Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝધોરાજીમાં ગેરકાયદે બાયોડીઝલનો 21 હજાર લિટર જથ્થો પકડાયો

ધોરાજીમાં ગેરકાયદે બાયોડીઝલનો 21 હજાર લિટર જથ્થો પકડાયો

BIO DIESEAL ILLEGAL
Share Now

ધોરાજીના ફરેણી રોડ પર બાયો ડિઝલ બનાવવાની ફેકટરી ધમધમતી હોવાની બાતમીના આધારે ગત મોડી રાતે રૂરલ એસઓજી સ્ટાફે દરોડો પાડી બાયો ડિઝલ, ટેન્કર, સ્ટોરેજ ટાંકા અને ફયુલ પંપ સહિત રૂા.31.10 લાખના મુદામાલ સાથે ચાર શખ્સોની ધરપકડ કરી છે. રાજકોટ રુલર SOG પોલીસ દ્વારા ધોરાજીમાં 21,000 લિટર ગેરકાયદે બાયોડીઝલના જથ્થા સાથે 4 શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જેમાં પોલીસે 21,000 લિટર બાયોડીઝલના જથ્થા સાથે કુલ 31 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ચારેય શખ્સ જુદા-જુદા પ્રકા૨ના પેટ્રોલિયમ પદાર્થ મંગાવી મિક્સ કરી ભેળસેળયુક્ત બાયોડીઝલ બનાવી વેચતા હતા.

જવલંતશીલ પ્રવાહીનું મિશ્રણ કરી ભેળસેળ યુક્ત બાયો ડિઝલ બનાવવામાં આવતું

ILLEGAL BIODIESEL ધોરાજીના ફરેણી રોડ પર રેલ્વે ટ્રેક પાસે વંડામાં ધોરાજીના દિનેશ ઉર્ફે ગોપાલ લવજી કોયાણી અને જયરાજસિંહ ભરતસિંહ ચુડાસમા નામના શખ્સો અલગ અલગ જવલંતશીલ પ્રવાહીનું મિશ્રણ કરી ભેળસેળ યુક્ત બાયો ડિઝલ બનાવવામાં આવતું હોવાની બાતમીના આધારે રૂરલ એસઓજી પી.આઇ. એસ.એમ.જાડેજા, પી.એસ.આઇ. એચ.એમ.રાણા, જી.જે.ઝાલા, એએસઆઇ ઉપેન્દ્રસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ રાણા, ધર્મેન્દ્રભાઇ ચાવડા, હિતેશભાઇ અગ્રાવત અને દિલીપસિંહ જાડેજા સહિતના સ્ટાફે મોડી રાત્રે દરોડો પાડયો હતો.

આ પણ વાંચો : શું પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાશે ?

31.10 લાખનો મુદામાલ કબ્જે કર્યો

RAJKOT DHORAJIધોરાજીના જેતપુર રોડ પર માથુકીયા વાડી પાસે રહેતા દિનેશ ઉર્ફે ગોપાલ લવજી કોયાણી, સંતોષીમા ગરબી ચોકમાં રહેતા જયરાજસિંહ ભરતસિંહ ચુડાસમા, ગાંધીધામ પાસે આવેલા પડાણાના હસ્તબહાદુર કાશીરામ ભુડાક્ષેત્રી અને રાજન દત્તે નેપાળી નામના શખ્સોને રૂા.12.60 લાખની કિંમતના 21 હજાર લિટર બાયો ડિઝલ, રૂા.15 લાખની કિંમતનું જી.જે.12એડબલ્યું.7096 નંબરનું ટેન્કર, રૂા.3 લાખની કિંમતનો સ્ટોરેજનો ટાંકો, રૂા.5 હજારની કિંમતની ઇલેકટ્રીક મોટર અને પ્લાસ્ટીકના કેરબા મળી રૂા.31.10 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

ગાંધીધામના પડાણાના હસ્તબહાદુર રાજપૂત અને રાજન નેપાળી ધોરાજી ખાતે ટેન્કર લઇને બાયો ડિઝલ ખરીદ કરવા આવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. દિનેશ કોયાણી અને જયરાજસિંહ ચુડાસમા કેટલા સમયથી બાયો ડિઝલ બનાવી વેચાણ કરતા હતા અને અન્ય કોણ સંડોવાયું છે તે અંગેની પોલીસે પૂછપરછ હાથધરી છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment