Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / October 25.
Homeન્યૂઝરાજકોટમાં મચ્છરજન્ય રોગ અને વાઇરલ ઇન્ફેક્શનનાં કેસ વધ્યા

રાજકોટમાં મચ્છરજન્ય રોગ અને વાઇરલ ઇન્ફેક્શનનાં કેસ વધ્યા

Dengue Cases
Share Now

ધોરાજીમાં છેલ્લા ઘણા સમયથી ડબલ ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. દિવસભર ગરમી અને રાત્રે બર્ફિલો પવન! વરસાદી મિશ્ર વાતાવરણના કારણે વાઇરલ ઇન્ફેકશનથી થતા રોગચાળાનો ભરડો વધુ ચિંતાજનક રીતે વધ્યો છે.

ધોરાજી  સિવિલ હોસ્પિટલની ઓપીડી, દરોજના 300 થી  400 લોકો વાયરલ ઇન્ફેકશનના અને જાડા ઉલ્ટીના સકંજામાં સપડાતા હોવાની હકીકત સામે આવી છે, તેમજ શહેરમાં શરદી-ઉધરસ, તાવ જેવા વાયરલ ઇન્ફેકશનના કેસમાં એકાએકા ચિંતાજનક વધારો થયો હોવાનું ખૂદ ધોરાજી આરોગ્ય વિભાગ દ્વારા  જાહેર થતા રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે. 

  • રોજના 300 થી 400 લોકો વાયરલ ઇન્ફેક્શન 
  • શરદી-ઉધરસ અને વાયરલ ફિવરમાં કેસમાં વધારો
  • એક પછી બીજાને ચેપ પણ લાગે છે
  • સૌથી વધુ કેસ શરદી-ઉધરસ અને તાવના 
  • દવાખાનામાં દર્દીઓની લાઇન લાગી
  • ઠંડી અને ગરમી બંને વાતાવરણ હોવાથી ઇન્ફેક્શન ફેલાયુ
  • શરદી, તાવ, કળતર થવી, નાક સતત ટપકતું રહેવું, પેટ અને માથામાં સતત દુ:ખાવો થવો રોગના લક્ષણો છે

ઠંડી અને ગરમી બન્ને મિશ્ર વાતાવરણથી વાઇરસથી ઇન્ફેકશન ફેલાય રહ્યું છે, વાયરલ ઇન્ફેકશનમાં આવી ગયેલા દરદી છીંક ખાય કે બોલે તો પણ તેનો ચેપ અન્યને લાગે છે. આ રીતે ખૂબ બહોળી રીતે સમૂહમાં વાઇરલ ચેપ લાગતા વાઇરસ ઇન્ફેકશનથી ફેલાતા રોગચાળાનો ભરડો વધ્યો છે. 

લેબોરેટરી, સિવિલ હોસ્પિટલના ઓપીડીમાંથી મોકલાતી વિવિધ બીમારીના કેસની વિગત અને  આરોગ્ય કેન્દ્રમાં આવતા કેસ પરથી સરેરાશ રોજના ધોરાજી સરકારી હોસ્પિટલમાં 300 થી 400 વધુ લોકો વાયરલ ઇન્ફેકશનનો શિકાર બની રહ્યા તેમજ પ્રાઇવેટ દવાખાનાઓમાં કતારો લાગી છે.

સૌથી વધુ કેસ શરદી-ઉધરસ અને તાવના હોય છે.ઇન્ફ્લૂએન્જા પ્રકારનો વાઈરસ મિશ્ર ઋતુમાં ખૂબ ચેપી અને ઝડપથી પ્રસરી રહ્યો છે ઠંડીઅને ગરમીભર્યા મિશ્ર વાતાવરણમાં ઇન્ફલૂએન્જા પ્રકારનો વાયરસ બમણાજોરે સક્રિય થઈ રહ્યો છે. તેની તાકાત પણ ખૂબ ઝડપથી પ્રસરવાની છે. શરદી, તાવ, કળતર થવી, નાક સતત ટપકતું રહેવું, પેટ અને માથામાં સતત દુ:ખાવો થવો રોગચાળાના પ્રાથમિક લક્ષણો દેખાય રહ્યા છે.

 

આ પણ વાંચો: લોકનાયક જેપી: સંપુર્ણ ક્રાંતિના જનક જેમની સામે 400 ડકૈતોએ કર્યું હતુ આત્મસમર્પણ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment