Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / October 18.
Homeન્યૂઝવડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈ વે: સુરત જિલ્લાની જમીન સંપાદન બદલ ખેડૂતોને 42 કરોડના ચેક વિતરણ કરાયા

વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈ વે: સુરત જિલ્લાની જમીન સંપાદન બદલ ખેડૂતોને 42 કરોડના ચેક વિતરણ કરાયા

Surat
Share Now

ગુજરાતમાં રોડ રસ્તા સુધારવા માટે અને નવા બનાવવા માટે સરકાર હાલમાં સતત કામ કરી રહી છે, ત્યાં વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે બનવાનું કામ ચાલી રહ્યું છે. ત્યારે આ એક્સપ્રેસ વે માં જતી સુરત (Surat)ના ખેડૂતોની જમીનના રૂપિયા વધારે ચૂકવામાં આવ્યા છે. જેની પાછળ સરકારનો આ ઐતિહાસીક નિર્ણય ગણવામાં આવ્યો છે. જમીન સંપાદાન પાછળના ચૂકવેલા આ વળતરથી ખેડૂતો પણ ખુશ ખુશાલ છે.

સુરત (Surat)જિલ્લાના ખેડૂતોએ કલેક્ટર સમક્ષ અરજી કરી હતી

સુરત જિલ્લામાંથી પસાર થતા વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે (Express-way)ના કામે કરવામાં આવેલા એવોર્ડ મુજબની કિંમત ખેડૂત ખાતેદારોને અપૂરતી લાગી હતી. જેના પગલે વધુ વળતર માટે સુરત જિલ્લા કલેક્ટર સમક્ષ આર્બિટ્રેશન હેઠળ ખેડૂતો દ્વારા અરજી કરવામાં આવી હતી. ખેડૂતો દ્વારા કરેલી અરજીઓના અનુસંધાને કલેક્ટર દ્વારા ખેડૂતોની લાગણીને સમજીને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી નવી રકમ વધારીને આપવા માટે નક્કી કરવામાં આવ્યુ છે. જેથી આ હુકમ કરવામાં આવ્યો છે. જે મુજબનું વળતર હવે ખેડૂત ખાતેદારોને મળવા જઈ રહ્યું છે. જે પૈકી આર્બિટ્રેશન હુકમ મુજબનું પ્રથમ વળતર બારડોલી તાલુકાના- નૌગામા, ભુવાસણ તથા નીણતના મળીને કુલ 28 ખેડૂત ખાતેદારોને કુલ રૂપિયા 42 કરોડથી વધુનું વળતર પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ (CR Patil)ના હસ્તે આપવામાં આવ્યુ હતુ.

આ પણ વાંચો: સુરતમાં સૌપ્રથમવાર લિવર ટ્રાન્સપ્લાન્ટ: બ્રેઈનડેડ શિક્ષિકાના અંગદાનથી ઉદ્યોગપતિ સહિત પાંચને નવજીવન મળ્યું

કેન્દ્ર અને રાજય સરકારના પોઝિટિવ નિર્ણયના પગલે વડોદરા-મુંબઈ હાઈવે માટે સંપાદિત જમીનો માટે સુરત જિલ્લાના ૩૨ ગામોના ૧૨૦૦ ખાતાઓના ૫૦૦૦ ખાતેદારોને ૨૨૦૦ કરોડનું સંતોષકારક વળતર મળી રહ્યું છે, જે આપવાની શરૂઆત કરવામાં આવી છે. ખેડૂતોની માંગણીને ધ્યાને લઈ ૨૦૧૧ના વર્ષની જંત્રીને બદલે હાલમાં વળતરમાં ચાર ગણો વધારો કરીને ખેડૂતો (Farmer)ની માંગણી મુજબ સરકાર દ્વારા જંગી વળતર આપવામાં આવ્યું છે.

5 હજારથી વધુ ખેડૂત પરિવારને  મળશે મદદ

મુંબઇ – વડોદરા એક્સપ્રેસ વે માં ખેડૂતોની જમીન સંપાદન મામલામાં વિરોધ નોંધાવ્યો હતો. આખરે ખેડૂતનો માગને ધ્યાનમાં રાખી સરકારે વળતર વધાર્યુ છે. દક્ષિણ ગુજરાતના કુલ 32 ગામના 1200 ખાતેદારને વળતર આપવામાં આવશે. અંદાજીત 5 હજારથી વધુ ખેડૂત પરિવારને વળતર મળશે. જેમાં એક ખેડૂતને એક વિઘા દીઠ 1 કરોડથી વધુનું વળતર આપવાનું નક્કી કરાયું છે. જેમાં જૂની જંત્રી મુજબ 3 લાખથી 15 લાખ સુધીનું વળતર હતું તેના બદલે હવે 1 કરોડથી વધુ આપવામાં આવી રહ્યું છે. જેથી ખેડૂતો ખુશ જોવા મળ્યા હતા.

સુરત (Surat)જિલ્લાના આ ત્રણ ગામના ખેડૂતોને વળતર ચુકવાયુ

આજે પહેલા બારડોલી (Bardoli)તાલુકાના ત્રણ ગામો અનુક્રમે નોગામા, ભુવાસણ તથા નિણત ગામના ખેડૂતો જમીનના 42 કરોડથી વધુની વળતરનું પ્રથમ પેમેન્ટની ચૂકવણી કરવામાં આવી હતી. ખેડૂતોને ચેક વિતરણ કરવા માટે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ (BJP Presidnet)સી.આર.પાટીલ, પૂર્વ મંત્રી ઇશ્વર પરમાર તથા સુરત કલેકટર આયુષ ઓક હાજર રહ્યા હતા.

સુરતમાં કોરોનાના કેસમાં વધારો જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment