Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝHariyana: ટ્રકે આંદોલનકારી મહિલા ખેડૂતોને અડફેટે લીધા, 3ના મોત

Hariyana: ટ્રકે આંદોલનકારી મહિલા ખેડૂતોને અડફેટે લીધા, 3ના મોત

protesters
Share Now

હરિયાણાના બહાદુરગઢ (Bahadurgarh)માં વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. એક કાળમુખા ટ્રકે મહિલા ખેડૂત પ્રદર્શનકર્તા (protesters)ને અડફેટે લીધા હતા. જેના કારણે ત્રણ વૃદ્ધ મહિલાઓના મોત નીપજ્યા હતા અને ત્રણની હાલત હજુ પણ ગંભીર હોવાનું સામે આવ્યું છે. હાલ આ અકસ્માત (Accident)ને લઇ સ્થાનિક પોલીસ (Police)ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ શરૂ કરી છે.

ત્રણ મહિલા ખેડૂત protesters ઘાયલ છે 

મળતી માહિતી મુજબ, અકસ્માત સવારે 6 વાગ્યાની આસપાસ ઝજ્જર રોડ પર થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે વૃદ્ધ મહિલાઓ ડિવાઈડર પર બેઠી હતી, ત્યારે એક ટ્રકે અડફેટે લીધા હતા. જેના કારણે બે મહિલાઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એકનું હોસ્પિટલમાં મોત થયું હતું. જ્યારે આ અકસ્માત (Accident)માં હજુ પણ ત્રણ મહિલાઓની હાલત નાજુક હોવાની માહિતી મળી છે.

આ પણ વાંચો: Farmers Protest: કરનાલમાં ખેડૂતોના ધરણા સમાપ્ત, લાઠીચાર્જની થશે ન્યાયિક તપાસ

જણાવી દઇએ કે, કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ નવેમ્બર 2020થી દિલ્હી બોર્ડર (Delhi Border)પર ખેડૂતોનું આંદોલન (Movement)ચાલી રહ્યું છે. ત્રણેય મહિલાઓ પણ આ આંદોલન સાથે જોડાયેલી હતી. આ મહિલાઓ રોટેશન હેઠળ આંદોલનનાં જોડાય છે. ત્યારે આંદોલનમાં જોડાઇને ઘરે પરત જઈ રહી હતી. તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. પોલીસ હાલમાં આ કેસની તપાસ કરી રહી છે. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક નાસી ગયો હતો.

protesters પર દિલ્હીમાં લાઠીચાર્જને ભાજપનું કાવતરું ગણાવ્યું

આ પહેલા ગઇકાલે બુધવારે દિલ્હી (Delhi)માં ખેડૂતો પર લાઠીચાર્જના સમાચાર સામે આવ્યા હતા. જોકે તેને લઇને અલગ-અલગ દાવાઓ કરવામાં આવી રહ્યા છે. સિંઘુ બોર્ડર (Singhu Border)તરફ જઈ રહેલા ખેડૂતો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાના અહેવાલો હતા. જ્યારે કિસાન યુનિયન (Kisan Union)નું કહેવું છે કે, જેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો તે ખેડૂતો નથી. તેમણે એમ પણ કહ્યું કે, ખેડૂતોના આંદોલન સાથે તેમને કોઈ લેવાદેવા નથી. ખેડૂતો આંદોલન સાથે જોડાયેલા નેતાઓએ તેને ભાજપનું ષડયંત્ર ગણાવ્યું છે.

ખેડૂતની અનોખી કોઠાસૂઝ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment