Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeહેલ્થમહામારીએ દુનિયાના 60% લોકોની ઊંઘ કરી હરામ

મહામારીએ દુનિયાના 60% લોકોની ઊંઘ કરી હરામ

Covid 19
Share Now

જો આ દિવસોમાં જો પથારીમાં પડતા જ તમને ઊંઘ નથી આવતી અને તમાર મનમાં બેચેની શરૂ થઇ જાય છે, તો પછી તમે એવું અનુભવવા વાળા તમે એકલા નથી. મહામારી ( COVID-19 )ના સમયગાળા દરમિયાન વિશ્વભરમાં તણાવ અને ગભરાટને લીધે મોટી સંખ્યામાં લોકોની  ઊંઘ ઉડી ગઈ છે. નિષ્ણાતો માને છે કે, આ સમયે આપણે ‘કોરોનાસોમ્નીયા’ થી પસાર થઈ રહ્યા છીએ, જેમાં આપણી ઊંઘ સતત બગડતી જાય છે.

41% પુખ્ત વયના લોકોએ કહ્યું કે તેમને વધુ ગભરાટ થાય છે

ગયા વર્ષે, જ્યારે અમેરિકન એકેડેમી ઓફ સ્લીપ મેડિસિન દ્વારા હજારો પુખ્ત વયના લોકો પર એક સર્વે કરવામાં આવ્યો હતો, ત્યારે જાણવા મળ્યું હતું કે માત્ર 20% ખરાબ ઊંઘમાંથી પસાર થઈ રહ્યા છે. પરંતુ, આના 10 મહિના પછી, જ્યારે આ વર્ષે ફરીથી આ સર્વે કરવામાં આવ્યો હતો, ત્યારે રોગચાળા ( COVID-19 )ને કારણે નબળી ઉંઘમાંથી પસાર થતા લોકોની સંખ્યા 60% થઈ ગઈ હતી. આમાંના અડધા લોકોએ સ્વીકાર્યું કે તેમની ઉંઘની ગુણવત્તા નોંધપાત્ર રીતે બગડી છે. હાલમાં સંક્રમણ ભલે ઓછુ થયું હોય, પરંતુ 41% પુખ્ત વયના લોકોએ જણાવ્યું હતું કે તેઓ આ દિવસોમાં કોરોના ( COVID-19 ) સમયગાળાની શરૂઆત કરતા વધુ નર્વસ છે.

Sleep

Image Credit : soundhealthandlastingwealth.com

નિષ્ણાતોએ સારી ઊંઘ મેળવવાની આ રીતો જણાવી છે

નિષ્ણાતોના જણાવ્યા મુજબ કોગ્નિટિવ બિહેવિયર થેરપી (સીબીટી)એ એક સૌથી અસરકારક સારવાર છે. આના દ્વારા તમારી ઊંઘને ખલેલ પહોંચાડે તેવા વિચારો, ચિંતાઓ, લાગણીઓ અને વર્તનને નિયંત્રિત કરવામાં આવે છે. અહીં કેટલીક સીબીટીથી પ્રેરિત કેટલીક રીતો છે જેની મદદથી તમે તમારી નિંદ્રાને સુધારી શકો છો.

25 મિનિટનો નિયમ, સૂવાનો અને જાગવાનો નિયમ

જ્યારે પણ તમે રાત્રે ઊંઘવા જાઓ અને 25 મિનિટ સુધી ઊંઘ ન આવે અથવા જો તમારી ઊંઘ તૂટ્યા પછી તમે ફરીથી સૂઈ ન શકો તો પથારીમાંથી ઉઠી જાઓ. કેલિફોર્નિયા યુનિવર્સિટીના ન્યુરોસાયન્સ નિષ્ણાત ડો. મેથ્યુ વોલકરના કહેવા પ્રમાણે તરત જ ઉભા થઈને થોડીક પ્રવૃત્તિ શરૂ કરો, જે તમારા મનને શાંત કરે છે અને થાક અપાવે છે.

ભલે તમે સ્ટ્રેચિંગ, ધ્યાન, પ્રાણાયામ, સંગીત સાંભળવાનું કે કોઈ પુસ્તક વાંચવાનું કોઈ કામ કરતા હોવ, જ્યારે તમને થોડો થાક લાગે ત્યારે સૂઈ જાઓ.

Covid 19

image credit : istockphoto.com

બધી ચિંતાઓ ફેંકી દો

જો તમે વધુ ચિંતિત છો, તો સૂતા પહેલા કાગળ-પેન લઈને બેસો. બીજે દિવસે સવારે તમે શું કરવા જઇ રહ્યા છો, તમે કોની સાથે વાત કરશો, તમે ક્યા જશો અથવા શું તમને પરેશાન કરે છે. આ બધું લખ્યા પછી, થોડી વાર પછી પેપર વાળીને ફેંકી દો. સ્લીપ મેડિસિન ડોક્ટર આઇલીન એમ. રોઝન કહે છે, આ પ્રવૃત્તિ તમને તે ચિંતાઓથી છૂટકારો મેળવવામાં મદદ કરશે

બેડરૂમમાં વધુ સ્ક્રીન સામે જોવાનું ટાળો

આપણો મોટાભાગનો સમય સ્માર્ટફોન અને કમ્પ્યુટર પર ખર્ચ થાય છે. આપણે પલંગ પર સૂઈ ગયા પછી પણ તેનો ઉપયોગ ચાલુ રાખીએ છીએ. સૂતી વખતે આ ડીવાઈસ દ્વારા ફેંકવામાં આવેલ વાદળી પ્રકાશ આંખો અને મગજ માટે સારા નથી. આથી આજથી તેને એક નિયમ બનાવવો કે કોઈએ બેડરૂમમાં અથવા પલંગ પર મોબિલ કે લેપટોપ લાવવાં જોઈએ નહીં.

COVID-19

Image Credit ; medicalnewstoday.com

સવારે સૂર્યપ્રકાશના સંપર્કમાં આવો

જાગ્યા પછી સૂર્યની કિરણોના સંપર્કમાં આવવાના ઘણા ફાયદાઓ છે. મોટો ફાયદો એ છે કે તે ઊંઘ સુધારવા વાળા હોર્મોન મેલાટોનિનના સ્ત્રાવને બંધ કરે છે. આથી દરરોજ સવારે સૂર્યપ્રકાશમાં 15 મિનિટ પસાર કરવાનો પ્રયાસ કરો.

COVID-19

image credit : en.wikipedia.org

પલંગ ફક્ત સૂવા માટે છે

મહામારી દરમિયાન ઘરેથી કામ કરવાને કારણે, લોકોએ પથારીને કામનું સ્થળ પણ બનાવ્યું છે. પથારીમાં દિવસભર કમ્પ્યુટર, ડાયરી અથવા પુસ્તકોનો મેળાવડો રહે છે. આને કારણે  રાત્રે જયારે લોકો એ જ પથારીમાં સૂઈ જાય છે ત્યારે તે માનસિક શાંતિ નથી આપતી.

કસરત જરૂરી છે

29 અધ્યયનોમાં એવું જાણવા મળ્યું છે કે નિયમિત કસરત કરવાથી લોકોને ઝડપથી નિંદ્રા આવે છે અને તેઓ સંપૂર્ણ ઊંઘ પણ મેળવી શકે છે.

આ પણ વાંચો : કોરોનાના કારણે પ્રખ્યાત યુ-ટ્યુબર ભુવન બામના માતાપિતાનું થયું નિધન

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment