એર ઇન્ડિયા (Air India)ની ફ્લાઈટ (Flight)માં પ્રવાસ કરી રહેલા મૂળ ગુજરાતના મહેસાણા (Mehsana)જિલ્લાના કમલેશ પટેલના પરિવારને એક કડવો અનુભવ થયો હતો. પટેલ પરિવારે મુસાફરી દરમિયાન થયેલા કડવા અનુભવનો રોષ સોશિયલ મીડિયા (Social media)પર ઠાલવ્યો છે. તેઓ અમદાવાદ-દિલ્હી થઈને અમેરિકા (America)ખાતે પહોંચ્યા હતા. ત્યારે તેના પ્રવાસ દરમિયાન તેમને થયેલા કડવા અનુભવને વીડિયો દ્વારા વ્યક્ત કર્યો છે.
Air India તરફથી કલાકો સુધી તો કોઈ જવાબ ન મળ્યો!
કમલેશભાઈ ગત્ત 10મી નવેમ્બરે એર ઇન્ડિયાની ફ્લાઇટ (Flight)માં અમદાવાદથી દિલ્હી ખાતે પહોંચ્યા અને દિલ્હીથી ફ્લાઈટ અમેરિકાના શિકાગો પહોંચ્યા હતા. શિકાગો (Chicago)પહોંચતાની સાથે જ તેમના ધ્યાનમાં આવ્યું કે, તેમની સાથે રહેલી 8 બેગમાંથી 7 બેગ ગાયબ હતી. આ અંગે તેઓને ત્યાંથી કેટલાક સમય સુધી તો કોઈ જવાબ મળ્યો નહતો અને બાદમાં કહ્યું કે, તમારી બેગ મળી જશે. કમલેશ પટેલે દાવો કર્યો છે કે, તેમની બેગ ન મળવાથી એર ઇન્ડિયામાં ફરિયાદ પણ કરી હતી. પરંતુ ત્રણ કલાક સુધી કોઈ જવાબ ન મળતા અંતે બેગ ગાયબ હોવાની વિગત માટે ફોર્મ ભર્યું અને એક દિવસ તેમને બેગ મળી જશે, તેવી જાણ કરવામાં આવી હતી.
બેગને લઇ એક દિવસ શિકાગો રોકાયા પણ…
બેગ ગુમ થયા બાદ તેઓ એક દિવસ શિકાગોમાં રોકાયા પરંતુ તેમ છતાં પણ તેમને બેગ ન મળી. જે બાદ તેઓ ધંધા વેપાર માટે કામ હોવાથી પરિવારને શિકાગોમાં જ મૂકી અલાબા જવા રવાના થયા હતા. જોકે હજુ સુધી તેમને તેમની 7 બેગ મળી નથી. જેના કારણે તેમણે રઝળી પડવાનો વારો આવ્યો છે. તેમનું કહેવું છે કે, આજદિન સુધી તેમણે આ પ્રકારની બેકાર સર્વિસ જોઈ નથી.
આ પણ વાંચો: દિલ્હીની પરિસ્થિતિ ખરાબ, સરકારની સંપૂર્ણ લોકડાઉન લગાવવા તૈયારી
Air India માં ફર્સ્ટ ક્લાસ-બિઝનેસ ક્લાસના મુસાફરોનો સામાન સલામત હતો
આ તમામ વચ્ચે સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે, આ ફ્લાઇટમાં ઇકોનોમી ક્લાસમાં પ્રવાસ કરી રહેલા 70 ટકા પ્રવાસીઓનો સામાન પણ ગાયબ છે. માત્ર ફર્સ્ટ ક્લાસ (First class)અને બિઝનેસ ક્લાસના મુસાફરોનો સામાન જ સલામત રહ્યો હતો. એર ઈન્ડિયાનો સંપર્ક કરવા છતાં હજુ સુધી તેમના તરફથી કોઈપણ પ્રકારની જવાબ મળ્યો નથી. પોતાનો સામાન મેળવવા માટે પ્રવાસીઓ હજુ શિકાગોમાં જ છે.
રાજકોટથી ગોવાની ફ્લાઇટ શરૂ જુઓ વીડિયો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4