન્કાઉન્ટર શરૂ થયું હતું. આતંકીઓએ ગોળીબાર કર્યા બાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4