જમ્મુ કાશ્મીર (Jammu and Kashmir)માં આતંકવાદી (Terrorist)ઓ વિરૂદ્ધ સેના (Army)નું ‘ઓલ આઉટ’ ઓપરેશન હજુ પણ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. તેમાંના કેટલાક આતંકવાદીઓ તાજેતરમાં નાગરિકોની હત્યામાં પણ સામેલ હતા. જો કે, આ ઓપરેશન દરમિયાન જેસીઓ સહિત 5 સેનાના જવાનો શહીદ પણ થયા છે.
Shopian encounter, Jammu and Kashmir | Out of three killed terrorists, one terrorist has been identified as Mukhtar Shah of Ganderbal, who shifted to Shopian after killing one street hawker Virendra Paswan of Bihar: IGP Kashmir Vijay Kumar pic.twitter.com/wngrnv7OVr
— ANI (@ANI) October 11, 2021
Jammu and Kashmir માં ત્રણ આતંકી ઠાર
અનંતનાગમાં ગઇકાલે સોમવારે સવારે થયેલા એન્કાઉન્ટરમાં સેનાએ એક આતંકીને ઠાર કર્યો હતો. આ એન્કાઉન્ટર દરમિયાન જમ્મુ -કાશ્મીર પોલીસનો એક જવાન પણ ઘાયલ થયો હતો.
Killed #terrorist has been identified as Imtiyaz Ahmad Dar affiliated with proscribed #terror outfit LeT (TRF). He was involved in recent civilian #killing at Shahgund #Bandipora: IGP Kashmir
— Kashmir Zone Police (@KashmirPolice) October 11, 2021
અનંતનાગ સાથે, સુરક્ષા દળોએ બાંદીપોરામાં પણ આતંક વિરોધી ઓપરેશન હાથ ધર્યું હતુ. આ એન્કાઉન્ટરમાં પણ એક આતંકી માર્યો ગયો હતો. માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ ઇમ્તિયાઝ અહમદ ડાર તરીકે થઇ હતી, જે લશ્કર-એ-તૈયબા (TRF) સાથે સંકળાયેલો હતો. આ આતંકવાદી શાહગુંડમાં એક સામાન્ય નાગરિકની હત્યામાં સામેલ હતો.
આ પણ વાંચો: Jammu Kashmir Encounter: જમ્મુના પૂંછ જિલ્લામાં એક JCO અને ચાર જવાન શહિદ
એન્કાઉન્ટરમાં પાંચ જવાન પણ ગુમાવ્યા હતા
જમ્મુના પૂંછ જિલ્લામાં સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે (Jammu Kashmir Police)સંયુક્ત રીતે આતંકવાદ વિરોધી કાર્યવાહી હાથ ધરી હતી. આ આતંકવાદીઓ એલઓસી પાર કરી ચમરેરના જંગલ સુધી પહોંચી ગયા હતા. આ અંગેની માહિતી મળતા જ સુરક્ષા દળોએ આતંકીઓને ઘેરી લીધા અને અથડામણ શરૂ થઇ હતી. આ એન્કાઉન્ટર (Encounter)માં જેસીઓ સહિત 5 જવાન શહીદ થયા હતા.
આ હુમલામાં માર્યા ગયેલા સૈનિકોમાં નાયબ સુબેદાર (JCO) જસવિંદર સિંહ, નાઇક મનદીપ સિંહ, સિપાહી ગજ્જન સિંહ, સરજ સિંહ અને વૈશાખ એચ. સામેલ છે. શહીદ થયેલા સૈનિકોમાં ત્રણ જસવિંદર સિંહ, મનદીપ સિંહ અને ગજ્જન સિંહ પંજાબના રહેવાસી હતા. પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ શહીદોના પરિવારજનોને 50 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે
આણંદ પોલીસે એક આતંકવાદીને ઠાર માર્યો જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4