આજે 26 નવેમ્બર, 2021 એટલે કે મુંબઈમાં થયેલા આતંકી હુમલા (26/11 Mumbai Attack)ને 13 વર્ષ પૂર્ણ થયા છે.. આજના દિવસે જ જેહાદી સંગઠન લશ્કર-એ-તૈયબના આતંકીઓએ મુંબઈની તાજ હોટલ (Taj Hotel) પર હુમલો કર્યો હતો. આ હુમલો 4 દિવસ સુધી ચાલ્યો હતો અને મુંબઇગરામાં આતંકીઓએ અનેક હુમલા કરીને આખી માયાનગરીને હચમચાવી નાખી હતી. તાજમહેલ પેલેસ હોટેલ, નરીમાન હાઉસ, મેટ્રો સિનેમા અને છત્રપતિ શિવાજી ટર્મિનસ સહિત અન્ય સ્થળો પરના હુમલામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો હતો.
26/11 Mumbai Attack ને યાદ કરીને આજે પણ લોકોના હચમચી ઉઠે છે
આ હુમલા (Attack)દરમિયાન મુંબઈને લગભગ કલાકો સુધી બંધક બન્યું હતું. મુંબઈ હુમલાને યાદ કરતા આજે પણ લોકોના દિલ કાંપી જાય છે. મુંબઈ હુમલાની તપાસ હાથ ધરતા આ હુમલામાં 10 હુમલાખોરો કરાંચીથી બોટ દ્વારા મુંબઈમાં પ્રવેશ્યા હતા. બોટમાં ચાર ભારતીય પણ સવાર હતા, જેઓ કિનારે પહોંચતા સુધીમાં માર્યા ગયા હતા. રાત્રે લગભગ આઠ કલાકે હુમલાખોરો કોલાબા નજીક કફ પરેડના માછલી બજાર પર ઉતર્યા હતા. બાદમાં તેઓ ચાર જૂથોમાં વહેંચાઈ ગયા અને ટેક્સી લઈને પોતપોતાના સ્થાન તરફ પ્રયાણ કર્યું હતુ. એવું કહેવાય છે કે, આ લોકોની હલચલ જોઈને કેટલાક માછીમારોને શંકા ગઈ અને તેઓએ પોલીસને પણ જાણ કરી હતી.
26/11 ના મોટા હુમલા
મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ પર રાત્રે લગભગ 9.30 કલાકે ગોળીબારીના સમાચાર સામે આવ્યા હતા. રેલવે સ્ટેશનના મુખ્ય હોલમાં બે હુમલાખોરો ઘૂસી ગયા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. તેમાંથી એક મોહમ્મદ અજમલ કસાબ હતો, જ્યારે હુમલો થયો ત્યારે તાજ હોટલ અને ઓબેરોય ખાતે અનેક લોકો ઉપસ્થિત હતા.
આતંકવાદી કસાબ પકડ્યો
મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ ખાતે આતંકી મોહમ્મદ અજમલ કસાબ એન્કાઉન્ટર બાદ તાડદેવ વિસ્તારમાંથી જીવીત પકડાયો હતો. તે ખરાબ રીતે ઘાયલ થયો હતો. બાદમાં તેણે પાકિસ્તાનના આતંકી કાવતરાનો પર્દાફાશ કર્યો હતો. તેણે તેના માર્યા ગયેલા સાથીઓના નામ પણ જાહેર કર્યા હતા. બાદમાં કસાબ પર કાર્યવાહી કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને ફાંસીની સજા આપવામાં આવી હતી.
આ પણ વાંચો: આજે બંધારણ દિવસ, 26 નવેમ્બરને શા માટે બંધારણ દિવસ તરીકે મનાવવામાં આવે છે?
આ હુમલામાં સૈનિકો પણ શહિદ થયા હતા
મુંબઈ આતંકવાદી હુમલા (Terrorist attacks)ને નિષ્ફળ બનાવવામાં મુંબઈ પોલીસ, એટીએસ અને એનએસજીના 11 લોકો શહીદ થયા હતા. જેમાં એટીએસ ચીફ હેમંત કરકરે, એસીપી અશોક કામ્ટે, એસીપી સદાનંદ ડેટ, એનએસજી કમાન્ડો મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન, એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ એસ.આઈ વિજય સાલસકર, ઇન્સ્પેક્ટર સુશાંત શિંદે, એસ.આઇ.પ્રકાશ મોરે, એસ.આઈ ડુડગુડે, એએસઆઈ નાનાસાહેબ ભોંસલે, એએસઆઈ તુકારામ ઓમ્બલે, કોન્સ્ટેબલ વિજય કાંદબલનો સમાવેશ થાય છે. આ સિવાય આ હુમલામાં 137 લોકો માર્યા ગયા હતા જ્યારે 300 જેટલા લોકો ઘાયલ થયા હતા.
હુમલો થયાના બીજા દિવસે સવારે એટલે કે 27 નવેમ્બરે સમાચાર સામે આવ્યા કે, તમામ બંધકોને તાજમાંથી છોડાવી લેવામાં આવ્યા છે, પરંતુ બાદમાં જાણવા મળ્યું કે હુમલાખોરો પાસે હજુ પણ કેટલાક લોકો બંધક છે, જેમાં ઘણા વિદેશીઓ પણ સામેલ છે. હુમલા બાદ બંને હોટલને રેપિડ એક્શન ફોર્ડ (RPF), મરીન કમાન્ડો અને નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) કમાન્ડોએ ઘેરી લીધી હતી.
સુરક્ષા દળો ત્રણ દિવસથી આતંકવાદીઓ સામે લડતા રહ્યા
29 નવેમ્બરની સવાર સુધીમાં નવ હુમલાખોરોને ઠાર મારવામાં આવ્યા હતા. ત્રણ દિવસ સુધી સુરક્ષાદળોએ આતંકવાદીઓ સામે લડત આપી હતી. હુમલા દરમિયાન વિસ્ફોટ થયા, આગ લાગી અને ગોળીબાર થયો હતો.
ગાર્ડ ઓફ ઓનર સાથે સાથે અંતિમ વિદાય જુઓ વીડિયો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4