Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeઇતિહાસઆઝાદીના 75માં વર્ષમાં પ્રવેશ, કેવી રહી 74 વર્ષોની સફર, આગળ કેવા છે પડકારો?

આઝાદીના 75માં વર્ષમાં પ્રવેશ, કેવી રહી 74 વર્ષોની સફર, આગળ કેવા છે પડકારો?

75th-year-of-independence-journey-of-74-years-and-challenges-ahead
Share Now

અમદાવાદ: આપણો દેશ આઝાદ થયાને આજે 74 વર્ષ થશે. 75માં આઝાદી(75th year of independence)ના વર્ષમાં પ્રવેશ કરતા આપણે આપણે એ જાણવા પ્રયત્ન કરી રહ્યા છીએ કે અત્યાર સુધી એવો ક્યો કમાલ રહ્યો અને કેવી રહી અત્યાર સુધીની ન્યૂ ઈન્ડિયાની હરણફાળ અને આગળ વધવા માટે આપણી સામે કેવા પડકારો છે. તે અંગે આજે આપણે વાત કરીશું. આઝાદી પહેલા સોનેકી ચીડિયા કહેવાતા આપણા દેશને અંગ્રેજો ખાલી અને ખોખલો કરી ગયા પણ આપણે ફિનીક્સ પક્ષીની માફક રાખમાંથી જીવીત થયા અને આજે વિકસિત દેશની સરખામણીએ ઘણાં આગળ છીએ અને અમુક બાબતોમાં આગળ આવવાની જરૂર પણ છે. તો આવો જાણીએ આજે (75th year of independence) આપણે ક્યાં છીએ………

  • 1947માં ભારતની GDP 13 લાખ ડોલર હતી ત્યારે આજે તે 2.8 લાખ અબજ ડોલરે પહોંચી ગઈ છે.
  • 1947માં ભારતની અંદાજીત વસતી (Population) 36 કરોડ હતી જ્યારે આજે તે 140 કરોડ નજીક છે.
  • દેશ જ્યારે સ્વતંત્ર થયો ત્યારે ભારતની 70 ટકા વસતી ગરીબી રેખા હેઠળ જીવતી હતી જ્યારે 2011ની વસતીગણતરી પ્રમાણે દેશમાં 21 ટકા લોકો ગરીબી રેખા નીચે આવે છે.
  • 1947માં ભારતનો સાક્ષરતા દર 12 ટકા હતો જે આજે વધીને 74.37 ટકા વધી ગયો છે.
  • 1947માં ફક્ત 46 ટકા બાળકો શાળાએ જતા હતા જ્યારે આજે 96 ટકા બાળકો અભ્યાસ અર્થે શાળાએ જાય છે.
  • અન્ય ક્ષેત્રો પર નજર કરીએ તો 1947માં ડોક્ટરોની સંખ્યા ફક્ત 49,000 હતી, જ્યારે આજે આ સંખ્યા વધીને 12.5 લાખ પર પહોંચી છે.
  • 1947માં ભારત જીવન સંભાવના 32 વર્ષ હતી એટલે કે 1 ભારતીયનું સરેરાશ આયુષ્ય 32 વર્ષનું હતું. હવે તે વધીને 68 વર્ષ સુધી પહોંચી ગયું છે.
  • 1947માં ફક્ત 17 ટકા લોકો શહેરોમાં રહેતા હતા, આજે શહેરોમાં રહેતા લોકોની સંખ્યા 35 ટકાએ પહોંચી છે.
  • જ્યારે દેશ આઝાદ થયો ત્યારે દેશમાં 3.3 લાખ પેસેન્જર વ્હીકલ્સ હતા, આજે તેની સંખ્યા 30 કરોડે પહોંચી છે.

When is Independence Day | Independence Day Celebration | 15th August Indian Independence Day

આ પણ વાંચો : ગાડીઓની સ્ક્રેપેજ પોલિસીથી કોને-શું ફાયદો થશે? ગ્રાહકોને કે તમને શું મળશે આ પોલિસીથી?

74 વર્ષનો કમાલ

સ્વતંત્રતાના આ 74 વર્ષોમાં ભારતે ઘણાં આદર્શો સ્થાપિત કર્યા છે. દેશમાં ભૂખમરાની સમસ્યા ખતમ થઈ છે અને આપણે ખાદ્યાન્ન મામલે આત્મનિર્ભર બન્યા છીએ. કરોડો લોકો ગરીબીથી બહાર આવ્યા છે. 1991 પછી ફ્રી માર્કેટ ઈકોનોમીમાં આપણે દુનિયાની ટોપ ઈકોનોમીમાંથી એક બની ગયા છીએ અને કેટલાક સેક્ટર્સમાં તો આપણે દુનિયામાં નંબર વન છીએ. ટેક્નોલોજી આધારિત વિકાસમાં પણ દેશે ઘણી પ્રગતિ કરી છે.

આઝાદ સમાજ અને સરકાર

74 વર્ષોમાં આપણા સંવિધાનમાં 127 વાર સંવિધાન સુધારણા થઈ છે. ભોજન, શિક્ષણ, ઈન્ફર્મેશન, પ્રાઈવસીના અધિકાર મળ્યા છે. આરક્ષણ, પંચાયતી રાજ, મહિલા અધિકાર જેવી નવી જોગવાઈઓ કરવામાં આવી છે. જો કે, આ દરમિયાન આપણને ધર્મ, જાતિ, ક્ષેત્ર અને ભાષાનો સંઘર્ષ પણ જોવા મળ્યો છે. સમાન નાગરિક સંહિતાનો અધુરો સંકલ્પ બન્યો છે. ન્યાય વ્યવસ્થામાં વ્યાપક સુધારની જરૂર છે અને તેની માંગ લાંબા સમયથી લંબિત છે.

74th Independence Day: History and Significance of India's Independence Day - Hindustan Times

દેશ સામે પડકારો

કોવિડ પછી એક નવી દુનિયા ઉભરી આવી છે. કોવિડ-19એ ભારતમાં ગરીબી વધી છે. વર્લ્ડ બેન્ક પ્રમાણે, 2019માં દેશમાં ગરીબોની સંખ્યા લગભગ 36 કરોડ છે. 75th year of independenceએ આપણા માટે સંપતિ અને આવકની અસમાન વિતરણ દેશ માટે મોટી સમસ્યા અને પડકારો બન્ને છે. દેશ માટે વિકાસ અને આત્મનિર્ભરતામાં સંતુલન બનાવવું ઘણું મહત્વપૂર્ણ છે અને તેના પર ઘણાં કામ કરવાના બાકી છે. અસંતુલિત વસતી વૃદ્ધિની અસર પણ જોવા મળી રહી છે. ક્લાયમેટ ચેન્જ (Climate Change) પણ એક નવી મુશ્કેલી બનીને બહાર આવ્યું છે તેની સામે લડવા માટે આપણે ન્યૂ એનર્જીની જરૂર છે. સામાજિક વિવિધતા અને હિતોમાં ટકરાવ દેશ માટે મોટી સમસ્યા અને પડકાર છે. ચૂંટણી અને સામાન્ય પ્રશાસનમાં સમય પ્રમાણે ફેરફારની જરૂર છે. દેશમાં પાર્ટી લોકશાહીમાં ઘણી આંતરિક ભૂલો છે, જેનો ઉકેલ એક મોટો પડકાર છે.

આ પણ વાંચો : લ્યો બોલો…. હવે પિઝા, કોફી, આઈસક્રીમ પણ બિટકોઈનથી ખરીદી શકશો…!!!

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment