Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeઇતિહાસ23મી ઓગષ્ટ 1456, ઈતિહાસનો એ દિવસ જ્યારે પ્રથમ વખત છપાઈ હતી બાઈબલ

23મી ઓગષ્ટ 1456, ઈતિહાસનો એ દિવસ જ્યારે પ્રથમ વખત છપાઈ હતી બાઈબલ

The Bibal
Share Now

દુનિયામાં દરેક દિવસ સારો અને ખરાબ ઘટનાઓથી ભરેલો છે, જેમાથી સમય જતાં અમુક ઘટનાઓને ભુલાવી દેવામાં આવી છે. આજનો દિવસ દુનિયા અને ઇતિહાસ માટે મહત્વપુર્ણ ઘટનાઓ વિશે જાણે ઘણું બધુ કહી જાય છે, આધુનિક રીતે તૈયાર થયેલી દુનિયાની પ્રથમ બાઇબલ ( The Bibal) 23 ઓગસ્ટના રોજ છપાઇ હતી. 1456 ના દિવસે જર્મનીમાં માઇંસ શહેરમાં દુનિયાની પ્રથમ પહેલી છપાઇ મશીન બનાવનારા જર્મન વૈજ્ઞાનિક યોહાનેસ ગુટેનબર્ગએ આ બાઇબલને ( The Bibal) પ્રકાશિત કરી હતી.

( The Bibal)આ પુસ્તકોનું લેખન વિવિધ સામાજીક સ્તરમાંથી આવતા અનેક લોકો દ્વારા કરવામાં આવ્યું છે.  જે લોકો  જુદા જુદા સમયોમાં વિવિધ જગ્યાઓએ વસનારા લોકો હતા. બાઇબલમાં અનેક પ્રકારનાં પુસ્તકો છે. 

આજના દિવસે છાપવામાં આવી હતી દુનિયાની પ્રથમ બાઇબલ ( The Bibal)

webRNS

Image couretsy of the DOJ

બાઇબલ ( The Bibal) એ ખ્રિસ્તિધર્મનો (khristi dharm) પવિત્ર ગ્રંથ છે, વિશ્વમાં સૌથી વધારે વંચાતુ અને વેચાતું જો કોઇ પુસ્તક હોય તો તે બાઇબલ છે, આ સિવાય વિશ્વની ભાગ્યે જ કોઇ ભાષા હશે કે જેમાં બાઇબલનો અનુવાદ થયો ન હોય,

bibal

Image Courtsey: Wikipedi

 

ભૂતકાળમાં ધર્મ પ્રચારકો ગામેગામ ફરી બાઇબલનો સંદેશ પ્રવચન દ્વારા પ્રસરાવતા હતા. આ મહાન ધર્મગ્રંથની લાંબી શાંતિયાત્રામાં સને ૧૪૫૪નું વર્ષ ખૂબ જ મહત્વનું રહ્યું હતુ કારણ કે આ વર્ષે જર્મનીના માઇન્ઝ શહેરમાં જોહાનિસ ગેન્સ ફલાઇશ્ખ ઝુમ ગુટનબર્ગ નામની એક વ્યક્તિએ એક એવું બાઇબલ તૈયાર કર્યું, જેને મશીનો દ્વારા છપાયેલ બાઇબલ હતુ.  

અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં જ્યારે આવાજ એક બાઇબલની એક નકલની હરાજી કરવામાં આવી, ત્યારે તે બાઇબલ કિંમત ૨૪ લાખ ડોલર (લગભગ સોળ કરોડ રૃપિયા) ઉપજી હતી. આજ સુધીમાં સંપૂર્ણ બાઇબલના વિવિધ ભાગોનો આશરે ૧૫૦૦ ભાષાઓ અને બોલીઓમાં અનુવાદ થઇ ચૂક્યો છે.

ગુટેનબર્ગે 380 ઇસ્વી ના એક લેટિન અનુવાદ દ્વારા આ બાઇબલને કાળા અક્ષરોમાં સફેદ કાગળ પર છાપી હતી. જેની 300 નકલો બીજા શહેરોમાં મોકલવામાં આવી હતી. 1847 માં આની એક પ્રતિ અમેરિકામાં પહોંચી હતી, જે હાલ ન્યુયોર્ક પબ્લિક લાઇબ્રેરિમાં સુરક્ષિત મુકવામાં આવી છે. આ સિવાય મહત્વની ઘટનાઓ જે આજના દિવસે ઘટી હતી. 

મહત્વની ઘટના

  • 23 ઓગસ્ટ1821 ના રોડજ મેક્સિકોમાં આઝાદીની ઘોષણા કરવામાં આવી.
  • 23 ઓગસ્ટ 1976 માં ચીનમાં ભુકંપના કારણે હજારો લોકોના મોત થયા,
  • 1922 માં સ્પેનમાં મોરક્કોમાં વિદ્રોહ થયો હતો
  • 1990 માં આર્મોનિયાએ સ્વતંત્રતા ની ઘોષણા કરી હતી.
  • 1922 ના રોજ બેલબોલ ખેલાડી જોર્જ કેલનો જન્મ થયો હતો.
  • 1982 અમેરિકાના ફુટબોલર ખેલાડી સ્કોટ પાલગુટાનો જન્મ થયો હતો
  • 1995 માં દેશનો પ્રથમ સેલ્યુલર ફોન કલક્તામાં પેશ કરવામાં આવ્યો હતો.
  • 2003 માં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેજ મુશર્ફએ ઘોષણા કરી અને પાકિસ્તાન ન્યુનતમ સુરક્ષા ત્મક હથિયાર કાયમ રાખશે.
  • 2007 માં યુનેસ્કોએ વિશ્વ સ્મૃતિ રજિસ્ટરમાં ઋગ્વેદની 30 પાંડુલિપીઓ શામિલ કરવામાં આવી.
  • 2011 માં ચીનના વૈજ્ઞાનિકોએ બ્રહપુત્ર અને સિંધુ નદીના ઉદ્ગમ સ્થાનની જાણકારી મેળવી અને માર્ગની લંબાઇ નો વ્યાપક ઉપગ્રહ અધ્યયન પુરુ કરવામાં આવ્યુ.

 

આ પણ વાંચો: રાજીવ ગાંધી અને અમિતાભ બચ્ચનની દોસ્તીમાં દરાર કેમની આવી ?

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment