છત્તીસગઢના રાયપુર રેલવે સ્ટેશન પર CRPF સ્પેશિયલ ટ્રેનમાં બ્લાસ્ટ થવાથી 4 જવાન ઘાયલ થયા છે. સવારના અંદાજે સાડા 6 કલાક વાગ્યે રાયપુર રેલવે સ્ટેશન પર એક બ્લાસ્ટ થયો. આ બ્લાસ્ટમાં CRPF ના 6 જવાનો ઘાયલ થયા છે. CRPF ની 211મી બટાલિયનના જવાન સ્પેશિયલ ટ્રેનથી જમ્મુ જઇ રહ્યાં હતાં, ડેટોનેટર એક બોગીમાંથી બીજી બોગીમાં લઇ જવાઇ રહ્યું હતુ તે દરમિયાન ડેટોનેટર ફાટવાથી આ બ્લાસ્ટ થયો અને દુર્ઘટના ઘટી હોવાનું મનાય છે.
Chhattisgarh | Four CRPF personnel injured in an explosion caused after a box containing igniter set fell on the floor in a CRPF Special Train at Raipur railway station, says Raipur Police
— ANI (@ANI) October 16, 2021
પ્લેટફોર્મ નંબર 2માં 2 બોગીના સ્થળાંતર દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી. અચાનક બ્લાસ્ટ થતાં ઘાયલ જવાનોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા છે.
Image Courtsey: ARA
પોલિસે જણાવ્યુ સવારે 6.30 વાગે CRPF સ્પેશિયલ ટ્રેન પ્લેટફોર્મ નંબર 2 પર ઉભી હતી. જેમાં 3 જવાનોનું શિફ્ટીંગ થયુ અને સામાન લોંડિગ દરમિયાન વિસ્ફોટથી ભરેલું એક બોક્સ કોચ નંબર 9 ના ગેટ પાસે હાથમાંથી છુટી ગયુ હતુ. કહેવાય છે તેના કારણે બ્લાસ્ટ થયો હતો. તે સમયે ગ્રેનેડ ટ્રેનની બોગીમાં રાખતા જ બ્લાસ્ટ થયો. જેમાં CRPF ના 1 જવાનની હાલત અત્યંત ગંભીર હતી, જના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
જુઓ વીડિયો
અગાઉ સિકંદરાબાદ દરભંગા એક્સપ્રેસમાં પણ બ્લાસ્ટ થયો
આવી જ રીતે આ પહેલાં પણ ટ્રેનમાં બ્લાસ્ટ થયો હતો, 17 જૂનના રોજ સિકંદરાબાદથી દરભંગા જંક્શન પહોંચેલી સિકંદરાબાદ દરભંગા એક્સપ્રેસના પાર્સલ વાનથી ઉતારવામાં આવેલા રેડીમેડ કપડાના પેકેટમાં બ્લાસ્ટ થયો. ત્યારે પણ સ્ટેશન પર અફરાતફરી થઇ ગઇ હતી. ટ્રેન દિવસમાં 1:18 વાગ્યે પ્લેટફોર્મ નંબર 2 પર રોકાઇ હતી, પછી પાર્સલ વાનમાંથી સામાનના પેકેટ ઉતારતા સમયે, 3:25 વાગ્યા હતા ત્યારે બ્લાસ્ટ થયો. દરભંગા રેલ્વે સ્ટેશન પર થયેલા પાર્સલ બ્લાસ્ટનું ‘પાકિસ્તાન કનેક્શન’ પણ સામે આવ્યું હતું.
આ પણ વાંચો: દશેરાના દિવસે કેમ ખાવામાં આવે છે જલેબી ફાફડાં? જલેબીનું જન્મ સ્થળ કયું?