Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 27.
Homeડિફેન્સRafale: ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો, ફ્રાન્સથી વધુ 3 રાફેલ લડાકુ વિમાનો જામનગર પહોંચ્યા

Rafale: ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો, ફ્રાન્સથી વધુ 3 રાફેલ લડાકુ વિમાનો જામનગર પહોંચ્યા

three rael plan in jamnagar
Share Now

ભારતીય વાયુસેના (IAF) ની તાકાતમાં વધારો થયો છે. ફ્રાન્સથી વધુ ત્રણ રાફેલ(Rafale) ફાઇટર જેટ ગુજરાતના જામનગર ખાતે પહોંચ્યા છે. વાયુસેનાના કાફલામાં આ ત્રણ રફેલના આગમનથી હવે રફેલ વિમાનોની સંખ્યા 29 થઈ છે. ભારતે 2016 માં કરેલ 60,000 કરોડ રૂપિયાના સોદા હેઠળ ફ્રાન્સ પાસેથી 36 રાફેલ જેટ ખરીદ્યા હતા, જેમાંથી હવે માત્ર 7 રફેલ આવવાના બાકી છે. ફ્રાન્સથી ભારત જતા માર્ગ પર મધ્ય પૂર્વમાં એક મિત્ર વાયુ સેના દ્વારા રિફિલિંગ પૂરું પાડવામાં આવ્યું હતું. આ મહિનાની શરૂઆતમાં એર ચીફ માર્શલ વી આર ચૌધરીએ એર સ્ટાફના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત ફ્રાન્સથી રાફેલ ભારત આવ્યા છે.

ડિસેમ્બરમાં બીજા ત્રણ રાફેલ આવશે

યોજના મુજબ, આગામી ત્રણ વિમાનો ડિસેમ્બરના પહેલા ભાગમાં ભારત પહોંચશે અને બીજા ત્રણ વિમાનો 26 જાન્યુઆરી સુધીમાં ઓપરેશનલ સ્ક્વોડ્રનમાં જોડાશે. ફ્રાન્સથી આવતા વિમાનોને અંબાલામાં ગોલ્ડન એરો સ્ક્વોડ્રોન અને પશ્ચિમ બંગાળના હાશિમારામાં 101 સ્ક્વોડ્રોન વચ્ચે વહેંચવામાં આવશે.

three rael plan in jamnagar

આ પણ વાંચો:રાજનાથ સિંહે ચીન સરહદ પર બની રહેલ સેલા ટનલનું ઉદ્ઘાટન કર્યું, કહ્યું – BRO ની સિદ્ધિઓ વિશ્વમાં અભ્યાસનો વિષય

29 રાફેલને સરહદો પર તૈનાત કરાશે 

એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં 29 રાફેલને(Rafale) શામેલ કરાતા ઉત્તર અને પૂર્વીય સરહદો પર મોટી સંખ્યામાં લડાકુ વિમાનો તૈનાત કરવામાં આવશે.  રાફેલ પ્રથમ વાય વિમાન વિશે માનવામાં આવે છે તે તિબેટના સ્વાયત્ત ક્ષેત્રમાં દુશ્મનના હવાઈ સંરક્ષણ અને લક્ષ્યો પર હુમલો કરવામાં સક્ષમ છે. ભારતીય વાયુસેનાએ આ વર્ષે 28 જુલાઇએ ઇસ્ટર્ન એર કમાન્ડ (ઇએસી) માં એરફોર્સ સ્ટેશન હાસિમારામાં રાફેલ વિમાનને નંબર 101 સ્ક્વોડ્રનમાં સામેલ કર્યું હતું. 101 સ્ક્વોડ્રન વાયુસેનાની બીજી સ્ક્વોડ્રન છે, જેમાં રાફેલ તૈનાત કરવામાં આવી છે.

2016 માં થતીઓ હતો સોદો 

સપ્ટેમ્બર 2016 માં ભારત અને ફ્રાન્સ વચ્ચે 36 રાફેલનો સોદો થયો હતો. પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે વિવાદ થયો ત્યારથી ભારતમાં ઝડપથી રાફેલ સપ્લાય કરવામાં આવી રહ્યું છે. દેશની સરહદ પર વાયુસેનાને મજબૂત કરવા માટે આ રાફેલને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. છેલ્લું રાફેલ આવતા વર્ષે ભારતમાં આવશે અને તે આ તમામ વિમાન કાફલામાં સૌથી સક્ષમ હશે.

ભારતને સમય પહેલા તમામ રાફેલ મળશે 

ભારતમાં ફ્રાન્સના રાજદૂત ઇમેન્યુઅલ લેનૈને શુક્રવારે કહ્યું હતું કે ભારતને તમામ 36 રાફેલ(Rafale) વિમાનો નિયત સમય પહેલા મળશે. તેમણે કહ્યું કે કોરોના સંક્રમણને રોકવા માટે ફ્રાન્સમાં થોડા દિવસો કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યું હતું. તેમ છતાં, એરોનોટિકલ ક્ષેત્રની અગ્રણી કંપની દસોલ્ટ એવિએશન ભારતને સમય પહેલા રાફેલ વિમાનો આપશે તેવી અપેક્ષા છે. ઈન્ડો-ફ્રેન્ચ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (IFCCI) દ્વારા આયોજીત ચોથી ઈન્ડો-ફ્રેન્ચ ઈન્વેસ્ટમેન્ટ સમિટના પ્રસંગે, લેનૈને જણાવ્યું હતું કે યુરોપિયન દેશની કંપનીઓએ ભારતમાં 10 અબજ યુરોનું રોકાણ કર્યું છે, જેના દ્વારા 2.50 લાખ ભારતીયોને રોજગારી મળી રહી છે. 

ઉલ્લેખનીય છે કે, ભારતીય વાયુસેના (IAF) ની તાકાતમાં વધારો થયો છે. ફ્રાન્સથી વધુ ત્રણ રાફેલ ફાઇટર જેટ ગુજરાતના જામનગર ખાતે પહોંચ્યા છે. વાયુસેનાના કાફલામાં આ ત્રણ રફેલના આગમનથી હવે રફેલ વિમાનોની સંખ્યા 29 થઈ છે. ભારતે 2016 માં કરેલ 60,000 કરોડ રૂપિયાના સોદા હેઠળ ફ્રાન્સ પાસેથી 36 રાફેલ જેટ ખરીદ્યા હતા, જેમાંથી હવે માત્ર 7 રફેલ આવવાના બાકી છે. ફ્રાન્સથી ભારત જતા માર્ગ પર મધ્ય પૂર્વમાં એક મિત્ર વાયુ સેના દ્વારા રિફિલિંગ પૂરું પાડવામાં આવ્યું હતું. આ મહિનાની શરૂઆતમાં એર ચીફ માર્શલ વી આર ચૌધરીએ એર સ્ટાફના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત ફ્રાન્સથી રાફેલ ભારત આવ્યા છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment