આજનો દિવસ મોદી સરકાર માટે એતિહાસિક માનવામાં આવે છે. પીએમ મોદી છેલ્લા 7 વર્ષથી કેન્દ્રની સત્તા પર કાયમ છે. તેમના કાર્યકાળમાં એક તારીખ ખાસ માનવામાં આવે છે, આ તારીખ 5 ઓગસ્ટની છે. વર્ષ 2019માં આ દિવસે પીએમ મોદીએ જમ્મૂ કાશ્મીરથી કલમ 370ને ખતમ કરી હતી. આ સાથે અયોધ્યા રામ મંદિરનો શિલાન્યાસ ગયા વર્ષે કર્યો. આ વર્ષે 5 ઓગસ્ટે શું થવાનું છે તેને લઈને ચર્ચા શરૂ થઈ છે.
પીએમ મોદી છેલ્લા 7 વર્ષથી કેન્દ્રની સત્તા પર કાયમ છે. તેમના કાર્યકાળમાં એક તારીખ ખાસ માનવામાં આવે છે, આ તારીખ 5 ઓગસ્ટની છે. વર્ષ 2019માં આ દિવસે પીએમ મોદીએ જમ્મૂ કાશ્મીરથી કલમ 370ને ખતમ કરી હતી. આ સાથે અયોધ્યા રામ મંદિરનો શિલાન્યાસ ગયા વર્ષે કર્યો. આ વર્ષે 5 ઓગસ્ટે શું થવાનું છે તેને લઈને ચર્ચા શરૂ થઈ છે.
જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાની બીજી વર્ષગાંઠ
2010માં 5 ઓગસ્ટે પ્રધાનમંત્રી મોદીએ દેશને સંબોધિત કર્યા અને કહ્યું કે અટલજી અને કરોડો દેશભક્તોનું આજે સપનું પૂરું થવા જઈ રહ્યું છે. જે તેઓએ જમ્મૂ કાશ્મીરને લઈને જોયું હતું. તેઓએ આ દિવસે જમ્મૂ કાશ્મીરથી કલમ 370ને હટાવવાનો નિર્ણય કર્યો હતો. આજે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાની બીજી વર્ષગાંઠ છે. આજના દિવસે એટલે કે પાંચ ઓગસ્ટ 2019ના જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતો આર્ટિકલ-370 નિષ્પ્રભાવી કરી દેવામાં આવ્યો હતો. કેન્દ્રની મોદી સરકારે જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં (જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ) માં ભાગલા પાડવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. એટલે કે આજે ગુરૂવારે આ ઐતિહાસિક પગલાના બે વર્ષ પૂરા થઈ રહ્યાં છે 2020માં આ દિવસે પીએમ મોદીએ અયોધ્યા નિર્માણની આધારશિલા રાખી હતી. આજે ફરી એકવાર 5 ઓગસ્ટનો દિવસ છે. મોદી સરકારનો નવો ટારગેટ શું છે તેને લઈને ચર્ચાનું બજાર ગરમ છે.
આ પણ વાંચો : રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીરની કરશે મુલાકાત, કરી શકે છે આ કામ
યોગી આદિત્યનાથે 5 ઓગસ્ટને ગણાવી ખાસ
યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં યોગી કહી રહ્યા છે કે આ નિવેદનમાં તેઓે 5 ઓગસ્ટે લેવાતા ઐતિહાસિક નિર્ણયનો ઉલ્લેખ કર્યો છે અને તેનું મહત્વ બતાવ્યું છે. તેઓએ કહ્યું કે 5ઓગસ્ટનો દિવસ સર્જિકલ સ્ટ્રાઈકનો માનવામાં આવે છે. રામમંદિરના નિર્માણની શરૂઆત અને કલમ 370 હટાવવા માટે જાણીતો બની ચૂક્યો છે.
શું આજે ફરી થશે કંઈક ઐતિહાસિક ?
આ સમયે દરેક વ્યક્તિ જાણવા ઈચ્છે છે તે મોદી સરકાર આ વર્ષે શું કરશે. આજે અયોધ્યામાં રામલલાની પાસે મંદિર પરિસરમાં અનેક કાર્યક્રમ થશે. આ સાથે પીએમ મોદી વર્ચ્યુઅલી સામેલ થશે. આશા રાખવામાં આવી રહી છે કે 5 ઓગસ્ટની આ ઐતિહાસિક તારીખ પર કંઈ મોટી જાહેરાત પીએમ મોદી કરી શકે છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt