મહારાષ્ટ્રના ગઢચિરોલી (Gadchiroli)માં પોલીસ (Police)અને નક્સલીઓ (Naxals)વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં પોલીસે 26 નક્સલવાદીઓને ઠાર કર્યાનો દાવો કર્યો છે.
Gadchiroli માં અથડામણથી જવાન પણ ઇજાગ્રસ્ત
ગઢચિરોલીમાં પોલીસ (Police)અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઇ હતી. આ મુદ્દે ગઢચિરોલીના SP અંકિત ગોયલે કહ્યું હતું કે, ગ્યારાપટ્ટીના જંગલોમાં મહારાષ્ટ્ર પોલીસ (Maharashtra Police)ની C-60 યુનિટ સાથે થયેલી અથડામણમાં 26 નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, આ અથડામણમાં ત્રણ જવાન ઈજાગ્રસ્ત પણ થયા છે.
ઉલ્લેખનિય છે કે, કેટલાક દિવસ પહેલા અહીંથી પોલીસે 2 લાખનું ઈનામી રકમની જાહેરાત કરનારા નક્સલી મંગારુ માંડવીની ધરપકડ કરી હતી. નક્સલી મંગારુ પર હત્યા તથા પોલીસ પર હુમલો કરવા સહિતના અનેક કેસ નોંધાયેલા હતા. ગઢચિરોલી જિલ્લાના કોરચી તાલુકાના ગ્યારહબત્તી, કોટગુલ વિસ્તારના જંગલમાં નક્સલવાદીઓ દ્વારા લગાવવામાં આવેલી છાવણીઓ અંગે પોલીસને માહિતી મળી હતી. ત્યારબાદ પોલીસની C-60 નામની ટીમે નક્સલીઓ સામે અભિયાન ઝડપી બનાવવાનો નિર્ણય કર્યો હતો.
આ પણ વાંચો: J&K: કુલગામમાં સુરક્ષાદળો અને આતંકી વચ્ચે અથડામણ, 2 આતંકી ઠાર
Gadchiroli ખાતેની અથડામણમાં નક્સલીઓના કેમ્પ પણ ધ્વસ્ત
ગઇકાલે શનિવારે સવારે આ ઓપરેશન શરૂ કરાયું હતું. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, કલાકો સુધી ફાયરિંગ ચાલ્યું હતું. તે દરમિયાન નક્સલીઓના કેટલાય કેમ્પ (Camp)પણ ધ્વસ્ત કરવામાં આવ્યા છે.
ગાર્ડ ઓફ ઓનર સાથે સાથે અંતિમ વિદાય જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4