Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / July 3.
Homeન્યૂઝયુપીના લખીમપુર હિંસામાં 8 લોકોના મોત, કેન્દ્રીય મંત્રીના પુત્ર વિરુદ્ધ નોધાઈ FIR

યુપીના લખીમપુર હિંસામાં 8 લોકોના મોત, કેન્દ્રીય મંત્રીના પુત્ર વિરુદ્ધ નોધાઈ FIR

lakhim pur giri
Share Now

ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં થયેલી હિંસામાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે. ગઈકાલે બનેલી ઘટનામાં એક પત્રકારનું પણ મોડી રાત્રે મૃત્યુ થયું છે. ખેડૂત નેતાઓનો આરોપ છે કે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાએ ખેડૂતો પર હુમલો કર્યો હતો, જેમાં ચાર ખેડૂતો માર્યા ગયા હતા, તેમજ ઘણા ખેડૂતો ઘાયલ થયા હતા. ત્યારે આ અંગે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાએ જણાવ્યું હતું કે ખેડૂતોની હિંસામાં ભાજપના ત્રણ કાર્યકરો અને કાર ચાલકનુ મૃત્યુ થયું  છે. ત્યારે ચાલો જાણીએ કે લખીમપુર(lakhimpur) હિંસામાં અત્યાર સુધીમાં કેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા.

આ લોકોએ ગુમાવ્યો જીવ 

1- રમણ કશ્યપ (સ્થાનિક પત્રકાર)
2- દલજીત સિંહ (ખેડૂત)
3- ગુરવિંદર સિંહ(ખેડૂત)
4- લવપ્રીત સિંહ (ખેડૂત)
5- છત્રસિંહ પુત્ર (ખેડૂત)
6- શુભમ મિશ્રા (ભાજપ નેતા)
7- હરિઓમ મિશ્રા(અજય મિશ્રાનો ડ્રાઈવર)
8- શ્યામસુંદર (ભાજપ કાર્યકર)

lakhim pur giri

આ પણ વાંચો:આસામ સમજૂતીના અમલ માટે સરકારે બનાવી સમિતિ, ત્રણ મહિનામાં રિપોર્ટ રજૂ કરશે

ભાજપના ત્રણ કાર્યકરોની હત્યા

આ હિંસામાં ભાજપના ત્રણ કાર્યકર્તાઓના મોત થયા છે. તેમના નામ હરિઓમ મિશ્રા, શુભમ મિશ્રા અને શ્યામ સુંદર છે. હરિ ઓમ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના ડ્રાઇવર હતા . તેઓ અજયમિશ્રાના પરિવારના ડ્રાયવર છે. તે ચાર બહેનોનો એકમાત્ર ભાઈ હતો. શુભમ મિશ્રા ભાજપના બૂથ પ્રમુખ હતા અને બે વર્ષ પહેલા જ તેમના લગ્ન થયા હતા. શ્યામ સુંદર ભાજપના કાર્યકર હતા.

ઘટનામાં બે થીયરી સામે આવી

અત્યાર સુધી, આ ઘટનામાં બે થીયરી સામે આવી છે. પ્રથમ થિયરી ખેડૂતોની છે અને બીજી થિયરી આ ઘટનાના આરોપી કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની છે. ખેડૂતોનો આરોપ છે કે લખીમપુરના ટીકુનિયા વિસ્તારમાં મંત્રીના પુત્ર આશિષ મિશ્રાએ વિરોધ કરી રહેલા ખેડૂતો પર કાર ચઢાવી દીધી હતી.

ખેડૂતો કેશવ પ્રસાદ મૌર્યનો વિરોધ કરવા ભેગા થયા હતા

ખેડૂતોના જણાવ્યા અનુસાર તેઓ આશિષ મિશ્રાના(Ashish Mishra) ગામ જઈ રહેલા ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યનો(Keshavprasad Maurya) વિરોધ કરવા ભેગા થયા હતા. આ દરમિયાન ડેપ્યુટી સીએમ રિસીવ કરવા જઈ રહેલા આશિષ મિશ્રાએ ખેડૂતો પર કાર ચલાવી અને ખેડૂતો પર પણ હુમલો કર્યો હતો. જો કે, આશિષ મિશ્રાની વાત સદંતર વિપરીત છે. આશિષ મિશ્રાનું કહેવું છે કે તેઓ સ્થળ પર હાજર નહોતો. અને ખેડૂતોએ નાયબ મુખ્યમંત્રીને રિસીવ કરવા જઇ રહેલી તેમની કાર પર હુમલો કર્યો હતો. ત્યારે ડ્રાયવરના માથામાં પથ્થર વાગવાને કારણે કાર અસંતુલિત થઈ હતી અને ખેડૂતોની ભીડ કાર પર ચઢી ગઈ હતી. જે બાદ ખેડૂતોએ લાઠી અને તલવારથી કાર્યકર્તાઓ પર હુમલો કર્યો અને ગુસ્સામાં ખેડૂતોએ ત્રણ વાહનોને આગ ચાંપી દીધી.

રાજકીય પક્ષોના નેતાઓને લખમીપૂર જતાં રોકાયા 

લખીમપુરમાં(lakhimpur) થયેલી હિંસામાં 8 લોકો મૃત્યુ પામ્યા છે. જેને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ત્યારે રાજકીય પક્ષોના નેતાઓને લખમીપૂર જતાં રોકવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા(Priyanka gandhi Vadra) આજે વહેલી સવારે લખીમપુર જઈ રહ્યા હતા ત્યારે સીતાપુર(Sitapur) ખાતેથી પોલીસે તેમની અટકાયત કરી હતી. અખિલેશ યાદવને પણ લખમીપૂર(lakhimpur) જતાં અટકાવવામાં આવ્યા હતા. ત્યારે તેમણે લખનૌમાંજ(Lucknow) ધરણાં શરૂ કરી દીધા હતા. જેને પગલે પોલીસ તેમની પણ અટકાયત કરી છે. આ સિવાય બસપાના(BSP) મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રાને(Satishchandra Mishra) પણ નજર કેદ કરવામાં આવ્યા છે.   

આ નેતાઓ લખમીપૂર પહોંચવાની તૈયારીમા 

મળતી માહિતી અનુસાર આજે પંજાબના(Punjab) સીએમ ચરણજીત સિંહ ચન્ની, આરએલડી નેતા જયંત ચૌધરી, આઝાદ સમાજ પાર્ટીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદ(Chandrashekhar Azad0 સહિત તમામ નેતાઓ લખીમપુર પહોંચીને પીડિત પરિવારોને મળવાની તૈયારી કરી રહ્યા છે.

ભારતીય કિસાન યુનિયન કરશે પ્રદર્શન

લખીમપુર(lakhimpur) માં થયેલ હિંસાને લઈને ભારતીય કિસાન યુનિયને(BKU) રવિવારે મુઝફ્ફરનગર ખાતે તાત્કાલિક એક પંચાયત બોલાવીને બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં આ ઘટનાને લઈને  સોમવારે એટલેકે આજે દેશભરના દરેક જિલ્લામાં વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કર્યું હતું .

સમગ્ર જિલ્લામાં કલમ 144 લાગુ 

લખીમપુર(lakhimpur) માં થયેલ હિંસાને કારણે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અને એક પછી એક નેતા લખમીપૂર પહોંચવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે સુરક્ષાને ધ્યાને રાખીને ઉત્તરપ્રદેશ સરકારે સમગ્ર જિલ્લામાં કલમ 144 લાગુ કરી દીધી છે. 

મંત્રીના પુત્ર પર FIR

ગઈકાલે લખીમપુરમાં(lakhimpur) થયેલા હિંસામાં 8 લોકોના મોત થયા હતા. પોલીસે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. હાલમાં આ વિસ્તારમાં ભારે તણાવ છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર તૈનાત છે.

ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના(Uttrapradesh) લખીમપુર ખેરીમાં થયેલી હિંસામાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે. ગઈકાલે બનેલી ઘટનામાં એક પત્રકારનું પણ મોડી રાત્રે મૃત્યુ થયું છે. ખેડૂત નેતાઓનો આરોપ છે કે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાએ ખેડૂતો પર હુમલો કર્યો હતો, જેમાં ચાર ખેડૂતો માર્યા ગયા હતા, તેમજ ઘણા ખેડૂતો ઘાયલ થયા હતા. ત્યારે આ અંગે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાએ(Ajay Mishra) જણાવ્યું હતું કે ખેડૂતોની હિંસામાં ભાજપના ત્રણ કાર્યકરો અને કાર ચાલકનુ મૃત્યુ થયું  છે. જેને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment