Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 29.
Homeન્યૂઝસાબરકાંઠા ફુડ વિભાગની રેડ, 3200 લિટરથી વધારે ભેળસેળયુક્ત તેલ ઝડપાયુ

સાબરકાંઠા ફુડ વિભાગની રેડ, 3200 લિટરથી વધારે ભેળસેળયુક્ત તેલ ઝડપાયુ

Share Now

એક તરફ નવરાત્રિ તેમજ દિવાળી જેવા મહાપર્વ આવી રહ્યા છે. ત્યારે ખાદ્ય તેલ તેમજ ભેળસેળ કરનારા તત્વો ઉપર સાબરકાંઠા જિલ્લા ફુડ વિભાગ દ્વારા ગત રાત્રિએ અચાનક રેડ પાડવામાં આવી હતી. જેમાં ત્રણ લાખથી વધારેના મુદ્દામાલ સાથે 3200 લિટરથી વધારે શંકાસ્પદ ભેળસેળયુક્ત તેલ (contaminated Edible oil) ઝડપાયુ હતું. 

સાબરકાંઠા જિલ્લા ફુડ વિભાગની  રેડ

  • એપેક્સ નામની કંપનીમાંથી મળ્યો ભેળસેળયુક્ત તેલનો જથ્થો 
  • હિંમતનગર નજીક આવેલા  વીરાવાડા પાસે આવેલી છે  એપેક્સ કંપની 
  • સાબરકાંઠા જિલ્લા ફુડ વિભાગ દ્વારા ગત રાત્રિએ રેડ પાડવામાં આવી 
  • 3200 લિટરથી વધારે શંકાસ્પદ તેલ ઝડપાયુ
  • ૧૫૦થી વધારે ડબ્બા ને સિલ કરવામાં આવ્યા
  • ત્રણ લાખથી વધારેના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો 

contaminated edible oil was seized by food department

૧૫૦થી વધારે તેલના ડબ્બા કર્યા સિલ

સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા વીરાવાડા પાસે એપેક્સ નામની કંપનીમાંથી ગત રાત્રિએ સાબરકાંઠા જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી હતી. જેમાં કંપનીમાંથી 3200 લિટરથી વધારેનું શંકાસ્પદ ભેળસેળયુક્ત તેલ (contaminated Edible oil) ઝડપી પાડી, તેલના ૧૫૦થી વધારે ડબ્બાને સિલ કરવામાં આવ્યા છે. જોકે હજુ સુધી આ મામલે ચોક્કસ રિપોર્ટ આવવાનો બાકી છે.

જુઓ આ વિડીયો: ખાવાના તેલમાં ભેળસેળ 

તેલની મિલ માલિકોમાં ફફડાટ વ્યાપ્યો

ત્યારે સાબરકાંઠા જિલ્લામાં અન્ય તેલિયા રાજાઓની મિલોમાં પણ તાત્કાલિક ધોરણે ફૂડ ઇસ્પેકટરોને મુલાકાત લઇ રિપોર્ટ આપવા જિલ્લા વહિવટી વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે.

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી શંકાસ્પદ તેમજ બનાવટી ખાદ્ય ચીજ વસ્તુઓ તેમજ માલ-સામાન માટે રજૂઆતો થતી રહેલી છે. તેવા સમયે ગત રાત્રિએ એફ એસ નામની કંપનીમાંથી ઝડપાયેલા શંકાસ્પદ તેલનો જથ્થાના પગલે જિલ્લામાં અન્ય તેલની મિલ માલિકોમાં ફફડાટ વ્યાપ્યો છે.

contaminated edible oil was seized by food department

હજુ વધારે ડુપ્લીકેટ તેલ સામે આવે તેવી સંભાવના

જોકે સાબરકાંઠા જિલ્લા ફુડ વિભાગ દ્વારા આગામી સમયમાં જિલ્લાની તમામ મિલોમાં તપાસ હાથ ધરાય તો હજુ પણ શંકાસ્પદ તેલ સહિતનો માલસામાન મળી આવે તેવી સંપૂર્ણ સંભાવનાઓ રહેલી છે. આ મામલે આગામી સમયમાં ફુડ વિભાગ દ્વારા કેટલા અને કેવા પગલાં ભરાય છે એ તો હવે જોવું રહ્યું.

આ પણ વાંચો: જુઓ આ શિવ ભક્તની અદભુત કળા, માત્ર ૩ રંગની પેનથી આલેખ્યા 500 ચિત્રો!

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment