Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / November 27.
Homeન્યૂઝSurat: કુરિયર કંપનીના ટેમ્પોમાંથી લાખોની લૂંટ ચલાવનારા 7 ઝડપાયા

Surat: કુરિયર કંપનીના ટેમ્પોમાંથી લાખોની લૂંટ ચલાવનારા 7 ઝડપાયા

surat
Share Now

સુરત (Surat)ના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વક્તાના ગામ નજીક દિવાળીના દિવસે બાઈક ઉપર આવેલા લૂંટારુઓએ કુરિયર કંપનીના એક ટેમ્પોમાંથી અંદાજે ૧૫ લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. જોકે આ સમગ્ર મામલે પોલીસે ગણતરીના દિવસોમાં લૂંટમાં સંડોવાયેલા સાત જેટલા આરોપીઓની ધરપકડ કરી છે.

Surat ની ઘટનામાં 15 લાખની લૂંટ ચલાવી 

સુરતના પાંડેસરામાં ચીકુવાડી પાસે આવિર્ભાવ સોસાયટીમાં રહેતો પ્રમોદ ભાગવત પાટીલ કુરિયર (Courier)કંપનીમાં ડ્રાઇવીંગનું કામ કરે છે. દિવાળીના દિવસે તે કુરિયર કંપનીમાંથી પીક અપ વેનમાં કડોદરા, જોલવા, વરેલી બજાર, નિયોલ ચેક પોસ્ટ અને સારોલી માર્કેટ વિસ્તારમાં આવેલી ઓફિસોમાંથી 1,596 નંગ પાર્સલ લઈને વક્તાણા ગામ વિસ્તારમાં આવી રહ્યા હતા, ત્યારે નહેર પાસે એક બાઇક પર 3 લૂંટારૂ અને બીજી એક મોપેડ પર 3 બુકાનીધારી લૂંટારૂએ આવીને પ્રમોદને આંતર્યો હતો. પ્રમોદે વેન ઉભી રાખતા લૂંટારૂઓએ ચપ્પુ બતાવીને ‘ગાડી હમે દે દો’ કહી મુંઢમાર માર્યો હતો. ત્યારબાદ વેનમાં પ્રમોદને બેસાડીને જોલવા પાટિયા પાસે ઉતારીને પાર્સલ સહિત 15 લાખનો મુદ્દામાલ લૂંટી નાસી ગયા હતા.

આ પણ વાંચો: ખંભાળિયા નજીક રૂપિયા 350 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું, એક શખ્સની કરાઇ ધરપકડ

આ અંગેની પ્રમોદ પાટીલે સચિન પોલીસ (Sachin Police)માં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તાત્કાલિક ગુનો દાખલ કરી અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે પોલીસને ગણતરીના દિવસોમાં આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળી છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા આરોપી સાગર ભાસ્કર પાટીલ, માનસ પ્રેમનાથ કાટે, સ્વરાજ ઇશ્વર પાટીલ, યોગેશ બાબુભાઈ કુકડિયા, નયન જયંતી રાદડિયા, સુધીર સુરેન્દ્ર સોની અને મનીષ રવિન્દ્ર પાટીલની ધરપકડ (arrest)કરી છે. આ ગુનામાં સંડોવાયેલા સાત જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. તમામ આરોપી પાસેથી 15 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વિજય સુવાડાની ધરપકડ જુઓ વીડિયો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment