રાજ્યમાં હજુ તાજેતરમાં જ પાટણની એક મહિલાને પ્રેમ પ્રકરણ બાબતે તાલિબાની સજા આપવામાં આવી હતી. આ મામલાની શાહી હજુ સુકાઇ નથી ત્યાં જ વધુ એક આવી ઘટના સામે આવી છે. જેમાં વડોદરા (Vadodara) જિલ્લામાં પ્રેમીને આકરી સજા આપવામાં આવી હતી અને બાદમાં આ પ્રેમી યુવકનું મોત નિપજ્યું છે. લોકો કાયદાને હાથમાં લઈને આ પ્રકારના કૃત્યો કરી રહ્યા છે, ત્યારે આ યુવકને તાલિબાની સજા અપાતા તેનું મોત નિપજ્યું છે.
Vadodara ના પાદરા તાલુકામાં યુવકને ઢોર માર માર્યો
મળતી માહિતી મુજબ, વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચોકારી ગામે પ્રેમ પ્રકરણમાં યુવકને તાલિબાની સજા આપવાની ઘટના બની છે. યુવક જે યુવતીને પ્રેમ કરતો હતો તે યુવતીના પરિવારજનોને પ્રેમ પ્રકરણની ખબર પડતા તેઓએ યુવકનું તેના ઘરેથી અપહરણ કર્યુ હતું. ત્યારબાદ તેને ઝાડ સાથે દોરડાથી બાંધી ઢોર માર માર્યો હતો. ચાર-પાંચ લોકોએ મળીને યુવકને લાકડીથી એટલો ફટકાર્યો હતો કે તેનું મોત નિપજ્યું છે. આ ઘટનામાં પ્રેમી યુવક જયેશ રાવળનું મોત થયું છે. ત્યારે યુવકને માર મારતો વીડિયો પણ સામે આવ્યો છે. આ ઘટના બન્યા બાદ પાદરા પોલીસ દોડતી થઈ છે.
આ પણ વાંચો: કોરોનાથી મોતમાં મળશે 50 હજારની સહાય, જાણો ક્યાંથી મળશે ફોર્મ
Vadodara ના એસપીએ શું કહ્યું?
આ તકે વડોદરાના એસપી સુધીર દેસાઈએ માહિતી આપી હતી કે, ઘટના બાદ પોલીસે 4 આરોપીઓની ધરપકડ (Arrest)કરી છે. હાલમાં ગામમાં માહોલ ન ડહોળાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આરોપીઓ સામે હત્યા, અપહરણ, માર મારવાની કલમ સાથે ગુનો દાખલ નોંધવામાં આવ્યો છે. કોઈને પણ કોઈ વ્યક્તિને મારવાનો કે હત્યા કરવાનો અધિકાર નથી.
પાપ છુપાવવા માસુમ પર અત્યાચાર
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4