Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / June 27.
Homeન્યૂઝલોકોના સારા સ્વાસ્થ્ય માટે કામગીરી કરનાર પડદા પાછળના સાચા હીરો ફાર્માસીસ્ટોનો કહો ‘‘થેંક્યુ’’

લોકોના સારા સ્વાસ્થ્ય માટે કામગીરી કરનાર પડદા પાછળના સાચા હીરો ફાર્માસીસ્ટોનો કહો ‘‘થેંક્યુ’’

Pharmacist
Share Now

આપણામાંથી ઘણા લોકોને એ નહીં ખબર હોય કે આરોગ્ય વિભાગની સેવામાં જોડાયેલો પડદા પાછળનો સાચો હીરો એટલે (Pharmacist) ફાર્માસિસ્ટ. દર્દીઓનું દર્દ જાણીને તેની સાચી દવા, સાચા સમયે, સાચી માત્રામા જરૂરી માર્ગદશન સાથે પહોંચાડનાર વ્યક્તિ જ નહીં પરંતુ હેલ્થ કેર સિસ્ટમમાં નવા રોગોની ઓળખ કરીને દર્દીઓને એન્ટીબાયોટીક દવાઓના ઉપયોગ વિષે યોગ્ય સલાહ અને માહીતી આપી હેલ્થકેર સિસ્ટમના પાયાના ભાગ રૂપે વર્ષોથી કામગીરી કરનાર વ્યક્તિ એટલે (Pharmacist) ફાર્માસીસ્ટ.

General Information - PEBC

જ્યારે આપણે બીમાર પડીએ છીએ ત્યારે આપણે કહીએ છીએ કે ચાલો દવાખાને જાવું છે, ત્યારે આ દવાખાનું શબ્દમાં જ સંકળાયેલો દવા શબ્દ જ તમને ફાર્માસિસ્ટની ઓળખાણ આપે છે. કેમ કે આ દવાના સંશોધનથી શરૂ કરીને તેના નિર્માણ અને વિતરણ સુધીની જવાબદાર વ્યક્તિ એટલે જ(Pharmacist) ફાર્માસિસ્ટ.

દર વર્ષે 25 સપ્ટેમ્બરના રોજ સમગ્ર વિશ્વમા વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે ઉજવવામા આવે છે. આ દિવસે વિશ્વના તમામ દેશોમાં આરોગ્યલક્ષી કામગીરીમાં ફાર્માસિસ્ટની ભૂમિકાને પ્રોત્સાહન અને હિમાયત કરતી પ્રવૃત્તિઓનું આયોજન કરીને તેમની પ્રતિબદ્ધતાને પ્રોત્સાહન આપવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ ફેડરેશન (FIP) ફાર્માસિસ્ટ અને ફાર્માસ્યુટિકલ વૈજ્ઞાનિકોનું રાષ્ટ્રીય સંગઠનોનું વૈશ્વિક મહાસંઘ 25 સપ્ટેમ્બર 1912ના રોજ અસ્તિત્વમાં આવ્યું હતું. ત્યારથી 25 સપ્ટેમ્બરના રોજ વિશ્વ ફાર્માસિસ્ટ (Pharmacist) દિવસની ઉજવણી કરવામાં આવે છે.

અત્યારની કોરોના મહામારીથી બચવા માટેનો એક માત્ર અને શ્રેષ્ઠ રસ્તો એટલે કોવીડ વેક્સીન. આ કોવીડ વેક્સીન જ્યારે આપણે વેક્સીન બુથ ઉપર લેવા જઈએ છીએ ત્યારે આપણે ક્યારેય વિચાર્યું છે ખરૂં કે આ વેક્સીન આપણા સુધી પહોંચી કઈ રીતે ? આ વેક્સીન લોકો સુધી નિયત તાપમાને અને અસરકારક રીતે પહોંચાડવા માટેની જવાબદારી (Pharmacist) ફાર્માસિસ્ટના શિરે હોય છે.

Galleria Medical Pharmacy - Posts | Facebook

 

રાજકોટ જિલ્લાના વિભાગીય સ્ટોરના ફાર્માસીસ્ટસ તથા કર્મચારીઓએ 21-03-2020 થી 24-09-2022 દરમિયાન કરેલી રાત દિવસ જોયા વિના પોતાની કામગીરી નિષ્ઠાપૂર્વક કરી છે. જે બદલ રાજ્ય સરકારશ્રી દ્વારા તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું છે. 

રાજકોટ રીજીયોનલ(આરોગ્ય) કચેરીના કાર્યક્ષેત્રમાં આવતા 6 જિલ્લાઓ તથા 3 મહાનગરપાલિકાઓમાં 24 લાખથી વધુ એન-95 માસ્ક, 1 કરોડ 14 લાખથી વધુ ત્રીપલ લેયર માસ્ક, 5 લાખ 85 હજારથી વધુ પી.પી.ઈ કીટ 30 લાખ થી વધુ એન્ટીજન કીટ, 83 હજાર થી વધુ એમ્ફોટેરીસીનના ઈન્જેકશન તથા 2 લાખ 37 હજારથી વધુ રેમડેસિવીરના ઈન્જેકશન અને 1 કરોડ 94 હજાર જેટલા કોરોનાના વેક્સિનનું રીસીવંગ તથા ડિસ્પેચીંગ કર્યું છે તેમ રાજકોટ રીજીયોનલ (આરોગ્ય) કચેરીના વિભાગીય નિયામકશ્રી આરકે ડોબરીયાએ જણાવ્યુ હતું.

વેક્સીન મેન્યુફેકચર કંપની દ્વારા વિભાગીય વેક્સીન સ્ટોર ખાતે મોકલી આપવામાં આવે છે અને ત્યાંથી જીલ્લા લેવલે અને ત્યાંથી તેના તાબા હેઠળના તમામ આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવે છે. આ કામગીરી વિભાગીય કક્ષાએથી શરૂ કરી છેવાડાના આરોગ્ય કેન્દ્ર સુધી દિવસ અને રાત જોયા વિના વેક્સીન ફાળવણીની જવાબદારી ફાર્માસિસ્ટ દ્વારા નિભાવવામાં આવે છે.

આ ઉપરાંત, કોરોના મહામારીમાં પણ જરૂરી લોજીસ્ટીક જેવાકે માસ્ક, સેનીટાઈઝર, પી.પી.ઈ. કીટ, ગ્લોવ્ઝ વગેરે અને જેનાથી ઘણી મહામુલ્ય જિંદગીઓ બચાવી શકાઇ છે, તેવી જરૂરી દવાઓ, ઈન્જે. રેમડેસીવીર, ઈન્જે. એમ્ફોટેરીસીન વગેરે લોકોને સમયસર મળી રહે તે માટે અડધી રાતે પણ ફાર્માસિસ્ટસ ઉત્તમ કામગીરી બજાવે છે.

What's the Average Pharmacist Salary? - NerdWallet

આ તમામ કામ ઉપરાંત હોસ્પિટલ ચલાવવા માટે રોજબરોજની જરૂરી દવાઓ તથા મમતા દિવસ માટેના જરૂરી વેક્સીનનું મેનેજમેન્ટ કરવું તેમજ તેમની યોગ્ય જાળવણી કરી રેકોર્ડ રજીસ્ટર નિભાવવાની સાથે સારવાર લેવા આવનાર તમામ દર્દીઓને દવાઓ આપવી અને દવાઓ વિષે તેમને યોગ્ય માર્ગદર્શન આપવાની કામગીરી પણ સુપેરે કરે છે.

આ પણ વાંચો : સુરતમાં ન્હાવા પડેલો યુવક પાણીમાં ગરક, 22 વર્ષના યુવકના મોતથી પરિવારમાં શોક

સરકારશ્રી દ્વારા ચાલતા આરોગ્યના બીજા ઘણા પ્રોગ્રામ જેવાકે, ટી.બી., લેપ્રોસી, રસીકરણ, આઈ.ડી.એસ.પી, થેલેસેમિયા, કુટુંબ નિયોજન વગેરે જેવા મહત્વના પ્રોગ્રામની તમામ દવાઓનું મેનેજમેન્ટ કરવાનું અને આ તમામ પ્રોગ્રામના ઓનલાઈન સોફ્ટવેરનું સંચાલન કરી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને આ તમામ માહિતી પૂરી પાડવાનું કામ પણ ફાર્મસિસ્ટસ દ્વારા કરવામાં આવે છે.

આ પણ વાંચો : વિશ્વનો સૌથી નાનો વાંદરો, કેમ ઓછી થઈ રહી છે આ વાંદરાની વસ્તી

 વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે એટલી અપેક્ષા તો જરૂર રહે કે જ્યારે પણ હોસ્પીટલ જાવાનું થાય ત્યારે લોકોના સારા સ્વાસ્થ્ય માટે કામગીરી કરનાર આ પડદા પાછળના સાચા હીરો ફાર્માસીસ્ટને થેંક્યું કહેવાનું ભુલશો નહીં.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment