Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 29.
Homeન્યૂઝતાલિબાનની મંજૂરી બાદ અમેરિકાએ અફઘાનિસ્તાનથી વધુ 21 નાગરિકોને બહાર નિકાળ્યા

તાલિબાનની મંજૂરી બાદ અમેરિકાએ અફઘાનિસ્તાનથી વધુ 21 નાગરિકોને બહાર નિકાળ્યા

US
Share Now

ગઇકાલે શુક્રવારે અફઘાનિસ્તાન (Afghanistan)માંથી 21 અમેરિકી અને 11 કાયમી રહેવાસીઓને બહાર નિકાળ્યા હતા. અમેરિકી (US)વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને એક નિવેદનમાં કહ્યું કે, અમારી પ્રતિબદ્ધતાના એક ભાગ રૂપે અમે 21 અમેરિકી અને 11 કાયમી રહેવાસીઓને અફઘાનિસ્તાનમાંથી નિકાળવા માટે સુવિધા આપી હતી. વિભાગે 21 અમેરિકી નાગરિક અને 11 એલપીઆરને એક સ્થળ માર્ગના માધ્યમથી અફઘાનિસ્તાન (Afghanistan)માંથી બહાર નિકાળવામાં મદદ કરી હતી.  

નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, અમે તેમને માર્ગદર્શન આપ્યુ, સુરક્ષિત માર્ગની સુવિધા માટે કામ કરી અને દૂતાવાસના અધિકારીઓએ સીમા પાર કર્યા બાદ તેમનુ અભિવાદન કર્યું હતુ.

આ પણ વાંચો: મહિલા મંત્રી ન બની શકે, તે બાળકોને જન્મ આપવા માટે જ છે: તાલિબાન

નાગરિકો અમેરિકા (US)પરત ફર્યા

બ્લિન્કેને આગળ જણાવતા કહ્યું કે, “કાબુલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Airport)પર આ ફ્લાઇટ્સની ઓપરેશનલ સુવિધા અને સલામતી સુનિશ્ચિત કરવા કતારના સતત પ્રયાસો માટે અમે આભારી છીએ.” તેમણે એ પણ પુનરાવર્તન કર્યું કે અમેરિકા તેના નાગરિકો, એલપીઆર અને અફઘાન પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા પૂરી કરશે. બ્લિંકને કહ્યું કે, જો તેઓ આમ કરવાનું પસંદ કરે છે, તો અમે તેમને અફઘાનિસ્તાન છોડવામાં મદદ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરીશું. ગુરુવારે તાલિબાને લગભગ 200 અમેરિકનો અને અન્ય વિદેશી નાગરિકોને કાબુલમાંથી ઉડાન ભરવાની મંજૂરી આપ્યાના એક દિવસ બાદ આ સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

31 ઓગસ્ટના રોજ અમેરિકી (America)સૈન્યએ અફઘાનિસ્તાન છોડી દીધુ હતુ. અગાઉ, અમેરિકાના સંરક્ષણ સચિવ લોઈડ જે ઓસ્ટિને કહ્યું હતું કે, અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી આશરે 6,000 અમેરિકન નાગરિકો સહિત કુલ 1,24,000 થી વધુ લોકોને બહાર નિકાળ્યા છે. આ ઉપરાંત, તાલિબાને તેની નવી સરકારમાં સંખ્યાબંધ કટ્ટરપંથીઓની નિમણૂક કરી છે, જેઓ 20 વર્ષ સુધી અમેરિકાની આગેવાની હેઠળના સૈન્ય ગઠબંધન સામે લડ્યા હતા.

તાલિબાન વિરૂદ્ધ મહિલાઓ કરી રહી છે પ્રદર્શન

ઉલ્લેખનિય છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાન (Taliban)નું શાસન આવ્યા બાદથી મહિલાઓમાં અફરા તફરી મચી ગઇ છે. ગત્ત કેટલાક દિવસોમાં કાબુલ સહિત અનેક શહેરોમાં તાલિબાન સરકાર વિરૂદ્ધ પ્રદર્શન થઇ રહ્યું છે. ખાસ વાત એ છે કે આ પ્રદર્શનોની આગેવાની મહિલાઓ કરે છે. તાલિબાનને આ પ્રદર્શનમાં કોઇ રસ નથી. આ જ કારણ છે કે પ્રદર્શનકારી મહિલાઓ, લોકલ જનતા ઉપરાંત કવરેજ કરી રહેલા પત્રકારો પર તાલિબાન ગુસ્સો નિકાળી રહ્યું છે. મહિલાઓને લાકડી દ્વારા મારવામાં આવી રહી છે. ત્યાં હાજર પત્રકારોને પણ મારવામાં આવ્યા હતા. કેટલાક પત્રકારોની તો ધરપકડ કરી અને તેના પર ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. તાલિબાને એ પણ જાહેરાત કરી છે કે પરમિશન વિના કોઇ પણ પ્રદર્શનની મંજૂરી નથી. સોશિયલ મીડિયા પર તાલિબાની લડવૈયા દ્વારા મહિલાઓને મારી રહ્યાં હોય તેવા અનેક વીડિયો વાયરલ થયા છે.

દૂતાવાસ પર હુમલો કરી અને વચન તોડ્યુ

માત્ર મહિલાઓને લઇને જ નહીં, તાલિબાને વિદેશી દૂતાવાસોને લઇને પણ પોતાના વચનથી પલટવાર કરતા નજરે ચઢ્યા છે. તાલિબાને પહેલા દાવો કર્યો હતો કે, દૂતાવાસો સહિત અન્ય દેશના રાજદૂતો (Ambassadors)ની સંસ્થાઓમાં દખલગીરી નહીં કરે. તેઓએ વિદેશીઓને પણ પરત ફરવાની અપીલ કરી હતી. પરંતુ હાલમાં  તાલિબાની લડવૈયાઓ દ્વારા કાબુલમાં નોર્વેના દૂતાવાસ પર કબજો કર્યો હોવાના સમાચાર મળ્યા છે. જ્યાં તોડફોડ કરી અને ઘણા પુસ્તકોને નુકસાન પહોંચાડ્યુ હોય તેવા ફોટો પણ સામે આવ્યા છે.

ચાઇના તાલિબાનનું સમર્થન કેમ કરે છે જુઓ વીડિયો દ્વારા:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment