Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝસુરતમાં ઓમિક્રોનનું સંકટ, દ.આફ્રિકાથી 9 પ્રવાસી આવ્યા

સુરતમાં ઓમિક્રોનનું સંકટ, દ.આફ્રિકાથી 9 પ્રવાસી આવ્યા

omicron variant
Share Now

સમગ્ર વિશ્વમાં કોરોનાના નવા વેરીએન્ટ ઓમિક્રોનનું સંકટ ફેલાયેલું છે. ત્યારે ભારત સરકારે પણ કોરોનાના આ નવા વેરીએન્ટને લઈને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. દક્ષિણ આફ્રિકામાં કોરોનાનું આ નવું વેરીએન્ટ મળી આવ્યું ત્યારથી જ ઘણા દેશોએ આફ્રિકાના પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. બે દિવસ પહેલા પીએમ મોદીએ પણ કોરોનાના આ નવા વેરીએન્ટને લઈને હાઇલેવલ બેઠક યોજી હતી.  ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ત્યારે આ સંજોગોમાં દક્ષિણઆફ્રિકાથી 9 પ્રવાસીઓ સુરત આવ્યા છે. 

 351 લોકો આવ્યા વિદેશથી 

દક્ષિણ આફ્રિકાથી 9 પ્રવાસીઓ સુરત આવતા ચિંતાનો માહોલ સર્જાયો છે. જોકે તમને જણાવી દઈએ કે, વિદેશથી આવતા લોકોમાં છેલ્લા 24 કલાકમાં કુલ 351 લોકો સુરતમાં આવ્યા છે.  હાલ વિદેશથી આવેલ તમામ લોકોના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા છે. અને તમામને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. 

omicron variant

 

આ પણ વાંચો:વિદેશથી આવનાર યાત્રિકો માટે 14 દિવસની ટ્રાવેલ હિસ્ટ્રીની સાથે આગામી મહિનાથી નવી ગાઇડલાઇન લાગુ થશે

શનિવારના રોજ 78 લોકો વિદેશથી સુરત આવ્યા હતા. ત્યારબાદ તેમના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જોકે આ તમામના રિપોર્ટ હજુ પણ પેન્ડિંગ બતાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ઓમીકરોન સંક્રમિત વિસ્તારમાંથી આવનાર દરેક લોકો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. અને તેમ જો કોઈ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો તો તેના સેમ્પલને જીનોમ સિક્વનન્સિંગ માટે મોકલવામાં આવશે.

વિદેશથી આવનારે ફરજિયાત ક્વોરન્ટાઈન થવું પડશે

તમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા કોરોનાની બીજી લહેર આવી હતી. જે ભારત માટે ખૂબ જ ઘાતક સાબિત થઈ હતી. ત્યારે હવે કોરોનાની બીજી લહેરમાંથી માંડ પરિસ્થિતી કાબૂમાં આવી છે. ત્યારે કોરોનાનાં આ નવા વેરીએન્ટે સમગ્ર વિશ્વમાં દહેશત ફેલાવી છે. જોકે સરકાર તેને લઈને શરૂઆતથી જ એલર્ટ થઈ ગઈ છે. સરકારે જાહેર કર્યું છે કે, વિદેશથી આવનાર તમામ લોકોએ 7 દિવસ માટે ફરજિયાત  પણે ક્વોરન્ટાઈન થવું પડશે. સાથે જ તે લોકોએ 7 દિવસ બાદ પણ RT-PCR ટેસ્ટ પણ કરાવવો પડશે.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વમાં કોરોનાના નવા વેરીએન્ટ ઓમિક્રોનનું સંકટ ફેલાયેલું છે. ત્યારે ભારત સરકારે પણ કોરોનાના આ નવા વેરીએન્ટને લઈને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ત્યારે આ સંજોગોમાં દક્ષિણઆફ્રિકાથી 9 પ્રવાસીઓ સુરત આવ્યા છે. હાલ તમામનો RT-PCR ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. અને તમામને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment