રાજ્યમાં હાલ ચોમાસું વિદાય લઇ રહ્યું છે. આ તમામ વચ્ચે મેટ્રો સીટી અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં ગરમીનું પ્રમાણ વધ્યુ છે. જેના પગલે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી (Rain)ઝાપટા પડ્યા છે. આ વરસાદીના ઝાપટાના પગલે 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો આકાશી વિજળી પડતા બે વ્યક્તિના મોત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
સૌરાષ્ટ્રમાં જામ્યો પાછો વરસાદી (Rain)માહોલ
મળતી માહિતી મુજબ, સૌરાષ્ટ્ર પંથકના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લો, ગીર સોમનાથ જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થયા હતા. જેના પગલે 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જૂનાગઢમાં 1 ઇંચ, અમરેલી જિલ્લામાં દોઢ ઇંચ, અને કોડીનાર તાલુકામાં 19 મીમી વરસાદ ખાબક્યો હતો.
આ પણ વાંચો: ખેલૈયાઓ માટે મોટા સમાચાર, રાજ્યમાં અહીં મધ્યમ વરસાદની શક્યતા
વરસાદી (Rain)માહોલ વચ્ચે વિજળી પડતા બે પશુના મોત
વરસાદી માહોલ વચ્ચે શિવરાજપુર ગામ ખાતે પશુ પર વિજળી પડતા બે પશુના મોત થયા હતા. તો સતત પડી રહેલા વરસાદથી ખેડૂતો (Farmer)ના પાકને પણ મોટા પાયે નુકસાન થયુ હોય તેવી ભીતિ સેવાઇ રહી છે.
કોઝવે પરથી વિદ્યાર્થીનીઓ જીવના જોખમે પસાર જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4