તેલંગણાના હૈદરાબાદ (Hyderabad)માં હાલમાં જ એક 6 વર્ષની બાળકી સાથે પહેલા દુષ્કર્મ અને બાદમાં તેની હત્યાની ઘટના સામે આવી છે. આ મામલાને લઇને હૈદરાબાદના લોકોનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચ્યો છે. સ્થાનિક લોકો આરોપી (Accused)ઓને આ મામલે સખ્ત સજા આપવાની માગ કરી રહ્યાં છે. આ તમામ વચ્ચે તેલંગણા (Telangana)સરકારના મંત્રીએ કહ્યું કે આરોપીઓને શોધી અને તેનુ એન્કાઉન્ટર કરી નાખીશુ.
#Telangana Minister Malla Reddy said the 30 year old accused in the rape and murder of a 6-year-old girl in #Hyderabad “will be killed in an encounter.”#Hyderabad. pic.twitter.com/Xf1qohdv4r
— Aashish (@Ashi_IndiaToday) September 14, 2021
હૈદરાબાદ (Hyderabad)ની ઘટનામાં આરોપીને પકડી અને એન્કાઉન્ટર કરી નાખીશુ- મંંત્રી
તેલંગણા સરકાર (Government of Telangana)માં લેબર મંત્રી મલ્લા રેડ્ડી (Malla Reddy)એ હૈદરાબાદમાં દુષ્કર્મ અને હત્યા કેસમાં નિવેદન આપતા કહ્યું કે, જલ્દી જ ન્યાય મળશે. મલ્લા રેડ્ડીએ ત્યાં સુધી કહી દીધુ કે હત્યા કરનારાઓને સખ્ત સજા મળવી જોઇએ. અમે તેની ધરપકડ કરી અને બાદમાં તેનુ એન્કાન્ટર (Encounter)કરી નાખીશુ.
મંત્રીએ ભરોસો અપાવ્યો છે કે, તે જલ્દી જ પીડિત પરિવારની મુલાકાત લેશે અને તેની મદદ કરશે. વધુમાં કહ્યું હતુ કે અમે પરિવારની શક્ય દરેક મદદ કરવા માગીએ છીએ. આ વાતને જ આગળ ધપાવતા મંત્રીએ એન્કાઉન્ટર (Encounter)ની વાત કહેતા કહ્યું કે, અમે આરોપીઓને છોડીશુ નહીં.
આ પણ વાંચો: મુંબઈ રેપ કેસ બાદ સીએમ એક્શનમાં, મહિલા પર અત્યાચાર કરનારાઓને થશે કઠોર સજા
હૈદરાબાદ, વિશાખાપટ્ટનમમાં લોકોએ રેલી નિકાળી
જણાવી દઇએ કે હૈદરાબાદની ઘટનાને લઇને લોકોના આક્રોશ વચ્ચે સોમવારે સાંસદ રેવાથ રેડ્ડી (Revanth Reddy)એ પણ પીડિત પરિવાર સાથે મુલાકાત કરી અને આવી જ માગ સામે રાખી હતી. હૈદરાબાદ સહિત તેલંગણાના અલગ-અલગ વિસ્તારમાં હવે આ મામલાને લઇને પ્રદર્શન વધી રહ્યું છે અને લોકો દ્વારા કેન્ડલ માર્ચ નિકાળીને ન્યાયની માગ કરી રહ્યાં છે.
ઘટના ક્યારની છે?
ઉલ્લેખનિય છે કે હૈદરાબાદમાં 9 સપ્ટેમ્બરના રોજ એક 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજારી અને તેની હત્યા કરી હતી. બાળકીનો મૃતદેહ બંધ ઘરમાંથી મળી આવ્યો હતો. પોલીસ આ કેસમાં 30 વર્ષના એક શખ્સની શોધખોળ કરી રહી છે, જે પાડોશીમાં રહે છે. પોલીસ દ્વારા 15 ટીમ બનાવવામાં આવી છે, જે આ શખ્સની શોધખોળ કરી રહી છે.
આ ઉપરાંત મધ્યપ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં પણ આરોપી (Accused)ની શોધખોળ કરવામાં આવી રહી છે. હૈદરાબાદ પોલીસે આરોપી પર 10 લાખ રૂપિયાની ઇનામની જાહેરાત કરી છે, જેથી આરોપી વહેલી તકે પકડમાં આવી શકે. તેલંગણાની રાજનીતિમાં આ મુદ્દો હાલમાં ભારે ચર્ચામાં છે, તેવામાં પોલીસ પર પણ દબાવ વધી રહ્યોં છે.
ફિલ્મી ઢબે લૂંટ જુઓ વીડિયો દ્વારા:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4