Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝઅફઘાનિસ્તાન : 3 જિલ્લા તાલિબાનના ચુંગાલમાંથી મુક્ત, હુમલામાં 300 આતંકી ઠાર!

અફઘાનિસ્તાન : 3 જિલ્લા તાલિબાનના ચુંગાલમાંથી મુક્ત, હુમલામાં 300 આતંકી ઠાર!

Share Now

અફઘાનિસ્તાન (Afghanistan)પર કબજા બાદ તાલિબાન (Taliban)ને પ્રથમ વખત પડકાર મળ્યો છે. બગલાન પ્રાંત ખાતે તાલિબાન (Taliban)પર હુમલો થયો છે. આ હુમલા (Attack)માં તાલિબાનના 300 આતંકી (Terror)ઓ માર્યા ગયા છે. મળતી માહિતી મુજબ સ્થાનિક વિદ્રોહી દળોએ ત્રણ જિલ્લાને તાલિબાનના કબજામાંથી પરત લઇ લીધા છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ બંને પક્ષ વચ્ચે અથડામણ સર્જાઇ છે.

અફઘાનિસ્તાન (Afghanistan)ના 34 માંથી 33 પ્રાંત પર કબજો મેળવ્યા બાદ આ પ્રકારનો હુમલો થયો હોય તેવુ આ પ્રથમ ઉદાહરણ છે. જોકે તાલિબાને આ અંગે હજુ સુધી કોઇ નિવેદન આપ્યુ નથી.

બાનૂના પૂર્વ પોલીસ (Police)પ્રમુખનું કહેવુ છે કે, ભગવાન અને મુજાહિદીનના સમર્થનથી, ત્રણ જિલ્લાને મુક્ત કર્યા છે. હવે અમે ખિજાન જિલ્લા તરફ આગળ વધી રહ્યા છીએ. થોડા સમયમાં જ બગલાન પ્રાંતને પણ કબજે કરીશુ. બગલાનમાં હાઇવેના પ્રભારી પૂર્વ પોલીસ કમાન્ડરે કહ્યુ કે, અલ્લાહની મદદથી, અમે તાલિબાનને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યુ છે. વર્તમાનમાં બાનૂ જિલ્લો સ્થાનિક વિદ્રોહીના નિયંત્રણ હેઠળ છે.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ બગલાનમાં દાખલ થયા બાદ તાલિબાને ઘરે-ઘરે જઇને તપાસ હાથ ધરી હતી, જેનો લોકોએ જવાબ આપ્યો હતો. જોકે આ અંગે તાલિબાન તરફથી કોઇ સત્તાવાર રીતે નિવેદન સામે આવ્યુ નથી. પરંતુ પાછળથી એવુ જાણવા મળ્યુ છે કે તાલિબાન (Taliban)આ જિલ્લાઓ પર ફરી કબજો મેળવવા તૈયારી કરી રહ્યુ છે.

ઉલ્લેખનિય છે કે કાબુલમાં તાલિબાન પહોંચતાની સાથે જ અઉફઘાનિસ્તાનના અનેક મુદ્દાઓનો લઇને અફઘાનો અસમંજસમાં મુકાયા હતા. કારણ કે હવે તમાન નિર્ણય તાલિબાન કરી રહ્યુ હતુ. આ તમામ વચ્ચે ક્રિકેટ (Cricket)ના ભવિષ્ય પર પણ ચર્ચાઓ શરૂ થઇ હતી. જેને લઇને તાલિબાનનું પણ નિવેદન સામે આવ્યુ છે. એક રિપોર્ટ મુજબ તાલિબાને અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ (Cricket Team)ને રમવાની મંજૂરી આપી છે.

તાલિબાન ક્રિકેટને સપોર્ટ કરતા રહેશે

આ તકે તાલિબાનનું કહેવુ છે કે અફઘાનિસ્તાને તેના છેલ્લા કાર્યકાળ દરમિયાન જ ક્રિકેટ (Cricket)શરૂ કર્યુ હતુ અને તે આગળ પણ આ રમતને સપોર્ટ કરતા રહેશે. તાલિબાનની પોલિટિકલ ઓફિસ (Office)અને નેગોસિએશન ટીમના સભ્ય અનસ હક્કાનીએ અફઘાનિસ્તાન નેશનલ ક્રિકેટ ટીમ (Cricket Team)ના સભ્યો સાથેની મીટિંગ (Meeting)માં આ વાત કહી હતી.

મીટિંગમાં કોણ કોણ હાજર હતા?

આ મીટિંગમાં નેશનલ ક્રિકેટ ટીમ (cricket Team)ના કેપ્ટન હશમતુલ્લા શાહિદી અને ક્રિકેટ બોર્ડ સિલેક્શન કમિટીના પૂર્વ ચેરમેન અસદુલ્લા અને નૂર અલી જારદાન પણ સામેલ હતા. આ મીટિંગ દરમિયાન હક્કાનીએ ક્રિકેટ જગતને ભરોસો અપાવ્યો અને ક્રિકેટર્સ (Cricketer)ની મુશ્કેલી અંગેની તુરંત વાતચીત કરી હતી. મીટિંગ દરમિયાન ક્રિકેટર્સે અનસ હક્કાની અને તેની સાથે આવેલા લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આશા રાખી છે કે તાલિબાન (Taliban)પાસેથી સપોર્ટ મળતો રહેશે.

શ્રીલંકા ખાતે ત્રણ વનડે મેચ

આ પહેલા તાલિબાનની પોલિટિકલ ટીમના વધુ એ સભ્ય સોહેલ શાહીને પણ ક્રિકેટ અંગે વાત કરી હતી. તેને ક્રિકેટ ટીમને સપોર્ટ કરતા કહ્યુ કે તેને આશા છે કે તે અફઘાનિસ્તાન (Afghanistan)અને પાકિસ્તાન (Pakistan)ની વચ્ચે નક્કી થયેલી મેચ પહેલાની મેચ જોઇ શકશે. ઉલ્લેખનિય છે કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની વચ્ચે 1 થી 5 સપ્ટેમ્બર સુધી શ્રીલંકામાં ત્રણ વનડે મેચ રમાશે. આ મીટિંગ પહેલા તાલિબાનના સભ્યોએ પૂર્વ કેપ્ટન અસગર સ્ટનિકજઇ અને નવરોજ મંગલ સાથે મુલાકાત (Visit)કરી હતી.

આ મીટિંગ પહેલા 19 ઓગષ્ટના રોજ એક ફોટો સામે આવ્યો હતો. આ ફોટોમાં તાલિબાની લડવૈયાઓએ બંદૂકો સાથે ઓફિસમાં પ્રવેશ કર્યો છે. જેમાં ચોંકાવનારી વાત તો એ છે કે તાલિબાની લડવૈયાઓ સાથે પૂર્વ સ્પિનર અબ્દુલ્લાહ મજારી પણ છે. ફોટો એસીબી (ACB)ના કોન્ફરન્સ રૂમની હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે. આ ફોટો વધુ ચિંતામાં મુકનારો છે.

છેલ્લા 20 વર્ષ પાણીમાં જઇ શકે છે. હકીકતમાં આ વર્ષે જ એપ્રિલ મહીનામાં અફઘાનિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમને વન ડે અને ટેસ્ટ ટીમનો દરજ્જો મળ્યો હતો. તાલિબાન ક્યારેય પણ રમતમાં મહિલાઓની ભાગીદારીના પક્ષમાં રહ્યો નથી. તમને જાણીને નવાઇ લાગશે કે તાલિબાન ગત્ત કાર્યકાળમાં સૌથી વધુ મહિલાઓ અને છોકરીઓને કામ કરવા અને સ્કૂલ જવા પર રોક લગાવતા હતા. તાલિબાની (Taliban) મહિલાઓને બુર્ખો પહેરવા અને એક પરિવારના જ પુરૂષ સાથે બહાર નિકળવાની મંજૂરી આપતા હતા. તેવામાં હવે મહિલા ખેલાડી (Player)ની સુરક્ષાને લઇને સવાલ ઉઠી રહ્યા છે. આ સાથે જ અફઘાનિસ્તાન ક્રિકેટનું ભવિષ્ય પણ અંધકારમાં જતુ દેખાઇ રહ્યુ છે.

કોણ છે અબ્દુલ્લાહ મજારી?

તાલિબાની લડવૈયાઓ સાથે અબ્દુલ્લાહ મજારીનું હોવુ પણ ઠીક નથી. અબ્દુલ્લાહ મજારી અફઘાનિસ્તાન માટે બે વનડે (ODI) મેચ રમી ચુક્યો છે. હવે તે ટીમ માટે નથી રમી રહ્યો. દેશની સ્થાનિક ટી20 લીગમાં રમે છે. અબ્દુલ્લાહ મજારી કાબુલ ઇગલ્સ માટે રમી ચુક્યો છે. અફઘાનિસ્તાન ટી20 ટીમના કેપ્ટન રાશિદ ખાન (Rashid Khan) પણ અબ્દુલ્લાહ મજારીની સાથે કાબુલ ઇગલ્સ માટે રમી ચુક્યો છે. આ એ જ અબ્દુલ્લાહ મજારી છે જેની એક ઓવરમાં હાજરાતુલ્લાહ જજઇએ 6 છક્કા ફટકાર્યા હતા અને 12 બોલમાં 50 રન બનાવી યુવરાજ સિંહ (Yuvraj Singh)ની બરાબરી કરી હતી.

ક્રિકેટ બોર્ડના સીઇઓ (CEO)એ આપ્યું નિવેદન

બીજી તરફ આ પહેલા અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (Afghanistan cricket board)ના સીઇઓ (CEO) હામિદ શેનવારીએ નિવેદન આપ્યુ હતુ કે ડરવાની જરૂર નથી. તાલિબાનને ક્રિકેટ પસંદ છે અને તે હંમેશાથી અફઘાનિ ટીમ (Team)ને સપોર્ટ કરતા આવ્યા છે. હામિદ શેનવારીએ તાલિબાનોના કબજા બાદ ભરોસો અપાવ્યો છે કે ખેલાડી અને તેની ફેમીલી સુરક્ષિત છે.  સાથે અફઘાનિસ્તાન ક્રિકેટ જે રીતે ચાલી રહ્યું છે તે જ રીતે ચાલશે અને આગામી ટી20 વર્લ્ડ કપમાં પણ ભાગ લેશે.

હામિદ શેનવારીએ કહ્યું હતુ કે, જ્યાં સુધી ક્રિકેટની વાત છે તો કોઇ વિવાદ નથી, બધુ ઠીક છે. ખેલાડી અને પરિવાર પણ ઠીક છે. અમે લોકો આગામી ટી20 વર્લ્ડ કપમાં ભાગ લઇશુ અને ખેલાડી (Player)પણ આઇપીએલ (IPL)રમશે. ચિંતાની કોઇ વાત નથી. અમે લોકો પાકિસ્તાન (Pakistan) વિરૂદ્ધ વન ડે સીરીઝની તૈયારી પણ કરી રહ્યા છીએ અને રમીશુ પણ.

ખેલાડી અને પરિવારો સુરક્ષિત

વધુમાં જણાવતા શેનવારીએ કહ્યુ હતુ કે, અત્યાર સુધી અમે બીસીસીઆઇ (BCCI)સાથે સત્તાવાર રીતે વાતચીત નથી કરી. પરંતુ જરૂરત લાગશે તો જરૂરથી વાત કરીશુ. બીસીસીઆઇ (BCCI)એ હંમેશા અમારી મદદ કરી છે. ક્રિકેટ એક જેન્ટલમેન રમત છે. અમે રમવા માટે પ્રતિબદ્ધ છીએ. હાલમાં કોઇ પણ ખેલાડી (Player)એ પોતાના પરિવારને બહાર નિકાળવાની વિનંતી કરી નથી. તમામ સુરક્ષિત છે.

આ પણ વાંચો: અફઘાનિસ્તાન ક્રિકેટના ભવિષ્યને લઇને તાલિબાને લીધો મોટો નિર્ણય

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment