Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeલાઇફ સ્ટાઇલ7 સિક્રેટ કિચન હેકસ: જે તમને બનાવશે કિચન કિંગ

7 સિક્રેટ કિચન હેકસ: જે તમને બનાવશે કિચન કિંગ

useful kitchen and food tricks
Share Now

જમવાનું બનાવવું એ જમવા જેટલું સરળ કામ નથી. તેમાંય ખાસ કરીને નવશીખીયાઓ માટે તો રસોઈ બનાવી એટલે જાણે મોટી મુસીબત. રસોઈ બનાવતી વખતે આપણે ઘણી નાની નાની ભૂલો કરતા હોઈએ છીએ જેના લીધે જમવાનું તો બગડે જ છે, પરંતુ સાથે બગડે છે આખું કિચન. તો જો તમે પણ રસોઈમાં એટલા પાવરધા નથી અને જો તમારાથી નાની નાની ભૂલ થતી હોય છે, તો આ લેખ ચોક્કસથી તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. આજે અમે તમને અમુક એવી કિચન ટીપ્સ અને ટ્રીક્સ જણાવવા જઈ રહ્યા છીએ કે જેની મદદથી તમે તમે બની જશો કિચન કિંગ.

1. દૂધ ઉભરાતાં બચાવો 

prevent milk from boiling over

કિચનની એક એવી પરેશાની જેનાથી મોટાભાગના લોકો પીડિત હોય છે તે જ દૂધનું ઉભરાઈ જવું. ગમે તેટલું ધ્યાન રાખીએ છતાં જ્યારે એક સેકન્ડ માટે દૂધથી નજર હટે ત્યારે જ દૂધ ઉભરાઈ જાય છે. તો જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો આ ટ્રિક તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. તમે જ્યારે દૂધ ઉકાળતા હો છો ત્યારે દૂધની તપેલીની ઉપર લાકડાનો એક ચમચો મૂકી દો. આમ કરવાથી દૂધ ઉભરાશે નહીં અને સાથે જ તમને પણ ખ્યાલ રહેશે કે સ્ટવ બંધ ક્યારે કરવો.

2. હવે ભાત નહીં દાઝે 

save rice from over cooking

ઘણી વખત એવું થતું હોય છે કે ધ્યાન નથી રહેતું અને જમવાનું દાઝી જતું હોય છે. તેમાં પણ ખાસ કરીને ભાત દાઝી જવાનું ઘણી વખત આપણા જોડે બનતું હોય છે. જો તમે પણ દાઝેલા ભાત પસંદ નથી કરતા અને તમારે એકદમ ફ્રેશ અને સારી રીતે પાકેલા ભાગ જોઈએ છે અને તે પણ છુટ્ટા. તો આ ટ્રિક તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે. જ્યારે તમે ચોખા રાંધવા મૂકો ત્યારે ચોખાની અંદર ૧ ટેબલસ્પૂન કે અડધા ટેબલસ્પૂન જેટલું તેલ નાખી દો. આમ કરવાથી ભાત દાઝશે નહીં અને સાથે જ એકદમ છુટ્ટા બનશે.

3. દાળમાં એકસ્ટ્રા પાણી

indian daal

ઘણી વખત શાક કે દાળ બનાવતી વખતે પાણીનું પ્રમાણ ખબર નથી પડતી અને આપણે ખૂબ વધારે પ્રમાણમાં પાણી નાખી દઈએ છીએ. જેના લીધે દાળમાં પાણી છે કે પાણીમાં દાળ તે નથી સમજાતું. જો તમારી જોડે પણ એવું થાય તો તમે શાક કે દાળની અંદર અડધું સમારેલું બટાકુ નાખી દો. આમ કરવાથી બટાકુ વધારાનું પાણી શોષી લેશે અને તમને ઘટ્ટ રસો પણ મળશે.

4. વધારે મીઠુ પડી ગયું છે તો…

how to reduce excess salt from a dish

ઘણી રેસિપીમાં એવું કહેવાતું હોય છે કે સ્વાદ અનુસાર મીઠું નાખો. પરંતુ તે સ્વાદ અનુસાર મીઠું કેટલું નાખવું તે આપણને ખ્યાલ નથી રહેતો જેના લીધે આપણે ખૂબ વધારે મીઠું નાખી દેતા હોય છે. જો તમારા જોડે પણ આવું થાય તો તમારે જરાય પણ ચિંતા કરવાની જરૂર નથી. જે ડિશમાં વધારે મીઠું પડી ગયું છે તેના પ્રમાણ અનુસાર થોડીક ચમચી દૂધ નાખી દો. આમ કરવાથી દૂધ વધારે પડતી ખારાશ શોષી લેશેઅને મીઠાનું પ્રમાણ ઓછું થઈ જશે.

અહીં વાંચો:  વર્ષના મસાલા ભરતા પહેલા રાખજો આ ધ્યાન, નહિતર પછતાશો

5. ઘટશે ભીંડાની ચીકણાશ

lady finger cooking tip

જો તમને ભીંડાનું શાક ખૂબ જ પસંદ છે, પરંતુ ભીંડાનું શાક બનાવતી વખતે થતી ચીકણાશ નથી પસંદ, તો આ ટ્રીક જરૂરથી ઉપયોગી છે. ભીંડાની ચીકણાશ ઘટાડવા માટે ભીંડા બનાવતી વખતે તેની અંદર લીંબુના અમુક ટીપાં નાખો. આમ કરવાથી ભીંડાનું ચીકણાશ ઘટી જશે. પણ એ વાતનું ધ્યાન રાખજો કે બહુ વધારે પ્રમાણમાં લીંબુનો રસ નથી નાખવાનો. જો વધારે પડતો લીંબુનો રસ પડી ગયો હતો ભીંડાનું શાક લીંબુનું શાક બની જશે, હાહાહા!!!!

6. કીડીઓ રહેશે દૂર 

how to keep ants away from sugar

જો તમારા ખાંડના ડબ્બામાં ખાંડ સાથે કીડીઓ પણ જોવા મળતી હોય છે તો આ હેક તમારા માટે છે. ખાંડના ડબ્બામાં ત્રણથી ચાર લવિંગના ટુકડા રાખી દો. આમ કરવાથી કિડીઓ ખાંડની સુગંધથી ખાંડ તરફ આકર્ષિત નહીં થાય અને તમારી ખાંડ કીડીઓથી મુક્ત રહેશે.

7. મિક્સરની બ્લેડ કરો તેજ

kitchen tips that are useful

શું તમારા મિક્સરની બ્લેડની ધાર જતી રહી છે. જો હાં, તો આ ટ્રિક જરૂરથી અપનાવો. જે બ્લેડની ધાર તમારે તેજ કરવી છે તે બ્લેડવાળા કન્ટેનરમાં થોડું મીઠું નાખી તેને ગ્રાઈન્ડ કરો. આમ કરવાથી તે બ્લેડની ધાર તેજ બનશે અને સાથે જ બ્લેડ ખુબ લાંબા સમય સુધી કામ પણ કરશે.

આ તો હતી અમુક સુપર ટિપ્સ જે તમને બનાવશે કિચન કિંગ. આ ટ્રિક અપનાવો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો કે તમને કઈ ટ્રિક સૌથી વધારે ઉપયોગી લાગી? સાથે જ આના સિવાય તમને કોઈ હેક ખબર હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો. આ લેખ શેર કરો એવા લોકોને જેમને આ હેકસની ખૂબ જ જરૂર છે. આવી વધારે ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT INDIA એપ્લિકેશન.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt 

No comments

leave a comment