Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 27.
Homeન્યૂઝમુંદ્રા પોર્ટ પરથી 21 હજાર કરોડનું હેરોઇન પકડાવા પર અદાણી ગૃપે શું કહ્યું?

મુંદ્રા પોર્ટ પરથી 21 હજાર કરોડનું હેરોઇન પકડાવા પર અદાણી ગૃપે શું કહ્યું?

Heroin
Share Now

16 સપ્ટેમ્બર 2021 ના રોજ ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજેન્સે કચ્છ સ્થિત મુંદ્રા પોર્ટ પરથી ભારે માત્રામાં હેરોઇન (Heroin)કબજે કર્યુ છે. હેરોઇન પકડાયા બાદ કેટલાક સમય પછી માહિતી સામે આવી હતી, મુંદ્રા પોર્ટ (Mundra Port)ને હજુ અદાણી ગૃપ (Adani Group)જ સંચાલન કરે છે, જેના પગલે ગૌતમ અદાણીના નામની ચર્ચા માર્કેટમાં વહેતી થઇ હતી. હવે પાંચ દિવસ બાદ અદાણી ગૃપે આ મામલે નિવેદન આપ્યુ છે. જુઓ અદાણી ગૃપનો જવાબ.

અદાણી ગૃપ તરફથી નિવેદન જાહેર કરતા કહેવામાં આવ્યુ છે કે, 16 સપ્ટેમ્બરના રોજ ડીઆરઆઇ (DRI)અને કસ્ટમ્સ વિભાગ (Customs Department)દ્વારા અફઘાનિસ્તાન (Afghanistan)થી આવેલા બે કન્ટેનરમાંથી ભારે માત્રામાં હેરોઇન પકડાયુ. અમે ડ્રગ્સ અને આરોપીઓને પકડવા માટે ટીમનું આભાર માનીએ છીએ. અદાણી ગૃપે આગળ લખ્યુ કે, દેશમાં કોઇ પણ પોર્ટ ઓપરેટર કન્ટેનરની તપાસ નથી કરી શકતા, તે માત્ર પોર્ટને જ ઓપરેટ કરી શકે છે. તેવામાં આશા છે કે આ નિવેદનથી સોશિયલ મીડિયા (Social media)પર ચલાવવામાં આવી રહેલો ખોટો પ્રચાર ખત્મ થઇ જશે.

આ પણ વાંચો: Amazon એ ભારતમાં સરકારી અધિકારીઓને લાંચ આપી? કંપનીના કર્મચારીઓએ જ લગાવ્યો આરોપ

અદાણી ગૃપનું કહેવુ છે કે, તેની પાસે પોલીસ જેવો કોઇ અધિકાર નથી કે કન્ટેનર ચેક કરી શકે. જણાવવામાં આવી રહ્યું છે કે, ડીઆરઆઇ અને કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ સંયુક્ત રૂપે એક ઓપરેશન ચલાવ્યુ હતુ, જેમાં 3 હજાર કિલો હેરોઇન પકડવામાં આવ્યુ હતુ. જેની બજાર કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 21 હજાર કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે, કદાચ ભારતમાં હેરોઇનનો પકડાયેલો અત્યાર સુધીનો આ સૌથી મોટો જથ્થો છે.

અફઘાનિસ્તાનથી પહોંચ્યો હેરોઇનનો જથ્થો

જણાવવામાં આવી રહ્યું છે કે, આટલો મોટો જથ્થો અફઘાનિસ્તાન (Afghanistan)થી લઇ આવવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાનના કંધારથી થઇ ઇરાન (Iran)ના બંદર અબ્બાસ પોર્ટ પર આ જથ્થો પહોંચ્યો. જ્યાંથી બે કન્ટેનરમાં તેને કચ્છના મુંદ્રા પોર્ટ પર મોકલાયો હતો. જણાવી દઇએ કે પહેલા પણ કેટલાક ડ્રગ્સ પકડાયા છે, જેમાં હજારો કિલો હેરોઇન પકડાયુ છે. અફઘાનિસ્તાન તરફથી જ ભારતમાં હેરોઇનની સૌથી વધુ સપ્લાઇ થાય છે.

હેરોઇનથી થાય છે તાલિબાનની કમાણી

આટલી મોટી માત્રામાં હેરોઇન પકડાયા બાદ માનવામાં આવી રહ્યું છે કે આ તાલિબાનીઓની ફંડીગનો સ્ત્રોત હતો. હકીકતમાં અફઘાનિસ્તાન પૂરી દુનિયાના 80 ટકા હેરોઇનનું સપ્લાઇ કરે છે. જે વિસ્તારોમાં અફીણ અને હેરોઇનનું ઉત્પાદન થતુ હતુ ત્યાં તાલિબાનનો જ કબજો છે અને હવે તો પુરા અફઘાનિસ્તાન પર તાલિબાન (Taliban)નું રાજ છે. આવી સ્થિતિમાં તે નકારી શકાય નહીં કે તાલિબાન પોતાના ફંડિંગ માટે કેફી પદાર્થોની સપ્લાઇ પર જોર આપી રહ્યું છે. જોકે ભારતીય અધિકારી (Indian Officer)ઓએ કાવતરાનો પર્દાફાશ કરીને હજારો કરોડની હેરોઇન ઝપ્ત કર્યુ છે.

બાયોડિઝલનો વેપલો જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment