Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 20.
Homeન્યૂઝજમ્મુ -કાશ્મીરમાં 7 સરપંચો અને 30 પંચોનું અચાનક રાજીનામું , જાણો શું છે કારણ?

જમ્મુ -કાશ્મીરમાં 7 સરપંચો અને 30 પંચોનું અચાનક રાજીનામું , જાણો શું છે કારણ?

jammu kashmir panch and sarpanch resign
Share Now

જમ્મુ -કાશ્મીરમાં 7 સરપંચે અને 30 પંચોએ અચાનક રાજીનામું આપ્યું છે. તેમણે રાજીનામા પાછળ ઘણા કારણો આપ્યા છે. મોટી વાત એ છે કે પીડીપીના પ્રવક્તા મોહિત ભાને કહ્યું છે કે હજુ વધુ લોકોએ રાજીનામું આપવું જોઈએ. મળતી માહિતી મુજબ પંચ અને સરપંચોએ ભાજપ સરકાર પર આરોપો લગાવ્યા છે.

આ કારણોસર આપ્યું રાજીનામું 

રાજીનામાને લઈને જે માહિતી સામે આવી છે તે મુજબ, 7 સરપંચો અને 30 પંચોએ જમ્મુ અને કાશ્મીરના રામસુના બીડીસી પ્રમુખને રાજીનામું આપ્યું છે. રાજીનામું આપનાર તમાંનો આરોપ છે કે કેન્દ્રીય મંત્રીઓ દ્વારા તેમને જનસંપર્ક કાર્યક્રમમાં ભાગ લેવાની મંજૂરી નથી. આ સાથે તેમણે અન્ય કેટલાક મુદ્દાઓ પર વિરોધ પણ કર્યો છે. તેમનું કહેવું છે કે અમે જનતાને આપેલા વચનો પૂરા કરવામાં નિષ્ફળ રહ્યા છીએ, તેના કારણે અમે રાજીનામું આપ્યું છે.

jammu kashmir sarpanch panch resign

આ પણ વાંચો:પરિવર્તન માટે જીદ નહીં પરંતુ જોખમ લઈને નિર્ણય કરે છે પીએમ મોદી: અમિત શાહ

પીડીપીના પ્રવક્તાએ સરકાર પર નિશાન સાધ્યું

પીડીપીના પ્રવક્તા મોહિત ભાનના જણાવ્યા અનુસાર રાજીનામું આપનારા પંચ અને સરપંચોની સંખ્યા 55 છે. પીડીપીના પ્રવક્તાનું કહેવું છે કે સરકાર તેમને સલામતી અનુભવ કરાવવામાં નિષ્ફળ રહી છે, તેમજ તેમને લોક કલ્યાણના કામો માટે સશક્ત બનાવી શક્યા નથી. એકંદરે, પીડીપીના પ્રવક્તાએ આ અંગે સરકાર પર પ્રશ્નો ઉઠાવ્યા છે.

 પંચો અને સરપંચોને સમજાવવામાં લાગ્યાઅધિકારીઓ

એવા સમાચાર પણ છે કે જે પંચો અને સરપંચોએ નારાજગીને કારણે રાજીનામું આપ્યું છે તે તમામ સાથે જમ્મુ -કાશ્મીર વહીવટીતંત્રના અધિકારીઓએ બેઠક યોજી છે , તેમના રાજીનામા પાછા ખેંચવાની વાતો ચાલી રહી છે. તેમની સમસ્યાઓના નિરાકરણ માટે ખાતરી આપવામાં આવી છે.

પંચાયતી રાજને સશક્ત બનાવવાનો પ્રયાસ

આ સિવાય, મળતી માહિતી અનુસાર બાબત છે કે સરકાર દ્વારા પંચાયતી રાજ સશક્તિકરણની દિશામાં સતત કામ કરવામાં આવી રહ્યું છે. સરકારે આવામ કી આવાઝ નામના કાર્યક્રમના સાતમા એપિસોડ માટે લોકો પાસેથી સૂચનો અને વિચારો માંગ્યા છે. 17 ઓક્ટોબરે પ્રસારિત થનારા આ એપિસોડની થીમ પંચાયતી રાજને મજબૂત બનાવવાની છે. લેફ્ટનન્ટ ગવર્નર ઓફિસ વતી નંબર પણ જારી કરવામાં આવ્યો છે, પરંતુ વિચારવા જેવી બાબત એ છે કે જનપ્રતિનિધિઓના રાજીનામા વચ્ચે પંચાયતી રાજને કેવી રીતે સશક્ત બનાવી શકાય.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ -કાશ્મીરમાં 7 સરપંચે અને 30 પંચોએ અચાનક રાજીનામું આપ્યું છે. તેમણે રાજીનામા પાછળ ઘણા કારણો આપ્યા છે. મોટી વાત એ છે કે પીડીપીના પ્રવક્તા મોહિત ભાને કહ્યું છે કે હજુ વધુ લોકોએ રાજીનામું આપવું જોઈએ. મળતી માહિતી મુજબ પંચ અને સરપંચોએ ભાજપ સરકાર પર આરોપો લગાવ્યા છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment