Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / November 27.
Homeન્યૂઝસ્વેટર કે રેઇનકોટ ? હવામાન વિભાગે કરી આગાહી, ગુજરાતમાં પડશે કમોસમી વરસાદ

સ્વેટર કે રેઇનકોટ ? હવામાન વિભાગે કરી આગાહી, ગુજરાતમાં પડશે કમોસમી વરસાદ

MONSOON
Share Now

ગ્લોબન વૉર્મિંગની અસરને કારણે હવે વાતાવરણમાં ધરખમ ફેરફારો થઇ રહ્યા છે. ગુજરાતમાં ચોમાસું (gujarat rain) હવે બારેમાસ બની ગયુ છે, કોઈ પણ મહિનો કે મોસમ કેમ ન હોય, વરસાદ આવી પડે છે. ત્યારે ભરશિયાળે (winter) ગુજરાતનું હવામાન ફરી એકવાર પલટાવા જઈ રહ્યું છે. હવામાન વિભાગ (weather update) દ્વારા રાજ્યમાં બે દિવસ બાદ વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળનાં ઉપસાગર અને અરબ સાગરનાં ભેજનાં લીધે દક્ષિણ મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને તેલંગણાનાં દરિયાકિનારે પણ હવામાનમાં પલટો આવી શકે છે. તા. 16 નવેમ્બર બાદ બંગાળનાં ઉપસાગરમાં હવાનું દબાણ વધે અને ભારતનાં મોટા ભાગમાં 17થી 20 નવેમ્બરમાં માવઠું આવે તેવી શક્યતાઓ પણ વર્તાઇ રહી છે.

શિયાળાની સીઝનમાં ચોમાસાની આગાહી

રાજ્યમાં ફરી એકવાર શિયાળાની સીઝનમાં ચોમાસાની આગાહી કરવામાં આવી છે. લોકોને સ્વેટરની જગ્યાએ હવે રેઈનકોર્ટ કાઢવાની જરૂર પડી છે. ગુજરાતમાં તારીખ 17-18 અને 19 તારીખે કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 17 નવેમ્બરે સોરાષ્ટ્રમાં, 18 અને 19મીએ દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરતા જગતનો તાત ચિંતામાં પેઠો છે.

આ પણ વાંચો : Purvanchal Expressway: આજે હર્ક્યુલસ એરક્રાફ્ટ દ્વારા પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ઉતરશે PM મોદી

ત્રણ દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, અરેબિયન સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં બે દિવસ વરસાદ (rain) ની શક્યતા છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું કે, 17, 18 અને 19 નવેમ્બરે રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. દરિયાઈ વિસ્તાર સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. એટલે કે, મધ્ય ગુજરાત અને કચ્છ સિવાય ગુજરાતભરમાં વરસાદ (monsoon) દસ્તક આપી શકે છે. આ સિવાય પંચમહાલનાં કેટલાંક વિસ્તારો, ઉત્તર- મધ્ય ગુજરાતમાં, ભરૂચ, અમદાવાદ, ગાંધીનગર સહિતનાં વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવે અને કેટલાંક ભાગમાં માવઠું આવે તેવી શક્યતાઓ છે. તો કેટલાંક વિસ્તારમાં ગાજવીજ સાથે અષાઢ મહિના જેવો માહોલ સર્જાય તેવી શક્યાઓ છે.

દેશના અનેક રાજ્યોમાં માવઠુ આવશે

હાલ ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. પરંતુ બે દિવસ બાદ રાજ્યભરમાં ઠંડકનું પ્રમાણ પણ વધશે. દિવસમાં 2 થી 4 ડિગ્રી તાપમાન હજુ ઘટતાં વધુ ઠંડકનો અહેસાસ થશે. રાત્રિ દરમિયાન તાપમાનમાં ખાસ વધઘટ નહિ નોંધાય. માત્ર ગુજરાતમા જ નહિ, પરંતુ બંગાળનાં ઉપાગર અને અરબ સાગરનાં ભેજનાં લીધે દક્ષિણ મહારાષ્ટ્ર અને તેલંગણાનાં દરિયાકિનારે પણ હવામાનમાં પલટો આવી શકે છે. તા. 16 નવેમ્બર બાદ બંગાળનાં ઉપસાગરમાં હવાનું દબાણ વધે અને ભારતનાં મોટા ભાગમાં 17થી 20 નવેમ્બરમાં માવઠું આવે તેવી શક્યતાઓ પણ વર્તાઇ રહી છે.

No comments

leave a comment